Ranji Trophy Final: Sarfaraz Khan એ ફાઇનલમાં સદી ફટકારી, સદી બાદ થયો ભાવુક, જુઓ વીડિયો
Sarfaraz Khan Century: મુંબઈ (Mumbai Ranji Team) ના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાન (Sarfaraz Khan) નું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સરફરાઝ ખાને રણજી ટ્રોફીની ફાઇનલમાં મધ્યપ્રદેશ સામે સદી ફટકારી હતી.
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન (Sarfaraz Khan) નું શાનદાર પ્રદર્શન ચાલુ છે. રણજી ટ્રોફી (Ranji Trophy 2022 Final) ની ફાઇનલમાં પણ સરફરાઝ ખાને મધ્યપ્રદેશ સામે સદી ફટકારી હતી. સરફરાઝ ખાને સદી ફટકાર્યા બાદ હંમેશની જેમ તેણે આક્રમક ઉજવણી કરી હતી. પરંતુ આ સેલિબ્રેશન દરમિયાન સરફરાઝ ખાન ભાવુક જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આક્રમક બેટિંગ કરતા સરફરાઝ ખાને રણજી ટ્રોફી ફાઇનલમાં સંયમથી બેટિંગ કરી હતી. સરફરાઝે મુશ્કેલ પીચ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
સરફરાઝ ખાને ફાઇનલમાં ધુમ મચાવી
સરફરાઝ ખાને શાનદાર પ્રદર્શન કરતા મધ્ય પ્રદેશની ટીમ સામે મેચના બીજા દિવસે 190 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રણજી સિઝનમાં સરફરાઝ ખાનની આ ચોથી સદી હતી. આ દરમિયાન તેના બેટમાંથી બેવડી સદી પણ નીકળી હતી. સરફરાઝે સૌરાષ્ટ્ર સામે 275 રનની ઇનિંગ રમી હતી.
ચાલુ સિઝનમાં સરફરાઝે ઓડિશા ટીમ સામે 165 રન, ઉત્તરાખંડની ટીમ સામે 153 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે ગોવા, ઉત્તર પ્રદેશની ટીમ સામે અડધી સદી ફટકારી પસંદગીકારોનું ધ્યાન ખેચ્યું હતું.
Sarfaraz Khan Showing his Class in red Ball Cricket. His numbers in Domestic Cricket is mind blowing and average is Classy. Hope to see him very Soon in Indian Team Test Squad. Well Done Sarfaraz Khan Fabulous Century in Ranji Trophy Final 👏. pic.twitter.com/A159MsqYH3
— Ayush Ranjan (@AyushRa15743279) June 23, 2022
સરફરાઝ ખાન છેલ્લી બે સિઝનથી ધમાલ મચાવી રહ્યો છે
તમને જણાવી દઈએ કે સરફરાઝ ખાને સતત બીજી વખત રણજી ટ્રોફી (Ranji Trophy 2022) ની એક સિઝનમાં 900થી વધુ રન બનાવ્યા છે. ગત સિઝનમાં સરફરાઝે 2 સદી અને 2 બેવડી સદીની મદદથી 928 રન બનાવ્યા હતા. ગત સિઝનમાં સરફરાઝે ત્રેવડી સદી પણ ફટકારી હતી. તો આ સિઝનમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કરતા 900 થી વધુ રન બનાવ્યા છે અને તેની એવરેજ ફરી એકવાર 100 થી વધુ છે. સ્પષ્ટ છે કે સરફરાઝ ખાને રણજી ટ્રોફી (Ranji Trophy) માં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે જોઈને હવે ભારતીય ટીમના પસંદગીકારો પણ આ ખેલાડીને ગંભીરતાથી લેશે. સરફરાઝને ક્યારે તક મળે છે તે જોવું રહ્યું.