IPL 2024 RCB vs GT : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું, સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત

| Updated on: May 04, 2024 | 10:51 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 52માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024 RCB vs GT : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું, સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત
RCB v GT

આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 May 2024 10:48 PM (IST)

    બેંગલુરુએ ગુજરાતને હરાવ્યું

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું, સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત

  • 04 May 2024 10:41 PM (IST)

    કોહલી 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

    આ મેચમાં RCBને વિરાટ કોહલીના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. તેને 11મી ઓવરમાં નૂર અહેમદે આઉટ કર્યો હતો. પૂર્વ કેપ્ટન 42 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 04 May 2024 10:40 PM (IST)

    RCBની પાંચમી વિકેટ પડી

    RCBની પાંચમી વિકેટ પણ પડી. જોશુઆ લિટલ પણ કેમરૂન ગ્રીનને આઉટ કર્યો હતો. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. દિનેશ કાર્તિક સાતમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. 10 ઓવર પછી ટીમનો સ્કોર 112/5 છે.

  • 04 May 2024 10:19 PM (IST)

    RCBનો પાટીદાર આઉટ

    RCBની ઈનિંગ ખોરવાઈ ગઈ છે. જોશુઆ લિટલ ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેમણે રજત પાટીદારને બરતરફ કર્યા. તે માત્ર બે રન બનાવી શક્યો હતો. ગ્લેન મેક્સવેલ પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

  • 04 May 2024 10:13 PM (IST)

    સાત ઓવરમાં RCBનો સ્કોર 100 ને પાર

    સાત ઓવરમાં RCBનો સ્કોર 100 ને પાર, ફાફ ડુ પ્લેસિસની ફિફ્ટી, વિરાટ કોહલીની જોરદાર ફટકાબાજી

  • 04 May 2024 10:12 PM (IST)

    વિલ જેક્સ માત્ર એક રન બનાવી આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બીજો ઝટકો, વિલ જેક્સ માત્ર એક રન બનાવી થયો આઉટ

  • 04 May 2024 10:04 PM (IST)

    ફાફ ફિફ્ટી ફટકારી આઉટ

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પહેલો ઝટકો, ફાફ ડુ પ્લેસિસે ફિફ્ટી ફટકારી થયો આઉટ

  • 04 May 2024 10:00 PM (IST)

    ફાફ ડુ પ્લેસિસે 18 બોલમાં ફટકારી ફિફ્ટી

    ફાફ ડુ પ્લેસિસે 18 બોલમાં ફટકારી ફિફ્ટી, બેંગ્લુરૂમાં મચાવી ધમાલ, મેદાનમાં ચારેકોર ફોર અને સિક્સર ફટકારી

  • 04 May 2024 09:50 PM (IST)

    કોહલી-ફાફ ડુ પ્લેસિસની જોરદાર ફટકાબાજી

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ધમાકેદાર બેટિંગ, વિરાટ કોહલી-ફાફ ડુ પ્લેસિસની જોરદાર ફટકાબાજી

  • 04 May 2024 09:22 PM (IST)

    બેંગલુરુને જીતવા 148 રનનો ટાર્ગેટ

    ગુજરાત ટાઈટન્સને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતવા 148 રનનો ટાર્ગેટ આપ્યો, ગુજરાતે અંતિમ ત્રણ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી

  • 04 May 2024 09:15 PM (IST)

    યશ દયાલે લીધી બીજી વિકેટ

    ગુજરાત ટાઈટન્સને સાતમો ઝટકો, રાહુલ તેવટિયા 35 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ

  • 04 May 2024 09:08 PM (IST)

    રાશિદ ખાન 18 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને છઠ્ઠો ઝટકો, રાશિદ ખાન 18 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ

  • 04 May 2024 09:00 PM (IST)

    રાહુલ તેવટિયાની ફટકાબાજી

    રાહુલ તેવટિયાએ કર્ણ શર્માની ઓવરમાં 19 રન ફટકાર્યા, 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો

  • 04 May 2024 08:41 PM (IST)

    ગુજરાત ટાઈટન્સને પાંચમો ઝટકો

    ગુજરાત ટાઈટન્સને પાંચમો ઝટકો, શાહરુખ ખાન 37 રન બનાવી થયો આઉટ

  • 04 May 2024 08:36 PM (IST)

    ડેવિડ મિલર 30 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને ચોથો ઝટકો, ડેવિડ મિલર 30 રન બનાવી થયો આઉટ, કર્ણ શર્માએ લીધી વિકેટ

  • 04 May 2024 08:28 PM (IST)

    10 ઓવર બાદ ગુજરાત 61/3

    10 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 61/3, શાહરુખ ખાન-ડેવિડ મિલરે સંભાળી બાજી

  • 04 May 2024 08:01 PM (IST)

    કેમરૂન ગ્રીને RCBને ત્રીજી સફળતા અપાવી

    કેમરૂન ગ્રીને RCBને ત્રીજી સફળતા અપાવી , ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, સાઈ સુદર્શન 6 રન બનાવી થયો આઉટ

  • 04 May 2024 07:50 PM (IST)

    શુભમન ગિલ 2 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, શુભમન ગિલ 2 રન બનાવી થયો આઉટ, સિરાજે લીધી વિકેટ

  • 04 May 2024 07:37 PM (IST)

    ગુજરાતને પહેલો ઝટકો

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, સાહા 1 રન બનાવી થયો આઉટ, સિરાજે લીધી વિકેટ

  • 04 May 2024 07:09 PM (IST)

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ 11

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, વિજયકુમાર વૈશક

  • 04 May 2024 07:09 PM (IST)

    ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ 11

    રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, નૂર અહમદ, મોહિત શર્મા, જોશુઆ લિટલ

  • 04 May 2024 07:06 PM (IST)

    બેંગલુરુએ જીત્યો ટોસ, ગુજરાત પહેલા કરશે બેટિંગ

    આજે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરશે.

Published On - May 04,2024 7:05 PM

Follow Us:
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">