AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: એક ઓવરમાં 35 રન પડ્યા તો મજાક બની ગયો, હવે 2 સપ્તાહમાં જ ઘાતક બોલીંગ વડે મચાવી ધમાલ

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સ (Daniel Sams) કે જેના માટે IPL 2022 ઉતાર ચડાવ વાળુ સાબિત થયું, જ્યાં તેણે બે અઠવાડિયાના ગાળામાં બે મેચ રમી અને તળેટી થી ટોચ સુધી પહોંચ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 10:50 AM
Share
રમત ગમે તે હોય, દરેક ટીમ કે ખેલાડીએ સારો અને ખરાબ સમય જોવો જ પડે છે. ખાસ કરીને આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં મોટા ભાગના દિવસોમાં ઘણા ખેલાડીઓએ એકસાથે ખરાબ સમયમાંથી પસાર થવું પડતું હોય છે કારણ કે આ રમતનો મૂડ હોય છે અને જો કોઈને તેના વિશે શંકા હોય તો તે છે મુંબઈ ઈન્ડિયન્સના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સ. જેના માટે IPL 2022 ઉતાર ચડાવ વાળુ સાબિત થયું, જ્યાં તેણે બે અઠવાડિયાના ગાળામાં બે મેચ રમી અને તળેટી થી ટોચ સુધી પહોંચ્યો.

1 / 4
ગુરુવારે 21 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને ટીમ માત્ર 155 રન બનાવી શકી હતી. આવી સ્થિતિમાં જો મુંબઈને જીતવું હોય તો તેને શાનદાર બોલિંગમાં મજબૂત પ્રદર્શનની જરૂર હતી અને તે ડાબોડી ફાસ્ટ બોલર સેમ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે દરેક ઓવરમાં એક વિકેટ લઈને મુંબઈને મેચમાં જાળવી રાખ્યું હતું.

2 / 4
સેમ્સે ચેન્નાઈની ઈનિંગના પહેલા જ બોલ પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ લીધી હતી અને પછી ત્રીજી ઓવરમાં મિશેલ સેન્ટનરને પેવેલિયન પરત કર્યો હતો. ત્યારપછી જ્યારે ચેન્નાઈની ઈનિંગ્સ વધુ મજબૂત થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે સેમસે 13મી ઓવરમાં શિવમ દુબે અને 15મી ઓવરમાં અંબાતી રાયડુની વિકેટ લીધી હતી. એટલે કે બધી મોટી વિકેટ. આ રીતે તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

3 / 4
જ્યારે રોહિત શર્માએ આ મેચ માટે સેમ્સના નામની જાહેરાત કરી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેનું કારણ હતું 15 દિવસ પહેલા થયેલી જબરદસ્ત ધુલાઈ. 6 એપ્રિલના રોજ, કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં, સેમ્સને એવી રીતે ધોવામાં આવ્યો હતો કે તેના ફરીથી આઈપીએલમાં રમવાની કોઈ આશા નહોતી. સેમ્સના પોતાના જ દેશના દિગ્ગજ ક્રિકેટર પેટ કમિન્સે તેની એક ઓવરમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 35 રન ફટકારીને મેચ પૂરી કરી હતી. ત્યાર બાદ સેમ્સને સતત 3 મેચમાં બહાર બેસવું પડ્યું હતું.

4 / 4

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">