નવસારી: વરસાદી માહોલે વેર્યો વિનાશ, ગણદેવીમાં વાવાઝોડાથી સેંકડો વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો
નવસારી: વરસાદી માહોલે વિનાશ વેર્યો છે. ગણદેવી તાલુકામાં વાવાઝોડાથી અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. સેંકડો વૃક્ષ જમીનદોસ્ત થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાવાઝોડાના કારણે સીમ વિસ્તારમાં ફળની વાડીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. આંબા, ચીકુના 800 વૃક્ષ ધરાશાયી થતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
આવક આપતા વૃક્ષો જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં ફેલાઈ છે. મોટી નુક્સાનીનો સામનો કરનાર ખેડૂત સરકાર તરફ મીટ માંડી રહ્યા છે. સરકાર આ મામલે મદદ કરે તેવી ખેડૂતોની માંગ છે.
આ પણ વાંચો : સુરત વીડિઓ : પોલીસે વ્યાજખોર ભાઈ-બહેનની ધરપકડ કરી, 3.75 લાખ સામે 11 લાખની વસુલાત માટે ધાકધમકી આપતા હતા