AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 માં પહેલીવાર મેદાનમાં ઉતરી શકે છે આ 5 ખેલાડીઓ, પોતાના દમ પર મેચ પલટવાની રાખે છે તાકાત

IPL 2026 માં 5 એવા ખેલાડી છે જે પહેલી વાર આ લીગમાં નજર આવી શકે છે અને પોતાની એક અલગ છાપ છોડી શકે છે. આમાં સ્થાનિક ક્રિકેટના ચમકતા સિતારા પણ છે અને ઇન્ટરનેશનલ સર્કિટના ખતરનાક ખેલાડીઓ પણ સામેલ છે.

IPL 2026 માં પહેલીવાર મેદાનમાં ઉતરી શકે છે આ 5 ખેલાડીઓ, પોતાના દમ પર મેચ પલટવાની રાખે છે તાકાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2026 | 6:05 PM
Share

IPL 2026 શરૂ થાય તે પહેલાં કેટલાય નવા ચહેરાઓને લઈને જબરદસ્ત ચર્ચા જોવા મળી રહી છે. દર સીઝનની જેમ આ વખતે પણ કેટલાક એવા ખેલાડીઓ છે, જેઓ પહેલીવાર આ લીગમાં જોવા મળી શકે છે અને આવતાની સાથે જ પોતાની છાપ છોડી શકે છે. આમાં સ્થાનિક ક્રિકેટના ચમકતા સિતારા પણ છે અને ઇન્ટરનેશનલ સર્કિટના ખતરનાક ખેલાડીઓ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, આ તમામ ખેલાડીઓ એકલા હાથે મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે.

Kartik Sharma: ચેન્નાઈ સુપર કિંગ્સે 19 વર્ષના વિકેટકીપર-બેટ્સમેન કાર્તિક શર્મા પર મોટો ભરોસો મૂક્યો છે. રાજસ્થાનના આ યુવા ખેલાડીને 14.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ફ્રેન્ચાઈઝી તેમને કેટલું મહત્વ આપી રહી છે. કાર્તિક આક્રમક બેટિંગ માટે ઓળખાય છે અને ઘરેલું ક્રિકેટમાં તેણે સતત સારા પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટોપ ઓર્ડરમાં ઝડપથી રન બનાવવાની તેની કળા CSK માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Aakib Nabi: દિલ્હી કેપિટલ્સએ જમ્મુ-કશ્મીરના ઝડપી બોલર આકીબ નબીને પોતાની ટીમમાં શામિલ કર્યો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાની ઝડપ અને સ્વિંગથી પ્રભાવિત કર્યા છે. 135 થી 140 km/hr ની ઝડપથી બોલિંગ કરતાં યુવા પેસરે હાલના સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો તેણે તક મળશે તો તે વિપક્ષી બૅટ્સમેનને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Finn Allen: ન્યુઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તે અગાઉ પણ IPL ટીમ RCBનો હિસ્સો રહી ચૂક્યા છે, પરંતુ એક પણ સત્તાવાર મેચ રમી શક્યા નહોતા. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં તેમની ધમાકેદાર બેટિંગે ફરી સાબિત કરી દીધું કે પાવરપ્લેમાં તેઓ કોઈપણ બોલિંગ આક્રમણને તહસ-નહસ કરી શકે છે. એવામાં IPL 2026 તેમના માટે અસલી લોન્ચપેડ બની શકે છે.

Salil Arora: સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સલીલ અરોરા એક રસપ્રદ નામ છે. પંજાબના આ વિકેટકીપર-બેટ્સમેને ઘરેલું T20 ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌને ચોંકાવી દીધા હતા. ઝારખંડ સામેની તેની તોફાની સદી પણ ઘણી ચર્ચામાં રહી હતી. હૈદરાબાદ જેવી આક્રમક ટીમમાં જો તેને તક મળે છે, તો તે ઝડપથી રન બનાવીને મેચનો રંગ બદલી શકે છે.

Allah Ghazanfar: મુંબઈ ઈન્ડિયન્સ પાસે અફઘાનિસ્તાનના યુવા સ્પિનર અલ્લાહ ગઝનફર જેવા રહસ્યમય બોલર છે. તે ગત સીઝનમાં ઈજાના કારણે રમી શક્યા નહોતા, પરંતુ આ વખતે તેમની પાસેથી ઘણી આશાઓ છે. નાની ઉંમરમાં જ તેમણે ટી20 ક્રિકેટમાં શાનદાર વિકેટ લેવાની ક્ષમતા બતાવી છે. તેમની ઈકોનોમી પણ પ્રશંસનીય રહી છે. મુંબઈ જેવી ટીમમાં જો તેમને યોગ્ય તક મળે, તો તેઓ મધ્ય ઓવરોમાં મેચ ફેરવી શકે છે.

IPLમાં સૌથી વધુ ઓરેન્જ કેપ કયા ખેલાડીએ જીતી? વિરાટ અને રોહિતના નામે કેટલી ઓરેન્જ કેપ ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">