AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 KKR vs RCB Score : રોમાંચક મેચમાં KKRએ RCBને એક રનથી હરાવ્યું, રસેલે ત્રણ વિકેટ લીધી

Nirupa Duva
| Edited By: | Updated on: Apr 21, 2024 | 7:42 PM
Share

આજે આઈપીએલ 2024માં ડબલ હેડર મેચ જોવા મળશે.કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ વચ્ચે ડબલ હેડરની પહેલી મેચ રમાશે. આ મેચ કોલકાત્તાના ઈર્ડન ગાર્ડન્સમાં રમાશે. આરસીબી મેચમાં જીત મેળવવા ઉતરશે.

IPL 2024  KKR vs RCB Score : રોમાંચક મેચમાં KKRએ RCBને એક રનથી હરાવ્યું, રસેલે ત્રણ વિકેટ લીધી

આજની પહેલી ડબલ હેડર મેચ કોલકાતામાં રમાવાની છે. જ્યાં ખુબ લુ જોવા મળી રહી છે અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે ખેલાડીઓની ટકકર જોવા મળશે. ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવા માંગશે કારણ કે, સાંજે અહિ બેટિંગ કરવી સરળ રહેશે. કેકેઆર અને આરસીબીની ટીમ આઈપીએલ 2024ની બીજી સીઝનમાં આમને-સામેન થશે. આ પહેલા કેકેઆરે આરસીબીને 7 વિકેટથી હાર આપી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Apr 2024 07:24 PM (IST)

    RCBને સાતમો ઝટકો

    હર્ષિત રાણાએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા સુયશ પ્રભુદેસાઇને આઉટ કર્યો. પ્રભુદેસાઈ 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. દિનેશ કાર્તિક અત્યારે ક્રિઝ પર હાજર છે અને કરણ શર્મા તેને સપોર્ટ કરવા આવ્યો છે. આરસીબીને જીતવા માટે 16 બોલમાં 35 રનની જરૂર છે.

  • 21 Apr 2024 06:56 PM (IST)

    નરીને કેકેઆરને બેવડી સફળતા અપાવી

    સ્પિનર ​​સુનીલ નારાયણે એક જ ઓવરમાં બે વિકેટ લઈને આરસીબીને બેવડો ઝટકો આપ્યો છે. કેમરૂન ગ્રીનને આઉટ કર્યા બાદ નરેને મહિપાલ લોમરરને પણ આઉટ કર્યો છે. લોમરોર ત્રણ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો.

  • 21 Apr 2024 06:56 PM (IST)

    કેમરોન ગ્રીન આઉટ

    KKRના બોલરોએ શાનદાર બોલિંગ કરીને ટીમને મેચમાં પરત લાવી દીધી છે. સુનીલ નારાયણે કેમરૂન ગ્રીનને આઉટ કરીને આરસીબીને પાંચમો ઝટકો આપ્યો છે. ગ્રીન ચાર બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો.

  • 21 Apr 2024 06:48 PM (IST)

    રસેલને મળી બીજી સફળતા

    વિલ જેક્સ બાદ KKRના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે રજત પાટીદારને આઉટ કરીને RCBને બેવડો ઝટકો આપ્યો છે. રજત પાટીદાર 23 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. પાટીદાર અને વિલ જેક્સે શાનદાર બેટિંગ કરીને KKR માટે મુશ્કેલી ઊભી કરી હતી, પરંતુ રસેલે KKRને મેચમાં કમબેક કારવ્યું છે.

  • 21 Apr 2024 06:48 PM (IST)

    વિલ જેક્સે ફિફ્ટી ફટકારી

    વિલ જેક્સ અને રજત પાટીદારે શાનદાર બેટિંગ કરીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. આ સાથે જેક્સે IPLની પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આરસીબીએ નવ ઓવરના અંતે બે વિકેટે 100 રન બનાવ્યા છે.

  • 21 Apr 2024 06:22 PM (IST)

    વિલ જેક્સ દ્વારા શાનદાર બેટિંગ

    વિલ જેક્સે RCBનો હવાલો સંભાળ્યો અને પાવરપ્લેના અંત સુધીમાં, તેઓએ છ ઓવરમાં બે વિકેટે 74 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. તેની સાથે રજત પાટીદાર છ રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

  • 21 Apr 2024 06:15 PM (IST)

    મુંબઈના ચર્ચગેટ BJP ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

    મુંબઈના ચર્ચગેટ સ્થિત બીજેપી કાર્યાલયમાં આગ લાગી, ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ગાડીઓ હાલમાં કાર્યાલયમાં લાગેલી આગ ઓલવવાના પ્રયાસોમાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

  • 21 Apr 2024 06:09 PM (IST)

    કોલકત્તાને બીજી સફળતા

    વરુણ ચક્રવર્તીએ RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીસને આઉટ કરીને KKRને બીજી સફળતા અપાવી. ડુપ્લેસિસ સાત બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. વેંકટેશ અય્યરે ડુપ્લેસીસનો શાનદાર કેચ લીધો હતો. હવે નવા બેટ્સમેન તરીકે રજત પાટીદાર મેદાનમાં ઉતર્યો છે.

  • 21 Apr 2024 05:57 PM (IST)

    KKR vs RCB Live : વિરાટ કોહલી આઉટ

    વિરાટ કોહલી 7 બોલમાં 18 રન બનાવી આઉટ થયો છે. ત્રીજી ઓવરના પહેલા બોલ પર પેવેલિયન પરત ફર્યો છે.યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને વિરાટ કોહલીને પેવેલિયન મોકલીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો. કોહલી સાત બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. જો કે કોહલીએ IPLમાં 250 છગ્ગા પૂરા કર્યા હતા, પરંતુ આ મેચમાં તે પોતાની ઈનિંગ્સને વધુ આગળ લઈ શક્યો નહોતો. હવે વિલ જેક્સ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન ફાફ ડુપ્લેસીસ હાજર છે.

  • 21 Apr 2024 05:55 PM (IST)

    KKR vs RCB Live : 2 ઓવર બાદ આરસીબીનો સ્કોર 27/0

    2 ઓવર બાદ આરસીબીનો સ્કોર 27/0 છે. વિરાટ કોહલી 6 બોલમાં 18 રન બનાવી રમી રહ્યો છે.ડુપ્લેસીસ 6 બોલમાં 7 રન બનાવી રમી રહ્યો છે

  • 21 Apr 2024 05:52 PM (IST)

    KKR vs RCB Live : વિરાટ કોહલીએ સિક્સ ફટકારી

    વિરાટ કોહલીએ બીજી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી

  • 21 Apr 2024 05:45 PM (IST)

    KKR vs RCB Live : આરસીબીની ઇનિંગ્સ શરૂ

    KKR સામે RCBની ઇનિંગ શરૂ થઇ છે અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસ વિરાટ કોહલીની સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો છે. KKR માટે હર્ષિત રાણા બોલિંગ ઓપન કરવા આવ્યો છે.

  • 21 Apr 2024 05:26 PM (IST)

    KKR vs RCB Live : KKRએ RCBને આપ્યો 223 રનનો ટાર્ગેટ

    કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શ્રેયસ અય્યરે અડધી સદી રમીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 120 બોલમાં 223 રનની જરૂર છે.

  • 21 Apr 2024 05:22 PM (IST)

    KKR vs RCB Live : આન્દ્રે રસેલે ચોગ્ગો ફટકાર્યો

    20મી ઓવરના પહેલા અને બીજા બોલ પર આન્દ્રે રસેલે ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 05:20 PM (IST)

    KKR vs RCB Live : કેકેઆરના 200 રન પુરા

    રમનદીપે સિરાજના બોલ પર 2 સિક્સ ફટકારી હતી અને ચોગ્ગાની સાથે કેકેઆરનો સ્કોર 200 રનને પાર થયો છે.

  • 21 Apr 2024 05:16 PM (IST)

    KKR vs RCB Live : રમનદીપ સિંહે સિ્કસ ફટકારી

    રમનદીપ સિંહે 19મી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી, ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 21 Apr 2024 05:15 PM (IST)

    KKR vs RCB Live : રમનદીપ સિંહે ચોગ્ગો ફટકાર્યો

    રમનદીપ સિંહે ક્રિઝ પર આવતા ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ સિક્સ ફટકારી હતી.

  • 21 Apr 2024 05:14 PM (IST)

    KKR vs RCB Live : ક્રિઝ પર રમનદીપ સિંહ અને આન્દ્રે સરેલ

    હવે રમનદીપ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને આન્દ્રે રસેલ તેની સાથે  છે.

  • 21 Apr 2024 05:11 PM (IST)

    KKR vs RCB Live : KKRને છઠ્ઠો ઝટકો લાગ્યો

    કેમેરોન ગ્રીને શ્રેયસ અય્યરને આઉટ કરીને KKRને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. શ્રેયસ 36 બોલમાં 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ગ્રીનની આ બીજી વિકેટ છે.

  • 21 Apr 2024 05:09 PM (IST)

    KKR vs RCB Live :16 ઓવર પછી કોલકાતાની ટીમની સ્થિતિ

    કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 16 ઓવર બાદ 5 વિકેટના નુકસાન પર 155 રન બનાવીને રમી રહી છે. શ્રેયસ અય્યર 40 અને આન્દ્રે રસેલે 6 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 21 Apr 2024 05:06 PM (IST)

    KKR vs RCB Live : શ્રેયસ અય્યરે સિક્સ ફટકારી

  • 21 Apr 2024 04:58 PM (IST)

    KKR vs RCB Live :KKRની ધીમી ઇનિંગ્સ

    સતત વિકેટ પડવાનાના કારણે KKRના રન રેટ પર અસર પડી છે. આન્દ્રે રસેલ અને કેપ્ટન શ્રેયસ ઐયર ક્રિઝ પર હાજર હોવા છતાં RCBના બોલરોએ KKRના બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા છે. KKRએ 16 ઓવરના અંતે પાંચ વિકેટે 155 રન બનાવ્યા છે.

  • 21 Apr 2024 04:54 PM (IST)

    KKR vs RCB Live : શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    15મી ઓવરના પાંચમાં બોલ પર શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 04:51 PM (IST)

    KKR vs RCB Live : કેકેઆરનો સ્કોર 142/ 5

    કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 14 ઓવર બાદ 5 વિકેટે 142 રન બનાવી ચુકી છે. શ્રેયસ અય્યર 31 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે. જ્યારે રેસેલ 2 રન બનાવી રમી રહ્યો છે.

  • 21 Apr 2024 04:43 PM (IST)

    KKR vs RCB Live : રિંકુ સિંહ પેવેલિયન પરત ફર્યો

    લોકી ફર્ગ્યુસને રિંકુ સિંહને આઉટ કરીને KKRને પાંચમો ઝટકો આપ્યો હતો. આ રીતે રિંકુ અને શ્રેયસ અય્યર વચ્ચે ચાલી રહેલી ભાગીદારીનો અંત આવ્યો છે. રિંકુ 16 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુના આઉટ થયા બાદ આન્દ્રે રસેલ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે શ્રેયસ અય્યર હાજર છે.

  • 21 Apr 2024 04:42 PM (IST)

    KKR vs RCB Live : કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 137/4

    કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 13 ઓવર બાદ 4 વિકેટે 137 રન બનાવી ચુકી છે. રિંકુ સિંહ 24 રન બનાવીને અને શ્રેયસ અય્યર 29 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે.

  • 21 Apr 2024 04:40 PM (IST)

    KKR vs RCB Live : રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો

    રિંકુ સિંહે 13મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, રિંકુ સિંહ 15 બોલમાં 24 રન બનાવી રમી રહ્યો છે

  • 21 Apr 2024 04:36 PM (IST)

    KKR vs RCB Live : રિંકુ સિંહે સિક્સ ફટકારી

    રિંકુ સિંહે 12મી ઓવરના પાંચમા બોલ પર સિક્સ ફટકારી

  • 21 Apr 2024 04:34 PM (IST)

    KKR vs RCB Live : કેકેઆરનો સ્કોર 114/4

    11 ઓવર બાદ કેકેઆરનો સ્કોર 114/4 છે. શ્રેયસ અય્યર 18 બોલમાં 23 રન અને રિંકુ સિંહ 7 બોલમાં 8 રન બનાવી રમી રહ્યો છે.

  • 21 Apr 2024 04:32 PM (IST)

    KKR vs RCB Live : શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 04:24 PM (IST)

    KKR vs RCB Live : ક્રિઝ પર રિંકુ સિંહ અને શ્રેયસ અય્યર

    વેંકટેશના આઉટ થયા બાદ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન શ્રેયસ અય્યર હાજર છે.

  • 21 Apr 2024 04:20 PM (IST)

    KKR vs RCB Live : વેંકટેશ અય્યર આઉટ

    કેમરન ગ્રીને વેંકટેશ અય્યરને આઉટ કરીને KKRને ચોથો ઝટકો આપ્યો છે. વેંકટેશે સારી શરૂઆત કરી અને ટીમને કબજે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આઠ બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગયો. વેંકટેશના આઉટ થયા બાદ રિંકુ સિંહ ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે કેપ્ટન શ્રેયસ અય્યર છે.

  • 21 Apr 2024 04:17 PM (IST)

    KKR vs RCB Live : શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    શ્રેયસ અય્યરે  8મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 04:15 PM (IST)

    KKR vs RCB Live : કેકેઆરનો સ્કોર 83/3

    7 ઓવરના અંતે કોલકાતાએ 3 વિકેટના નુકશાન પર 83 રન બનાવી લીધા છે. શ્રેયસ અય્યર 4 બોલમાં 6 રન અને વેંકટેશ અય્યર 5 બોલમાં 11 રન બનાવી રમી રહ્યો છે.

  • 21 Apr 2024 04:13 PM (IST)

    KKR vs RCB Live : શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 04:07 PM (IST)

    KKR vs RCB Live Score :RCBને ત્રીજી સફળતા મળી

    યશ દયાલે નરેનને આઉટ કર્યા બાદ યશે અંગક્રિશ રઘુવંશીને પણ પેવેલિયન મોકલી દીધો છે. રઘુવંશી ચાર બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીને એક હાથે રઘુવંશીનો શાનદાર કેચ લીધો હતો. પાવરપ્લે સમાપ્ત થયા બાદ KKRનો સ્કોર ત્રણ વિકેટે 75 રન છે.

  • 21 Apr 2024 04:06 PM (IST)

    KKR vs RCB Live Score : વેંકટેશ અય્યર ક્રિઝ પર આવ્યો

    વેંકટેશ અય્યર ક્રિઝ પર આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 04:02 PM (IST)

    KKR vs RCB Live Score : કેકેઆરને બીજી ઝટકો

    સુનીલ નારાયણ પેવેલિયન પરત ફર્યો છે.RCBને બીજી સફળતા મળી, સુનીલ નારાયણ આઉટ થયો.યશ દયાલને વિકેટ મળી.

  • 21 Apr 2024 04:01 PM (IST)

    KKR vs RCB Live Score : અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર

    હવે અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર આવ્યો છે અને તેની સાથે સુનીલ નારાયણ રમી રહ્યો છે. 5 ઓવર બાદ કેકેઆરનો સ્કોર 64-1

  • 21 Apr 2024 04:00 PM (IST)

    KKR vs RCB Live Score : સુનીલ નારાયણે ચોગ્ગો ફટકાર્યો

    સુનીલ નારાયણ પાંચમી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 03:56 PM (IST)

    KKR vs RCB Live Score : કોલકાતાને પહેલો ઝટકો

    મોહમ્મદ સિરાજની ત્રીજી ઓવરમાં સોલ્ટને 48 રન પર આઉટ કર્યો છે. 56ના સ્કોર પર કેકેઆરને પહેલો ઝટકો લાગ્યો છે.

  • 21 Apr 2024 03:55 PM (IST)

    KKR vs RCB Live Score : ચોથી ઓવરમાં 6,4,4,6,4,4

    4 ઓવરના અંતે કોલકાતાએ કોઈપણ નુકશાન વિના 55 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ 13 બોલમાં 48 રન અને સુનીલ નારાયણ 11 બોલમાં ચાર રન બનાવીને રમી રહ્યો છે.તેણે ચોથી ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા.

  • 21 Apr 2024 03:52 PM (IST)

    KKR vs RCB Live Score : સોલ્ટે ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 03:43 PM (IST)

    KKR vs RCB Live Score : કોલકાતાનો સ્કોર 2 ઓવર બાદ 23/0

  • 21 Apr 2024 03:42 PM (IST)

    KKR vs RCB Live Score : સોલ્ટે ચોગ્ગો ફટકાર્યો

    સોલ્ટે બીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો

  • 21 Apr 2024 03:35 PM (IST)

    KKR vs RCB Live : કોલકાતાનો સ્કોર 12/0

    કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 1 ઓવર બાદ 12/0 છે,RCB સામે KKRની ઇનિંગની શરૂઆત થઇ છે અને સોલ્ટ અને સુનીલ નારાયણ ટીમ માટે ઇનિંગની શરૂઆત કરવા આવ્યા છે. RCB માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બોલિંગ ઓપન કરવા આવ્યો હતો

  • 21 Apr 2024 03:33 PM (IST)

    KKR vs RCB Live : ફિલિપ સોલ્ટે સિક્સ ફટકારી

    પહેલી ઓવરના બીજા બોલ પર ફિલિપ સોલ્ટે સિક્સ ફટકારી હતી, ત્યારબાદ ચોગ્ગો ફટકાર્યો

  • 21 Apr 2024 03:29 PM (IST)

    KKR vs RCB Live Score : મેચ શરુ

    મેચ શરુ થઈ ચુકી છે. કોલકાત્તામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આરસીબીની ટીમ પહેલા ફિલ્ડિંગ કરી રહી છે. આરસીબીના ખેલાડી સાલ્ટ અને નારાયણ બેટિગ કરી રહ્યા છે.

  • 21 Apr 2024 03:18 PM (IST)

    KKR vs RCB Live Score : થોડી જ વારમાં ટીમ મેદાન પર આવશે

  • 21 Apr 2024 03:17 PM (IST)

    KKR vs RCB Live Score : પ્લેઈંગ-11માં ત્રણ ફેરફાર કર્યા

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે KKR સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ આ મેચ માટે પ્લેઈંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે, જ્યારે કેકેઆરએ ટીમમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. કેમરૂન ગ્રીન, મોહમ્મદ સિરાજ અને કરણ શર્મા RCB ટીમમાં પરત ફર્યા છે.

  • 21 Apr 2024 03:05 PM (IST)

    KKR vs RCB Live Score :આરસીબીએ બોલિંગનો નિર્ણય લીધો

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે KKR સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ આ મેચ માટે પ્લેઈંગ-11માં ત્રણ ફેરફાર કર્યા છે.

  • 21 Apr 2024 02:58 PM (IST)

    KKR vs RCB Live Score : આરસીબીની આજે જીતની જરુર

    આઈપીએલ 2024 સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર આરસીબીને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીત નોંધાવવી જરૂરી છે.

  • 21 Apr 2024 02:50 PM (IST)

    KKR vs RCB Live Score : ટીમ આ સિઝનમાં ખરાબ સ્થિતિમાં

    આરસીબીની બોલિંગ આ સિઝનમાં ખરાબ સ્થિતિમાં રહી છે. સિરાજ, વિજય કુમાર, અલઝારી જોસેફ અને યશ દયાલ કંઈ ખાસ કરી શક્યા નથી. ટીમને એક સારા સ્પિનરની પણ ખોટ છે. ટીમ આ મેચમાં પણ કોઈપણ ફેરફાર કર્યા વગર પ્રવેશી શકે છે.

  • 21 Apr 2024 02:30 PM (IST)

    KKR vs RCB Live Score :બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

    કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ, સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર/નીતીશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, મહિપાલ લોમરોર, અલઝારી જોસેફ, વિજયકુમાર વિશાક, મોહમ્મદ સિરાજ

  • 21 Apr 2024 02:22 PM (IST)

    IPL 2024 : KKR vs RCB Live Score : આજે આઈપીએલ 2024માં ડબલ હેડર મેચ

    કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુ વચ્ચે ડબલ હેડરની પહેલી મેચ રમાશે. આ મેચ કોલકાત્તાના ઈર્ડન ગાર્ડન્સમાં રમાશે. આરસીબી મેચમાં જીત મેળવવા ઉતરશે. બીજી મેચ ગુજરાત અને પંજાબ વચ્ચે રમાશે.

Published On - Apr 21,2024 2:21 PM

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">