11 વર્ષ પછી ખુલ્યું બંધ રૂમનું રહસ્ય, ઉમર અકમલે જણાવ્યું કેવી રીતે ધોનીએ વિરાટને બચાવ્યો

પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર ઉમર અકમલે તાજેતરમાં ધોનીને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એમએસ ધોનીએ વર્ષ 2013માં વિરાટ કોહલીને ટીમમાંથી બહાર થતા બચાવ્યો હતો. ઉમર અકમલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

11 વર્ષ પછી ખુલ્યું બંધ રૂમનું રહસ્ય, ઉમર અકમલે જણાવ્યું કેવી રીતે ધોનીએ વિરાટને બચાવ્યો
MS Dhoni & Virat Kohli
Follow Us:
| Updated on: Jul 02, 2024 | 6:57 PM

પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આમાંથી એક નામ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલનું છે. ઉમર અકમલે હાલમાં જ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર મોટો ખુલાસો કર્યો છે. તેણે એમએસ ધોની સાથે બંધ બારણે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે. કામરાને જણાવ્યું કે કેવી રીતે ધોનીએ વર્ષ 2013માં વિરાટ કોહલીને ટીમમાંથી બહાર થતા બચાવ્યો હતો.

11 વર્ષ પહેલા બંધ દરવાજા પાછળ શું થયું?

ઉમર અકમલે વર્ષ 2013ની એક ઘટના વિશે જણાવ્યું છે. વાસ્તવમાં વર્ષ 2013માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ઉમર અકમલે કહ્યું કે તે પ્રવાસ દરમિયાન એક દિવસ એમએસ ધોની સાથે ડિનર કરી રહ્યો હતો. ત્યારે સુરેશ રૈના, યુવરાજ સિંહ અને શોએબ મલિક પણ હાજર હતા. તે સમયે વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. ત્યારે એક મેનેજર ધોનીના રૂમમાં આવ્યો હતો. તેને વિરાટને વનડે શ્રેણીની છેલ્લી મેચ ન રમવા માટે કહેવામાં આવ્યું હતું.

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

વિરાટ અંગે ધોનીએ મેનેજરને આપ્યો જોરદાર જવાબ

ઉમર અકમલે વધુમાં જણાવ્યું કે ધોનીએ મેનેજરને જવાબ આપતા કહ્યું કે ઠીક છે, મેં પણ 6 મહિનાથી રજા લીધી નથી, કપ્તાની રૈના કરશે. એક કામ કરો, બે ટિકિટ લાવો, વિરાટ અને હું પાછા જઈએ. પછી મેનેજરે કહ્યું, ના-ના, તમે વિરાટને રમાડો અને તમને જે જોઈએ તે કરો. પછી જ્યારે ઉમરે ધોનીને આવો જવાબ આપવા પાછળનું કારણ પૂછ્યું તો ધોનીએ કહ્યું કે વિરાટ સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને જો તે 2-3 મેચ સુધી ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે તો આપણે તેને કેમ પાછળ છોડીએ.

3 મેચની ODI શ્રેણીમાં આટલા રન બનાવ્યા

2012-13માં પાકિસ્તાન સામે રમાયેલી વનડે શ્રેણી વિરાટ માટે ઘણી ખરાબ રહી હતી. તેણે ત્રણ મેચમાં 4.33ની એવરેજથી માત્ર 13 રન બનાવ્યા. આ સમગ્ર શ્રેણીમાં તેના બેટમાંથી માત્ર 2 ચોગ્ગા આવ્યા અને એક મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં.

આ પણ વાંચો: ‘સસરાનો ગુલામ…’ પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરનું જાહેરમાં થયું અપમાન, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">