રિષભ પંતની કેપ્ટન તરીકે વાપસીથી દિલ્હી થઈ દમદાર, આ મજબૂત પ્લેઈંગ સાથે કેપિટલ્સ બનશે ચેમ્પિયન!
હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રિષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હશે. પરંતુ ટીમના કોમ્બિનેશનનો પ્રશ્ન હજુ પણ બાકી છે. દિલ્હી કેપિટલ્સ IPL 2024 માટે મજબૂત પ્લેઈંગ 11ને મેદાનમાં ઉતારશે. જેમાં કેપ્ટન પંત સિવાય વોર્નર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ સહિત અનેક મોટા નામો સામેલ છે. જાણો કેવી અહશે દિલ્હીની સંભવિત સૌથી મજબૂત પ્લેઈંગ 11.
WPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે શું થયું તે બધાએ જોયું. આ ટીમને મહિલા પ્રીમિયર લીગની ફાઈનલમાં એકવાર નહીં પરંતુ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. મતલબ WPLમાં દિલ્હી ચેમ્પિયન બનવાથી રહી ગયું. હવે IPL 2024માં તેમની પાસે વધુ એક તક છે. આ માટે દિલ્હી કેપિટલ્સ મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરવાની યોજના ધરાવે છે.
રિષભ પંતની વાપસી
દિલ્હીની તરફેણમાં સૌથી સારી બાબત એ છે કે રિષભ પંતની વાપસી થઈ છે. રિષભ પંત પણ કેપ્ટનશીપ, બેટિંગ અને વિકેટ કીપિંગ ત્રણેય જવાબદારી નિભાવશે. પંત IPL 2024માં ડેવિડ વોર્નરનું સ્થાન લેશે, જેણે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સની જવાબદારી સંભાળી હતી.
પહેલીવાર IPL ચેમ્પિયન બનવા કરશે પ્રયાસ
દિલ્હી કેપિટલ્સ IPL 2024માં તેના અભિયાનની શરૂઆત 22 માર્ચથી પંજાબ કિંગ્સ સામે 23 માર્ચે કરશે. IPLની છેલ્લી સિઝન દિલ્હી માટે સારી રહી ન હતી. 10 ટીમોની સ્પર્ધામાં આ ટીમ નવમા નંબરે રહી હતી. પરંતુ, આ વખતે તેઓ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે અને એવી રમત બતાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવા માંગશે કે તે ખિતાબને જીત શકે અને પહેલીવાર IPL ચેમ્પિયન બની શકે.
ઓક્શન બાદ DC વધુ મજબૂત બની
IPL 2024ની હરાજી બાદ તમામ ટીમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર દિલ્હી કેપિટલ્સમાં પણ જોવા મળ્યો છે. હરાજી બાદ શે હોપ, ટ્રીસ્ટન સ્ટબ્સ, જે રિચર્ડસન જેવા ખેલાડીઓના આગમનથી ટીમની બેટિંગ અને બોલિંગ બંને તાકાત વધી છે. તેના ઉપર રિષભ પંત કેપ્ટન બન્યા બાદ પરત ફર્યો છે. એકંદરે દિલ્હી કેપિટલ્સ ટીમ કોમ્બિનેશનના દૃષ્ટિકોણથી વધુ મજબૂત લાગી રહી છે.
વોર્નર-શો ઓપન કરશે
હવે સવાલ એ છે કે IPL 2024માં ટીમની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે? તો બેટિંગની વાત કરીએ તો આ વખતે પણ દિલ્હીની ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની હશે. આ બંને આક્રમક બેટિંગમાં એક્સપર્ટ છે. લેફ્ટ એન્ડ રાઈત હેન્ડ કોમ્બીનેશન સાથે આ જોડી શરૂઆતની ઓવરમાં દિલ્હીને સારી શરૂઆત અપાવવામાં માહેર છે.
મજબૂત મિડલ ઓર્ડર, અનુભવી સ્પિન બોલિંગ
જો અમે ઓપનિંગ જોડીથી આગળ વધીશું તો અમને ઓલરાઉન્ડર મિશેલ માર્શ મળશે. તે પછી ખુદ સુકાની રિષભ પંત છે. ટીમ પાસે મિડલ ઓર્ડરમાં ટ્રિસ્ટન સ્ટબ્સ જેવો પાવર હિટર હશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ સ્પિનની શક્તિ વધારશે. આ સિવાય ટીમ પાસે કુલદીપ યાદવ જેવો આશાસ્પદ સ્પિનર હશે. ઝડપી બોલિંગમાં એનરિચ નોરખિયા પણ પ્રારંભિક ટીમ કોમ્બિનેશનમાં હોઈ શકે છે. જો તે નહીં હોય તો ઝાય રિચર્ડસનને તક મળી શકે છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રિષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ, રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, એનરિચ નોરખિયા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.
આ પણ વાંચો : દાદા-દાદી છે બેંગ્લુરુના રહેવાસી, ન્યુઝીલેન્ડમાં રહેતા પિતાએ 2 ક્રિકેટરોના નામ પરથી રાખ્યું પુત્રનું નામ