કોહલી ક્યારે નિવૃત્તિ લઈ શકે છે? મુથૈયા મુરલીધરને આપ્યો આ જવાબ, જુઓ Video

|

Oct 17, 2023 | 12:35 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) અને ભારતીય પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા જોવા મળ્યા હતા. વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને રણવીર અલ્હાબાદિયા અને મુથૈયા મુરલીધરનની ચર્ચા વાયરલ થઈ રહી છે, કારણ કે તે ચર્ચાથી ફેન્સ ભાવુક થઈ ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) વિશે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાનો વિષય એ છે કે બેટ્સમેન ક્યારે નિવૃત્તિ લઈ શકે છે.

કોહલી ક્યારે નિવૃત્તિ લઈ શકે છે? મુથૈયા મુરલીધરને આપ્યો આ જવાબ, જુઓ Video
Muttiah Muralitharan - Virat Kohli
Image Credit source: Social Media

Follow us on

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક વીડિયોમાં મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) અને ભારતીય પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા જોવા મળ્યા હતા. આ વીડિયો રણવીરના શ્રીલંકાના ક્રિકેટ કોચ સાથેના તાજેતરના પોડકાસ્ટનો છે. તેના પોડકાસ્ટને રણવીર શો કહેવામાં આવે છે અને તે ઘણા બોલીવુડ એક્ટર્સ, રાજકારણીઓ, જ્યોતિષીઓ અને હાઈ પ્રોફાઇલ મહેમાનોનું સ્વાગત કરે છે. આ શોમાં સંબંધો, સ્વ-સુધારણાથી લઈને આધ્યાત્મિકતા સુધીના વિષયોની ચર્ચા કરવામાં આવી છે. આ વખતે રણવીરના ક્રિકેટ સ્પેશિયલ એપિસોડમાં મુરલીધરન મહેમાન હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી વિશે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાનો વિષય એ છે કે બેટ્સમેન ક્યારે નિવૃત્તિ લઈ શકે છે. રણવીર ઘણી વખત કહી ચુક્યો છે કે કોહલી તેના આદર્શોમાંથી એક છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર કહે છે કે ફેન્સ માને છે કે વિરાટ પાસે હજુ ઓછામાં ઓછા 10 વર્ષ બાકી છે. મુરલીધરન કહે છે, “10 વર્ષ મુશ્કેલ છે કારણ કે તે પહેલેથી જ 35-36 વર્ષનો છે.” તે વધુ વાત કરતા કહે છે કે, “તમે કેટલા ફિટ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારી દ્રષ્ટિ, તમારી વસ્તુઓ ધીમી પડી જશે. “એકવાર તમે ધીમા પડી જાઓ, તમારું વ્યક્તિત્વ ક્યારેય પહેલા જેવું સરખું રહેતું નથી.”

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

અહીં જુઓ વાયરલ વીડિયો

આ વીડિયો અપલોડ થયો ત્યારથી તેને ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયા મળી છે. એક યુઝર્સે કોમેન્ટ કરતાં કહ્યું છે કે, “જ્યારે બેટિંગની વાત આવે છે ત્યારે દ્રષ્ટિ એ એક મોટી વસ્તુ છે, તમારે બોલનો નિર્ણય લેવા માટે બોલરનો હાથ જોવો પડશે જે એક સેકન્ડમાં તમારી પાસે આવશે!” અન્ય એક વ્યક્તિએ લખ્યું, “રિફ્લેક્સ અને ઘૂંટણને હેન્ડલ કરવું એ પણ એક સમસ્યા છે, જેના કારણે તમે ભાગ્યે જ લોકોને 35-40 પછી હાઈ ફિટનેસ સ્પોર્ટ્સ રમતા જોશો.”

અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરતાં કહ્યું છે કે,”મને હમણાં જ સમજાયું કે તે આ નવેમ્બરમાં 35 વર્ષનો થશે, હું તે દિવસની કલ્પના કરી રહ્યો છું જ્યારે તે તેની છેલ્લી મેચ રમશે, ઓહ યાર, તે કેવી ભાવનાત્મક ક્ષણો હશે.”

આ પણ વાંચો: Ahmedabad: World Cup 2023: પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન આઉટ થયો તો દર્શકોએ લગાવ્યા જય શ્રી રામના નારા- જુઓ વાયરલ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો