Viral Video : ડ્રેસિંગ રુમની બારીમાંથી રોહિત શર્માએ આપ્યા આવા એક્સપ્રેશન, યુઝર્સે બનાવ્યા ફની Memes

WI vs IND : વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ડોમિનિકા ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ પોર્ટ ઓફ સ્પેનની ટેસ્ટમાં ભારતીય ટીમ જીતની નજીક જ હતી. પણ વરસાદ વિલન બનતા મેચ રદ્દ થઈ હતી. આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ડ્રેસિંગ રુમની બારીમાંથી રોહિત શર્માએ આપ્યા આવા એક્સપ્રેશન, યુઝર્સે બનાવ્યા ફની Memes
rohit sharma funny clip goes viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 8:43 AM

Port of Spain : વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમે 1-0થી જીત મેળવી લીધી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતવાની પણ આશા રાખી રહી હતી, પણ વરસાદને કારણે બીજી ટેસ્ટ મેચ રદ્દ થઈ હતી. બીજી ટેસ્ટમાં 5 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ બધા વચ્ચે રોહિત શર્માના (Rohit Sharma) કેટલાક એક્સપ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ વીડિયો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચનો છે. બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા બારીમાં ઉભા રહીને બહાર જોઈ રહ્યો હતો. આ દરમિયાને તેના એક્સપ્રેશન કઈક અલગ જ હતા. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સને મીમ મટીરિયલ મળી ગયુ હતુ. બારીમાંથી બહાર જોતા સમયે રોહિત શર્મા થોડો કંફયૂઝ જોવા મળી રહ્યો હતો. આ જોઈ યુઝર્સે તેના પર મીમ્સ બનાવ્યા હતા.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

સોશિયલ મીડિયા પર લોકોએે આપી આવી પ્રતિક્રિયા

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માનું પ્રદર્શન સારુ રહ્યુ હતુ. ડોમિનિકા ટેસ્ટમાં રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ ફિફટી ફટકારી હતી. આવનારા સમયમાં ભારતીય ટીમ, વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે અને 5 ટી20 મેચ રમશે. ભારતીય ટીમ આ તમામ મેચ જીતવાનો પ્રયત્ન કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">