Ahmedabad: World Cup 2023: પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન આઉટ થયો તો દર્શકોએ લગાવ્યા જય શ્રી રામના નારા- જુઓ વાયરલ Video
Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023 અંતર્ગત ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન અનેક એવી ઘટનાઓ બની જેના મિમ્સ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ વખતે મેચ દરમિયાન જય શ્રી રામના નારા પણ સાંભળવા મળ્યા હતા. સ્ટેડિયમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ભારત પાકિસ્તાનની આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પછાડી જીત મેળવી હતી.
Ahmedabad: હાલ ICC વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે. જેમા શનિવારે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ફેન્સે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. વર્લ્ડ કપની અત્યાર સુધીની મેચમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યુ નથી અને આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. પાકિસ્તાની ટીમના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન આઉટ થતા પેવેલિયન જઈ રહ્યો હતો ત્યારે ફેન્સે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
મોહમ્મદ રિઝવાને કર્યુ હતુ વિવાદાસ્પદ ટ્વીટ
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે સોમવારે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. જેમા પાકિસ્તાને 345 રન શ્રીલંકા સામે જીત મેળવી હતી જો કે પાકિસ્તાનના વિકેટ કિપર બેટ્સમેને આ જીત ગાઝાના પીડિતોને સમર્પિત કરી હતી. રિઝવાને 131 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં જીત બાદ રિઝવાને ટ્વીટ કર્યુ હતુ કે આ અમારા ગાઝાના ભાઈ બહેનો માટે હતુ. જીતમાં ફાળો આપી ખુબ ખુશ છુ. જો કે આ ટ્વીટ બાદ રિઝવાન સામે કાર્યવાહીની પણ માગ ઉઠી હતી.
મોહમ્મદ રિઝવાનનું ટ્વીટ
This was for our brothers and sisters in Gaza.
Happy to contribute in the win. Credits to the whole team and especially Abdullah Shafique and Hassan Ali for making it easier.
Extremely grateful to the people of Hyderabad for the amazing hospitality and support throughout.
— Muhammad Rizwan (@iMRizwanPak) October 11, 2023