Asian Games 2022 નું આયોજન અનિશ્ચિત સમય માટે સ્થગિત
Asian Games 2022 : એશિયન ગેમ્સ 2022 નું આયોજન કેમ સ્થગિત કરવામાં આવ્યું તેનું કારણ હજુ જાહેર કરવામાં નથી આવ્યું. આગામી આયોજન માટે નવી તારીખો પણ ક્યારે જાહેર કરશે તેની પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
એશિયન ગેમ્સ 2022 (Asian Games 2022) ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચીન સ્થિત મીડિયા તરફથી મળી રહેલા અહેવાલ પ્રમાણે એશિયન ગેમ્સ 2022 ને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. એશિયન ગેમ્સ 2022 આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનના હાંગઝોઉ (Hangzhou) માં યોજાવાની હતી. જોકે એશિયન ગેમ્સ 2022 મુલતવી રાખ્યા બાદ તેની આગામી તારીખ શું હશે કે પછી આગામી તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જોકે એશિયન ગેમ્સના આયોજનમાં વિલંબનું કારણ આપવામાં આવ્યું નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનમાં વધતા જતા કોરોના (COVID-19) કેસને ધ્યાનમાં રાખીને એશિયન ગેમ્સ 2022 ને સ્થગિત કરવામાં આવ્યું હોઇ શકે છે.
Asian Games 2022 In China Postponed#asiangames #sports
— PAUL R (@PAULpsvc) May 6, 2022
આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી ઈવેન્ટને મુલતવી રાખ્યા બાદ હવે એશિયન ગેમ્સ યોજવાની આગામી તારીખોની જાહેરાત થવાની બાકી છે. ચીનની મીડિયાએ સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો. જેણે ગેમ્સની સત્તાવાર વેબસાઇટ પરના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, “ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાએ 19મી એશિયન ગેમ્સ કે જે 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ચીનના શહેર હાંગઝોઉમાં યોજાવાની હતી. જેને મુલતવી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગેમ્સના આયોજનની નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.”
#UPDATE The Asian Games due to take place in Hangzhou in September have been postponed until an unspecified date, Chinese state media report, citing the Olympic Council of Asia.
No reason was given for the delay but the announcement comes as China battles a resurgence of Covid pic.twitter.com/spg7Q8FpMJ
— AFP News Agency (@AFP) May 6, 2022
હાંગઝોઉમાં 2 સપ્તાહ લાંબું લોકડાઉન
એશિયન ગેમ્સ 2022 નું યજમાન શહેર હાંગઝોઉ ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈની નજીક આવેલું છે. સરકારે આ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે 2 અઠવાડિયાનું લોકડાઉન લાગુ કર્યું છે. ગેમ્સના આયોજકોનું કહેવું છે કે ગયા મહિને જ હાંગઝોઉમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સંપૂર્ણ બનીને તૈયાર થયું છે. જેમાં કુલ 56 સ્પોર્ટ્સ વેન્યુ છે. જ્યાં એશિયન ગેમ્સ બાદ એશિયન પેરા ગેમ્સ પણ યોજાશે.
આ વર્ષે 40 રમતો રમાવાની હતી
રિપોર્ટ અનુસાર આ વર્ષે એશિયન ગેમ્સ 2022 માં 40 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી ક્રિકેટ પણ એક હતી. આ 40 રમતોમાં મહિલા અને પુરૂષોની અલગ-અલગ કેટેગરીમાં કુલ 61 ઈવેન્ટ્સ યોજાવાની હતી. જ્યારે ક્રિકેટ તેમાં પુનરાગમન કરી રહ્યું હતું. ત્યારે બ્રેકડાન્સિંગ અને ઈ-સ્પોર્ટ પ્રથમ વખત એશિયાડનો ભાગ બની રહ્યા હતા. આ ઉપરાંત એથ્લેટીક્સ, તીરંદાજી, બેડમિન્ટન, કુસ્તી, બોક્સીંગ જેવી રમતો આકર્ષણનું કેન્દ્ર છે.