રોહિત શર્માની T20 ટીમમાં કપ્તાન તરીકે વાપસી, આ ગુજ્જુ ખેલાડીનું સપનું થશે ચકનચૂર!

રોહિત શર્મા વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલ બાદથી એકપણ T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. તે વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટન હતો. પરંતુ હવે રોહિતની અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે અને તેની સાથે જ હાર્દિક પંડ્યાનું એક સપનું તૂટતું જોવા મળી રહ્યું છે.

રોહિત શર્માની T20 ટીમમાં કપ્તાન તરીકે વાપસી, આ ગુજ્જુ ખેલાડીનું સપનું થશે ચકનચૂર!
Hardik Pandya & Rohit Sharma
Follow Us:
| Updated on: Jan 08, 2024 | 8:11 AM

અફઘાનિસ્તાન સામે રમાનાર ત્રણ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે 14 મહિના પછી ભારતીય T20 ટીમમાં વાપસી કરી રહ્યો છે અને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિતના પ્રશંસકો આનાથી ઘણા ખુશ થશે પરંતુ એક એવો ખેલાડી છે જેના માટે રોહિતની વાપસી ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે.

વર્લ્ડ કપમાં કપ્તાનીનું હાર્દિક પંડ્યાનું સપનું ચકનાચૂર!

રોહિતની T20 ટીમમાં વાપસીથી હાર્દિક પંડ્યાનું T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનું સપનું ચકનાચૂર થઈ શકે છે. હાર્દિક પંડ્યા નિશ્ચિતપણે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા ઈચ્છશે. તે લગભગ એક વર્ષથી T20માં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેને આશા હશે કે તે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માં ટીમનો કેપ્ટન રહેશે. પરંતુ હવે તેનું સપનું તૂટતું જોવા મળી રહ્યું છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

રોહિતની વાપસી

T20 વર્લ્ડ કપ 2022માં ભારત રોહિત શર્માની કપ્તાનીમાં સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. આ વર્લ્ડ કપ પછી રોહિતે ભારત માટે એકપણ T20 મેચ રમી નથી. આ હાર બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે BCCI હવે પંડ્યાને T20માં કેપ્ટન તરીકે વિચારી રહી છે અને ઈચ્છે છે કે રોહિતને આ ફોર્મેટમાંથી હટાવી દેવામાં આવે. વર્લ્ડ કપ બાદ રોહિતનું T20 ન રમવું પણ આ વાતની પુષ્ટિ કરી રહ્યું હતું અને તેથી જ માનવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આગામી T20 વર્લ્ડ કપ પંડ્યાની કેપ્ટનશિપમાં રમશે, પરંતુ તાજેતરમાં આ સમીકરણો બદલાઈ ગયા છે.

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી આ સિરીઝમાં નહીં રમે, તો બીજી તરફ 14 મહિના બાદ રોહિત શર્મા T20 ટીમમાં પરત ફર્યો છે અને તેને આ સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ છે કારણ

આ T20 સિરીઝમાં કેપ્ટન બનાવાથી સ્પષ્ટ થાય છે કે પસંદગીકારો રોહિતને T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે જોવા માંગે છે. આ સમજવા માટે તમારે ટીમ સિલેક્શનના થોડા દિવસો પહેલા જવું પડશે. છેલ્લા કેટલાક દિવસોથી, ઘણા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે રોહિતે T20 વર્લ્ડ કપમાં તેની ભૂમિકા અંગે પસંદગીકારો પાસેથી સ્પષ્ટતા માંગી છે, એટલે કે તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે જો રોહિત આ વર્લ્ડ કપમાં રમશે તો તે કેપ્ટન રહેશે કે નહીં અને હવે પસંદગીકારોએ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે.

રોહિત T20 વર્લ્ડ કપમાં ભારતની કપ્તાની કરશે!

ચાલો એક ક્ષણ માટે માની લઈએ કે પંડ્યાની ગેરહાજરીમાં, રોહિતને આ શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યો છે અને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ રોહિત શર્મા ઘણો મોટો ખેલાડી છે. આવી સ્થિતિમાં, એવું લાગતું નથી કે પસંદગીકારો તેને માત્ર એક શ્રેણી માટે પસંદ કરશે. એવો અંદાજ પણ લગાવી શકાય છે કે રોહિત T20 વર્લ્ડ કપમાં ભારતની કપ્તાની કરશે અને BCCIએ તેની તૈયારીઓ પણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ પંડ્યાએ રોહિતની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રોહિત શર્મા-વિરાટ કોહલીની વાપસીથી ઊભો થયો મોટો સવાલ, KL રાહુલનો શું વાંક?

 ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">