આજનું હવામાન : ગુજરાતભરમાં અતિભારે વરસાદની આગાહી, રથયાત્રાના દિવસે ક્યાં પડશે ભારે વરસાદ ? જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં અતિભારે વરસાદની આગાહી, રથયાત્રાના દિવસે ક્યાં પડશે ભારે વરસાદ ? જુઓ Video

| Updated on: Jul 04, 2024 | 10:10 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 થી14 જુલાઈમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.14થી 22 જુલાઈ વચ્ચે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રથયાત્રા દરમિયાન પણ અમીછાંટણા થઈ શકે તેવી આગાહી કરી છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. વલસાડ, સુરત, સાબરકાંઠા, પંચમહાલ, નવસારી, નર્મદા, મહીસાગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 

g clip-path="url(#clip0_868_265)">