હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી, આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે રહેશે ખૂબ ભારે- Video

રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન જામી ગઈ છે, અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. તો કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યુ છે. ત્યારે આવો જાણીએ આગામી દિવસોમાં વરસાદને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ.

| Updated on: Jul 04, 2024 | 3:15 PM

રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેમા પોરબંદર, માંગરોળ, જૂનાગઢ, બનાસકાંઠા, વલસાડ, સુરત,નવસારી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. ત્યારે આગામી 24 કલાક ગુજરાત માટે કેવા રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 24 થી 48 કલાક અતિ ભારે રહેવાના છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

14 જૂલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા- અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા 14 જૂલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે રાત્રિના સમયે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ , ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

“7 જૂલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે”

અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભવનગર, જુનાગઢ અને અમરેલી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે.  આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા નું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે પૂર્વ ગુજરાત માં વરસાદી ઝાપટાં પડી શકે છે. 15 જૂલાઈએ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન રચાશે. 17 થી 19 જૂલાઈ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે.  જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">