શું દરરોજ વજન ચેક કરવું યોગ્ય છે? જાણો આ સાથે જોડાયેલી બાબતો
(Credit: Getty Images)
વજન ચેક કરવા અંગે ઘણી માન્યતાઓ છે. કેટલાક લોકો કે જેઓ ડાયટ અને કસરત કરે છે તે દરરોજ ચેક કરવાની ભલામણ કરે છે. કેટલાક લોકો તેને માનસિક દબાણ પણ કહે છે.
વજન ચેક કરવું
આજે તમને જણાવશું કે વજન ચેક કરવાની રીત કંઈ છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આપણે દર અઠવાડિયે આપણું વજન ચેક કરવું જોઈએ. જો કે આદર્શ સામાન્ય વજનની તપાસ મહિનામાં એકવાર માનવામાં આવે છે.
આ સાચી રીત
પરંતુ જેઓ ડાયટ અને રોજે રોજ કસરત કરે છે તેઓએ એક અઠવાડિયે વજન ચેક કરવું જોઈએ
ડાયટ-કસરત
લગભગ 12 સંશોધનો સામે આવ્ચા છે કે જે વ્યક્તિએ સાપ્તાહિક અથવા દરરોજ તેમનું વજન તપાસ્યું તેઓના 1-3 BMI યુનિટ વધુ ઘટી ગયા છે. આ દર્શાવે છે કે અઠવાડિયે વજન તપાસવું ફાયદાકારક છે.
શું કહે છે સ્ટડી
એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ સાફ કર્યા પછી સવારે ખાલી પેટે વજન ચેક કરવું જોઈએ. આપણા શરીરમાં પાણીનું પ્રમાણ પણ રોજિંદા વજનના તફાવતમાં મહત્વપૂર્ણ છે. તેથી અઠવાડિયે ચેક કરવું બેસ્ટ છે.
યોગ્ય સમય
જો રાત્રિભોજનમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ ખવાઈ જાય તો બીજા દિવસે વજન સામાન્ય કરતાં વધુ હશે. જો તમે સાપ્તાહિક ધોરણે તમારું વજન ચેક કરવા માંગો છો, તો તેના એક દિવસ પહેલા તમારા આહારને સામાન્ય રાખો.
ખોરાકનો પ્રકાર
જો આપણે વર્કઆઉટ પછી આપણું વજન ચેક કરશો તો તે ઓછું દેખાશે. કારણ કે જીમ દરમિયાન પરસેવો કે પાણીનું પ્રમાણ થોડું ઓછું થઈ જાય છે. જોકે તેનાથી બહુ ફરક પડતો નથી.
કસરત કર્યા પછી ચેક કરવું
વજન ઘટાડવા માટે તમારા આહારનું ખાસ ધ્યાન રાખો. આખા દિવસમાં વધુ પાણી પીવા સિવાય, એવા ફળો અને શાકભાજી ખાઓ, જેમાં હાઇડ્રેશન લેવલ વધારે હોય.