Rain Report : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું ! છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં નોંધાયો વરસાદ, જુઓ Video

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 110 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2024 | 11:45 AM

Rain Report : ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 110 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મહેસાણાના કડીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ સાબરકાંઠાના ઇડરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હાંસોટા, નેત્રંગ અને જોટાણામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત હિંમતનગર પ્રાંતિજ, ભીલોડા, વિજાપુર અને માણસામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. બે કલાકમાં 28 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો મહેસાણાના સતલાસણમાં 1.1 ઈંચ વરસાદ વરસ્યો છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">