બાબર આઝમને IPL 2023 ની શરુઆત પહેલા ઈર્ષાના સૂર! ગજબ તર્ક લગાવતા બતાવ્યુ ખેલાડીઓને ફાયદો નહી
પાકિસ્તાનના ખેલાડીઓને IPL માં સ્થાન આપવામાં આવતુ નથી. પરંતુ હવે સિઝનની શરુઆત પહેલા બાબર આઝમે આઈપીએલ કરતા વધારે સારી લીગ બિગ બેશ ગણાવી દીધી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની આગામી સિઝન શરુ થવા આડે હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટ લીગમાં દુનિયાભરના ક્રિકેટરો પોતાનો દમ દેખાડતા હોય છે. આગામી સપ્તાહ બાદ વિશ્વભરના ખેલાડીઓ પોતાની ફ્રેન્ચાઈઝીઓ સાથે જોડાવવા માટે ભારત આવવાની શરુઆત કરશે. આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓ પોતાની ટીમના ખેલાડીઓને માટે ટૂર્નામેન્ટ અગાઉ અભ્યાસ સત્ર યોજશે. જોકે આ દમદાર માહોલ ભરી સિઝનની શરુઆત પહેલા પાકિસ્તાનમાં જલન થવા લાગી છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમે આવો જ કંઈક સૂર રેલાવ્યો છે.
બાબર આઝમ હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે. પીએસએલમાં હાલમાં પ્લેઓફ તબક્કો રમાઈ રહ્યો છે. બાબર પેશાવર જાલ્મી ટીમનો કેપ્ટન છે અને એલિમિનેટર મેચ ગુરુવારે તેની ટીમ રમનારી છે. આ પહેલા તેણે આઈપીએલને લઈ કંઈક અલગ જ વાત રજૂ કરી છે. તેના મને બિગ બેશ લીગ વધુ સારી છે. બાબરે હદ વટાવતા કહ્યુ કે, આઈપીએલથી ખેલાડીઓને કોઈ જ ફાયદો થતો હોતો નથી.
લ્યો, બિગ બેશ લીગ વધારે સારી!
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પર આમ તો હાલમાં ખૂબ સવાલો થઈ રહ્યા છે. તે પોતાની કેપ્ટનશિપને લઈ સવાલોમાં ઘેરાયેલો છે. આવા સમયે તેને પોતાને રમવાનો કોઈ અનુભવ નથી એવી લીગ વિશે તેણે પ્રતિક્રિયા આપી હતી. બાબરે પોતાની પસંદગીની લીગ બિગ બેશ હોવાનુ ગણાવ્યુ હતુ. તેણે આઈપીએલને લઈને જલન થઈ રહી હોવાની અસર દેખાતી હોય એમ લાગી રહ્યુ હતુ.
બાબરે કહ્યું, ‘મને IPL કરતાં બિગ બેશ લીગ વધુ ગમે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં માત્ર એશિયન કંડિશન્સ ઉપલબ્ધ છે, પરંતુ બિગ બેશ લીગમાં પિચો અલગ છે, ખૂબ જ ઝડપી હોય છે જ્યાં રમીને ઘણું શીખવા મળે છે.
ભારતીય ફેન્સ ભડક્યા
જે રીતનુ નિવેદન બાબરે કર્યુ છે, જેની પર ભારતીય ફેન્સ ભડક્યા છે. એક તો બાબરને ના તો બિગ બેશ લીગનો અનુભવ ધરાવે છે કે, આઈપીએલના અનુભવનુ તો તેને માટે શક્ય જ નથી. આમ છતાં તેની પસંદ ના પસંદ ભર્યા નિવેદન પર ભારતીય ચાહકોએ ટ્રોલ કરી દીધો હતો. તો વળી કેટલાકે તો બાબરને ટ્રોલ કરી દીધો હતો. પાકિસ્તાની ખેલાડીઓ આઈપીએલમાં રમવા માટે મરતા હોવાનુ પણ ઘણાં એ સંભળાવી દીધી હતી. પાકિસ્તાનમાં આઈપીએલને લઈ થતા ક્રિકેટરોના ફાયદાઓની પણ અગાઉ ચર્ચા થઈ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં પાકિસ્તાનના ખેલાડીઓને રમવા પર પ્રતિબંધ છે. પાકિસ્તાનના ખેલાડીઓને રાજનીતિક સંબંધોના તણાવ બાદ પ્રતિબંધીત કરી દેવામાં આવ્યા હતા. આ પહેલા વર્ષ 2008માં રમાયેલી પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ખેલાડીઓને રમતમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. ત્યાર બાદથી પાકિસ્તાનના ખેલાડીઓને સ્થાન આપવાનુ બંધ કરી દેવામાં આવ્યુ હતુ.