પહેલી જ મેચમાં આકાશ દીપ સાથે એવું શું થયું કે ભારતીય બોલર થયો નિરાશ?
રાંચી ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડે 302 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા પહેલા સેશનમાં ડ્રાઈવિંગ સીટ પર હતી પરંતુ પછીના બે સેશનમાં અંગ્રેજોએ વળતો પ્રહાર કર્યો. જો રૂટે અણનમ 106 રન બનાવ્યા છે. ભારત માટે આકાશ દીપે 3 વિકેટ ઝડપી હતી, જોકે તે પહેલી જ મેચમાં પોતાની જાત પર થોડો ગુસ્સે થતો દેખાયો હતો.
રાંચી ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઝડપી બોલર આકાશ દીપે પણ પોતાની તાકાત બતાવી હતી. આ ખેલાડીએ પહેલા સેશનમાં શાનદાર બોલિંગ કરી અને ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ ઝડપી હતી. જો કે, તેના ઉત્તમ બોલિંગ પ્રદર્શન છતાં, આકાશ દીપને રાંચીમાં એક વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું હતું, જે અંગે તેણે દિવસની રમત સમાપ્ત થયા બાદ જણાવ્યું હતું.
આકાશ દીપે શું કહ્યું?
શાનદાર બોલિંગ કર્યા બાદ આકાશ દીપે કહ્યું કે તે તેની ડેબ્યૂ મેચ પહેલા બિલકુલ નર્વસ નહોતો. તેણે કોચ સાથે વાત કરી હતી અને તે આત્મવિશ્વાસથી ભરપૂર હતો. આકાશ દીપે કહ્યું કે તે દરેક મેચને તેની છેલ્લી મેચ માને છે અને આ તેને સારી બોલિંગ કરવા માટે પ્રેરિત કરે છે.
WWW Akash Deep!
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/YANSwuNsG0
— BCCI (@BCCI) February 23, 2024
મેચ પહેલા જસપ્રીત બુમરાહ સાથે વાત કરી
આકાશ દીપે ખુલાસો કર્યો કે તેણે મેચ પહેલા જસપ્રીત બુમરાહ સાથે વાત કરી હતી અને બુમરાહે તેને લાઈન લેન્થ સાથે બોલિંગ કરવાનું કહ્યું હતું અને આકાશે આવું જ કર્યું. જે પ્રકારે આકાશ દીપે બોલિંગ કરી તેને જોઈ લાગી રહ્યું હતું કે કોઈ સિનિયર બોલર બોલિંગ કરી રહ્યો છે. તેની બોલિંગમાં રિધમ અને સ્પીડ બંને જોવા મળી હતી.
WHAT A BALL…. But it’s a no-ball.
– Feel for Akash Deep on his debut. pic.twitter.com/1zeC3YkY3j
— Johns. (@CricCrazyJohns) February 23, 2024
આકાશ દીપ ‘નો બોલ’થી નિરાશ
તમને જણાવી દઈએ કે આકાશ દીપે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને એક શાનદાર બોલથી બોલ્ડ કર્યો હતો પરંતુ તે બોલને નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આકાશ દીપને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે આ બોલ પછી તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તે પ્રાર્થના કરી રહ્યો હતો કે તેની ટીમ આ ભૂલને કારણે ન હારવી જોઈએ. સારી વાત એ હતી કે આકાશ દીપે બાદમાં ક્રાઉલીની વિકેટ લીધી હતી. તેણે ઓલી પોપ અને બેન ડકેટની વિકેટ પણ લીધી હતી.
આ પણ વાંચો : ‘બેઝબોલ’ છોડતાની સાથે જ રુટે સદી ફટકારી, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો