ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર શેરના વધ્યા ભાવ

03 July, 2024

રેમન્ડ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી તેના પારિવારિક ઝઘડાને કારણે સમાચારમાં છે.

આ સાથે કંપનીના બોસ ગૌતમ સિંઘાનિયાને કંપની બોર્ડમાંથી હટાવવાની પણ માંગ કરવામાં આવી છે.

પરંતુ, ઘણા વિવાદોથી ઘેરાયેલા ગૌતમ સિંઘાનિયાને 27મી જૂને રેમન્ડની વાર્ષિક સામાન્ય સભામાં ફરી એકવાર કંપનીના એમડી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ગૌતમ સિંઘાનિયાનો નવો કાર્યકાળ પણ 1લી જુલાઈ 2024થી આગામી પાંચ વર્ષ માટે શરૂ થઈ ગયો છે.

ગૌતમ સિંઘાનિયાની પુનઃ નિયુક્તિની અસર કંપનીના શેર પર પણ જોવા મળી છે. 1 તારીખે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ખુલતાની સાથે જ તે રોકેટ બની ગયું હતું.

સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ રેમન્ડ શેર રૂપિયા 2925 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું અને થોડીવારમાં તે રૂપિયા 3150ની સર્વકાલીન ટોચે પહોંચી ગયો.

મહત્વનું છે કે રેમન્ડનો શેર પ્રથમ વાર રૂપિયા સોમવારે 3100ને પર કરી બુધવારે 2,975.05 રૂપિયા પર બંધ થયો છે.

 શેરમાં જોરદાર ઉછાળાને કારણે કંપનીનું માર્કેટ કેપ પણ વધીને 20620 કરોડ રૂપિયા થઈ ગયું હતું.

રેમન્ડ ગ્રૂપ ભલે પારિવારિક ઝઘડાને કારણે અશાંત વાતાવરણમાં હોય, પરંતુ તે તેના રોકાણકારોને સતત નફો આપી રહ્યું છે.

છેલ્લા પાંચ દિવસમાં રેમન્ડના શેરની કિંમત લગભગ 0.60%, એક મહિનામાં 31.46%, છ મહિનામાં 74.12% અને છેલ્લા એક વર્ષમાં 73.72% વધી છે.