Banaskantha Rain : દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પાલનપુર-અંબાજી હાઇવે પર ભરાયા પાણી, જુઓ Video

બનાસકાંઠામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર - અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2024 | 2:08 PM

બનાસકાંઠામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. પાલનપુર – અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વીરપુર પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બીજી તરફ ભારે વરસાદના પગલે દાંતામાં પણ અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. દાંતામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલ માટે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતા સમસ્યા યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. જો કે 25 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે.

મહેસાણામાં ભારે વરસાદ

મહેસાણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કડીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરબ્રિજમાં 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. કડીના દડી સર્કલ, થોળ રોડ, જકાતનાકા, માર્કેટ યાર્ડ રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

(With Input – Atul Trivedi ) 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">