સુરતના ઓલપાડ વિસ્તારમાં સિંચાઈ માટે પૂરતા પ્રેશરથી પાણી ન મળતા ખેડૂતો વિફર્યા હતા, જ્યાં માઇનોર કેનાલમાં પાણીનો અભાવ રહેતા ખેડૂતોએ કેનાલ પરનો હેડ તોડી તેને ખુલ્લી કરી દીધી હતી. આ દરમિયાન સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ખેડૂતોનું ઘર્ષણ પણ થયું હતું. ખેડૂતોની માંગ છે કે પૂરતા પ્રેશર સાથે પાણી આપવામાં આવે, કારણ કે સિંચાઈના અભાવે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
23 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગલાની નિમણૂંક
આજે 23 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 23 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દશકો સુધી મા ભારતીનું યોગ્ય સન્માન અને ગૌરવ ઉપેક્ષિત થતા રહ્યાંઃ CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ રજુ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગીતમાં ભારત માતાની જળ, ફળ અને ધન-ધાન્યથી છલકતી, વિદ્યાદાયીની સરસ્વતી, સમૃદ્ધિ દાયીની માં લક્ષ્મી અને અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરનારી મા દુર્ગા તરીકેની જે ભક્તિ વંદના કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં વંદે માતરમ ગીતની રચનાથી લઈને 1950માં બંધારણ સભાએ આ ગીતને “જન ગણ મન” રાષ્ટ્ર ગીતની સમાન દરજ્જો આપ્યો ત્યાં સુધીના રોમાંચક ઈતિહાસની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશની આઝાદી માટે અનેક નામી-અનામી સપૂતો વંદે માતરમનો નારો લગાવતાં લગાવતાં ફાસીને માંચડે ચડ્યા હતા અને સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ ગીતની પ્રેરણાથી દેશ વાસીઓમાં ભારત માતા માટે કુરબાન થઈ જવાની ભાવના અને ભારત ભક્તિ ઉજાગર થયા હતાં. આવા ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ભારતને ગુલામીથી આઝાદી મળી પરંતુ દશકો સુધી મા ભારતીનું યોગ્ય સન્માન અને ગૌરવ ઉપેક્ષિત થતા રહ્યાં હતાં.
-
હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, મંગળવારે થશે મિશ્ર ઋતુનો થશે અનુભવ
હવામાન વિભાગે કરી રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉતર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે વાવાઝોડા સાથે માવઠાની શકયતા છે. જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા માવઠું રહેશે. અરવલ્લી, ભરૂચ, તાપી, સુરત, નર્મદા માવઠાની આગાહી કરવામાં આવી છે. 24 ફેબ્રુ.થી મિશ્ર ઋતુની અસર રહેશે. બપોરે મહતમ તાપમાન 34 ડિગ્રી રહેશે. લઘુતમ તાપમાન 18 થી 20 ડિગ્રી રહેશે.
-
-
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગલાની નિમણૂંક
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હારિત શુક્લના સ્થાને અમદાવાદના પૂર્વ કલેકટર સંદિપ સાંગલાની નિમણૂક કરી છે.

-
બરડા ડુંગરમાં નશાના નેટવર્કને તોડવા SPની આગેવાનીમાં પોલીસે પાડ્યા દરોડા
દેવભૂમિદ્વારકામાં ભાણવડના બરડા ડુંગરમાં નશાના નેટવર્કને તોડવા SP જયરાજસિંહ વાળાની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. DYSP વી.પી. માનસેતા, LCB અને સ્થાનિક પોલીસની ટીમે પહાડી વિસ્તારોમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ડુંગરાળ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની બે મોટી ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી પોલીસ ટીમે સંપૂર્ણ નાશ કર્યો. 4400 લિટર આથો અને 24 બેરલ સહિત અંદાજે 1 લાખ 20 હજારનો મુદ્દામાલ સ્થળ પર જ નષ્ટ કરાયો. પોલીસની આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ સાથે મુખ્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા. બુટલેગર સુકા પરબત મોરી અને ભાયા વાઘા રબારી સામે ગુનો દાખલ, પોલીસ દ્વારા શોધખોળ તેજ કરાઈ. પોલીસે બેરલ તોડ્યા, આથો ઢોળ્યો અને દારૂના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ.
-
મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો
મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ખાનપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. વરસાદી ઝાપટું થતા ખેડૂતોને મુશ્કેલી થઈ શકે છે.
-
-
રાજકોટનું જંગલેશ્વર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતોઃ હર્ષ સંઘવી
રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, જંગલેશ્વર વિસ્તાર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. ખાસ કરીને મોટાભાગના લોકો ભાડેથી રહેતા હતા. કબ્જા કરી લોકો પ્લોટ ભાડે આપતા હતા. જે લોકોના પોતાના મકાનો હતા તે નાના દેખાયા હતા પણ આલીશાન હતા. જંગલેશ્વરમાંથી ટૂંકાગાળામાં ખૂનના 8 આરોપી અને મારામારીના કેસમાં 68, બળાત્કાર-અપહરણ કેસમાં 19 આરોપી ઝડપાયા છે. ગેરકાયદેસર મંડળીના 80થી વધુ આરોપી પકડવામાં આવ્યા છે.
જંગલેશ્વર વિસ્તારમાંથી 472 કિલો ગાંજો પકડાયો હતો અને ડ્રગ્સના 8 આરોપી ઝડપાયા છે. ગેરકાયદેસર કબજો કર્યો હશે તો સાફ થશે. આવતીકાલ સાંજ સુધીમાં ફેઝ – 1ની તમામ કામગીરી પૂર્ણ થશે. ફેઝ – 1ની કામગીરી પૂર્ણ થયા બાદ લોકોની સુવિધાઓ માટે સુવિધા કરાશે
-
ગુજરાતમાં આગામી 31 મે સુધી સમગ્ર રાજ્યમાં જળ સંચયનું મહાઅભિયાન હાથ ધરાશે
ગુજરાતમાં આજથી આગામી 31મી મે સુધી જળ સંચય મહાઅભિયાનનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. જળ સંગ્રહ અને સંચય ક્ષમતા વધારવા માટે રાજ્યમાં તાલુકા દીઠ ઓછામાં ઓછા 10 તળાવને ઊંડા કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. હયાત તળાવો ઊંડા કરવા- ચેકડેમ ડીસીલ્ટીંગ- નહેરો તથા કાંસની મરામત-સાફ સફાઈ અને જાળવણી- રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો રાજ્ય સરકારના 6 જેટલા વિભાગો દ્વારા લોક ભાગીદારીથી કરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાનથી આઠ વર્ષમાં 1 લાખ 22 હજારથી વધુ કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ ૩39 હજાર લાખ ઘન ફૂટ વધારો થયો છે.
-
ગુજરાત સરકાર, રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં 2 લાખ લોકોની કરાશે ભરતીઃ હર્ષ સંઘવીની જાહેરાત
ગુજરાતમાં સરકારી ભરતીઓને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. ગુજરાતમાં સરકારી ભરતીઓને લઈને રાજ્ય સરકારનું ખૂબ મોટુ આયોજન હોવાનુ જણાવ્યું હતું. આગામી વર્ષ 2033 સુધીમાં 2 લાખથી વધુ ભરતીઓ કરવાનું અ રાજ્ય સરકારે પ્લાનિંગ કરી લીધું છે તેમ હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું.
-
દાહોદના સિંગવડના પહાડ ગામે 5 વર્ષના બાળકને શ્વાને ભર્યા બચકાં
દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. શ્વાન કરડતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. સિંગવડ તાલુકાના પહાડ ગામમાં બની ઘટના. શ્વાન 5 વર્ષીય બાળક વનરાજ ગિરિશભાઈ મકવાણાને કરડ્યુ હતું. ઘરની બહાર નીકળતા જ શ્વાને કર્યો બાળક પર હુમલો. પહેલા હાથના ભાગે બચકા ભર્યા અને ત્યારબાદ માથાના ભાગે બચકા ભરતા બાળક થયો ગંભીર રીતે ઘાયલ. બાળકને તાત્કાલિક સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈને પરિવાર જનો માં રોષ
-
જંગલેશ્વરમાંથી 120 ટ્રેકટરની મદદથી બે દિવસમાં કાટમાળ દૂર કરાશે, સપ્તાહમાં ટીપીના રોડનું કરાશે ખાતમુર્હત
રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાંજ સુધીમાં દબાણગ્રસ્ત તમામ મિલ્કતોનું ડિમોલેશન થઇ જશે. બે દિવસમાં 120 જેટલા ટ્રેકટરોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવશે. એક સપ્તાહમાં ટીપીના રોડનું ખાતમુર્હત કરવામાં આવશે. ચોમાસા પહેલા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
-
ખીસ્સામાં રાખેલો મોબાઈલ ફાટ્યો, આગ લાગતા પેન્ટનો ભાગ સળગ્યો
ખેડા તાલુકાના ચાંદણા ગામની સીમમાં આવેલા એક ઈંટ ભઠ્ઠા પર મજૂરી કામ કરી રહેલા યુવક સાથે બની ઘટના. યુવક પોતાનો મોબાઈલ ફોન પેન્ટના ખિસ્સામાં મૂક્યો હતો. કામ દરમિયાન અચાનક જ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ફોન સળગવા લાગ્યો હતો. આગની તીવ્રતા એટલી હતી કે યુવકના પેન્ટનો ભાગ સળગી ગયો. ખિસ્સામાં આગ લાગવાને કારણે યુવકને શરીરના પાછળના ભાગે અને ગુપ્ત ભાગની આસપાસ સામાન્ય ઈજાઓ પહોંચી છે.
-
અમદાવાદમાં NRI યુવકને જાનૈયાઓએ માર્યો માર, મામલો પહોચ્યો પોલીસ મથકે
NRI યુવકને જાનૈયાઓએ માર માર્યો. કારને જવા માટે જગ્યા માંગતા માર્યો માર. NRI યુવકના પિતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં,જાનૈયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. નિકોલ પોલીસે વિવિધ ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.
-
પાલનપુર જિલ્લા જેલમાં કસ્ટોડિયલ ડેથનો કેસ, જામીન અરજી ના મંજૂર થતા કર્યો આપઘાત
બનાસકાંઠાના પાલનપુર જિલ્લા જેલમાં કસ્ટોડિયલ ડેથનો કિસ્સો બન્યો છે. દાંતા તાલુકાનો આરોપીને ગુનાના કામે જેલમાં મુકાયો હતો. જામીન અરજી ના મંજૂર થતા કરી લીધો જેલમાં આપઘાત. પાલનપુર પૂર્વ પોલીસે મૃતદેહને સિવિલમા ખસેડ્યો.
-
ગિરનાર પર્વતની ચોથી ટુંક પર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવનારની અટકાયત
જૂનાગઢ ગિરનાર પર્વતની ચોથી ટુંક પર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવી સુત્રોચ્ચાર કરવાનો મામલો. ભવનાથ પોલીસે અનુરાગ નૈમીનાથ જૈન ( જૂનાગઢ) વાળાની કરી અટકાયત. ગિરનાર પર્વતની ચોથી ટુંક નાથ સંપ્રદાયની ઓઘડ ટૂંક છે. ગત 8 ફેબ્રુઆરી 2026 ના રોજ સોમનાથ બાપુ દ્વારા નોંધાવી હતી ફરિયાદ. બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કરવામા આવ્યુ હતુ કૃત્ય પોલીસે અનુરાગ નૈમીનાથ જૈન ની અટકાયત કરી તેની સાથે બીજી કેટલી વ્યક્તિ ઓ સામેલ હતી તે દીશામા તપાસ હાથ ધરી છે
-
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારતની એડવાઈઝરી
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે પોતાના નાગરિકોને ઈરાન છોડવા સૂચના આપી. કોઈપણ રીતે ઈરાનમાંથી બહાર નીકળવા સૂચના આપી. દૂતાવાસે ઈરાન છોડવામાં કોઈ મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો. અમેરિકા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા છે.
-
ગુજરાત યુનિવર્સિટીમાં RSSની પ્રદર્શનીમાં ભારે વિરોધ
ગુજરાત યુનિવર્સિટીમાં RSSની પ્રદર્શનીમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. NSUI કાર્યકરોએ પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો. NSUI કાર્યકરોએ અટલ કલામ બિલ્ડિંગ પાસે દેખાવો કર્યા. RSS, આંબેડકર અને સરદાર પટેલ વિશે પોસ્ટર લાગ્યા હતા. NSUIએ જણાવ્યુ કે શૈક્ષણિક સંસ્થામાં RSSના વિચારો થોપવાનો પ્રયાસ થઇ રહ્યા છે. અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર હોવાનો NSUI આક્ષેપ છે. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જણાવ્યું.
-
દારૂબંધી વચ્ચે અમદાવાદ સિવિલને મળી લિકર પરમિટ માટે અધધ અરજીઓ
દારૂબંધી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ માટે મોટી સંખ્યામાં અરજીઓ મળ્યાનો ખુલાસો થયો છે. ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે 21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન 1248 નવી અરજીઓ મળી હતી અને આ જ અવધિમાં 5922 અરજીઓ રિન્યુ માટે આવી હતી. આમ બે વર્ષમાં કુલ 7170 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 7045 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી જ્યારે 29 અરજીઓ અન્ય કારણોસર નામંજૂર કરવામાં આવી હોવાનું ગૃહમાં જણાવાયું હતું.
-
સુરતઃ ઓલપાડમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો વિફર્યા
-
અમદાવાદઃ ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે, જ્યાં શાળાને CBSE બોર્ડમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાના નિર્ણયનો પણ કડક વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં જવા દબાણ કરાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાલીઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં ખસેડવા તૈયાર નથી અને તેમણે Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)ને સાથે રાખી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે.
-
સુરતઃ ડિંડોલી વિસ્તારમાં પાણી ચોરી કૌભાંડનો આક્ષેપ
સુરતના ડિંડોલી વિસ્તારમાં પાણી ચોરી કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે, જ્યાં AAPના કાર્યકરો અને સ્થાનિકોએ રેડ કરીને ગેરકાયદે બોરવેલ બનાવી પાણીની ચોરી થતી હોવાનો આરોપ લગાવ્યો છે; દાવા મુજબ આ પાણી કાઠી ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરવામાં આવતું હતું અને અગાઉ પણ સ્થાનિકોએ પાણી ચોરી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, છતાં અધિકારીઓની રહેમનજર હેઠળ આ કૌભાંડ ચાલુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
-
રાજ્ય સરકારે 2 ખાનગી કંપની પાસેથી વીજળી ખરીદવા પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા
-
PMJAY યોજનામાં જરૂર વગર સારવાર લેતા હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર
ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ગેરરીતિઓ અંગે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે કેટલીક જગ્યાએ જરૂર ન હોવા છતાં દર્દીઓને સારવાર અપાઈ અને યોજનાનો લાભ લેવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીએ ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે જામનગરમાં આવેલી જામનગર ક્રિટિકલ કેર સેન્ટરમાં જરૂર ન હોવા છતાં સારવાર બતાવીને રૂ. 8,69,470 નો ક્લેમ લેવામાં આવ્યો હતો. ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરાઈ અને રાજ્ય સરકારે ફાળવેલા નાણાં પરત લેવામાં આવ્યા હોવાનું પણ મંત્રીએ સ્વીકાર્યું હતું.
-
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધનસુરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાથી ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. સવારથી વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતિત છે.
-
ભરૂચઃ માવઠાના કારણે ઉભા પાકને ભારે નુકસાન
ભરૂચઃ માવઠાના કારણે ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. ઘઉં, તુવેર, અને કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. વાદળછાયા વાતાવરણના કારણે પાકમાં ફૂગ આવવાનો ભય છે. ખેડૂતોને કેરીના પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની કૃષિ નિષ્ણાતોની સલાહ છે.
-
વિધાનસભાના 8માં સત્રનો આજે છઠ્ઠો દિવસ
ગાંધીનગરમાં વિધાનસભાના 8મા સત્રના છઠ્ઠા દિવસે બપોરે 12 કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીથી વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થશે, જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ અને સંસદીય બાબતોના પ્રશ્નોની ચર્ચા થશે; પ્રશ્નોત્તરી બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિયમ 120 મુજબ વંદે માતરમ સંકલ્પ લઈને ગૃહ સમક્ષ આવશે અને વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા 90 મિનિટ સુધી ગૃહમાં તેની ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો ત્રીજો અને છેલ્લો દિવસ યોજાશે.
-
કચ્છઃ અકસ્માત બાદ ગેસ લિકેજથી દોડધામ
કચ્છમાં સામખીયાળી ટોલ નાકા નજીક ગેસ ભરેલા ટેન્કર સહિત ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક ગેસ લિકેજ પર કાબૂ મેળવી અને ફસાયેલા ડ્રાઈવરને 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો, અકસ્માતને કારણે સાવચેતી રૂપે હાઇવેનો એક બાજુનો ભાગ 2 કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો.
-
સુરત: કતારગામમાં જ્વેલર્સની પેઢીમાં ત્રાટક્યો તસ્કર
સુરત: કતારગામમાં જ્વેલર્સની પેઢીમાં તસ્કર ત્રાટક્યો. 1.30 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ. કુલ 12 લાખ 26 હજારના મુદ્દામાલની ચોરી થઇ. ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ છે. તસ્કરે મોઢે રૂમાલ બાંધી ચોરીને અંજામ આપ્યો હતો.
-
સુરતઃ સગીરા પર દુષ્કર્મના કેસમાં ઝડપાયો આરોપી
સુરતઃ સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી ઝડપાયો. પીડિતાની માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 વર્ષથી આરોપી સગીરાનું શોષણ કરતો હોવાનો આરોપ છે. આરોપી સામે અગાઉ પણ ચોરી અને પોક્સોનો ગુનો નોંધાયો છે.
-
ભરૂચઃ અંકલેશ્વરના વાતાવરણમાં ફરી એકવાર પલટો
ભરૂચઃ અંકલેશ્વરના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો. 3 દિવસ પૂર્વે પણ માવઠું થયું હતું.
-
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન અંગે હાઇકોર્ટમાં અરજી
સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને વિવિધ 3 અરજી પર સુનાવણી હાથ ધરાશે, જેમાં રાજકોટના જંગલેશ્વરની 87,000 ચોરસ મીટર વિસ્તારના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ બુલડોઝર મારફતે કાર્યવાહી કરી છે; વિસ્તાર ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યો હોવાનું દાવો કરવામાં આવ્યું છે, અને વિવિધ અરજી પર વચગાળાની રાહત ન મળતા સરકારે કાર્યવાહી શરૂ કરી છે, જેથી ગેરકાયદે દબાણ દૂર થવાથી પૂર સહિતની સમસ્યામાંથી રાજકોટ વાસીઓને મુક્તિ મળશે, અને થોડા સમય પછી હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.
-
Stock Market News : IDFC First Bankના શેરમાં 20 ટકાનો ઘટાડો
IDFC First Bankના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ઘટાડાનું કારણ ₹590 કરોડના કૌભાંડના અહેવાલ છે. હજુ પણ ઘટાડો થશે, ₹62 પર સપોર્ટ સાથે. સ્વિંગ ટ્રેડિંગ માટે ઉત્તમ તક માનવામાં આવી રહી છે.

-
ભરૂચઃ અંકલેશ્વરમાં ભડકોદ્રામાં સોલિડ વેસ્ટ નિકાલની સાઈટમાં આગ
ભરૂચઃ અંકલેશ્વરમાં ભડકોદ્રામાં સોલિડ વેસ્ટ નિકાલની સાઈટમાં આગ લાગી. ધુમાડાના પગલે વાયુ પ્રદુષણનો ખતરો જોવા મળ્યો. ગત 11 ફેબ્રુઆરીએ પણ અહીં આગ ફાટી નિકળી હતી. તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની માગ છે.
-
Stock Market News : નિફ્ટીની આજની સંભવિત દિશા-ઉપર રહેશે
નિફ્ટીની આજની સંભવિત દિશા-ઉપર રહેશે.

-
બનાસકાંઠાઃ વડગામના છાનિયાણામાં પતિએ પત્નીની કરી હત્યા
બનાસકાંઠાઃ વડગામના છાનિયાણામાં પતિએ પત્નીની હત્યા કરી. ખોટા વહેમમાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી. હત્યા બાદ મૃતકના પરિવારને એટેક આવવાનું કહી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પતિ રાયચંદભાઈ ઓડે પોલીસ સમક્ષ હત્યાની કબુલાત કરી. બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી.
-
અમદાવાદમાં સીઝનમાં પ્રથમવાર 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદમાં સીઝનમાં પ્રથમવાર 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી, અઠવાડિયા સુધી રાત્રે ઠંડી અને દિવસે ગરમી રહેશે. 7 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીથી વધુ છે. રાજકોટ અને અમરેલીમાં મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી, અમદાવાદ અને સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરા અને ભુજમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી છે.
-
મેક્સિકોઃ ડ્રગ્સ માફિયા એલ.મેંચોના મોત બાદ સમગ્ર શહેરમાં ભડકી હિંસા
મેક્સિકોમાં વોન્ટેડ ડ્રગ્સ માફિયા એલ.મેન્ચો લશ્કરી કાર્યવાહીમાં ઠાર કરાયો છે. જોકે એલ.મેન્ચોના મોત બાદ સૌથી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે.. દ્રશ્યો જોઇને લાગશે કે મેક્સિકોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે.. જુઓ આ દ્રશ્યો.. ડ્રગ માફિયાની હત્યા બાદ, જેલિસ્કો, ગુઆનાજુઆટો, નાયરિટ, મિચોઆકન અને તામૌલિપાસમાં બસો, ટ્રક અને કારને આગને હવાલે કરી દેવામાં આવી છે.. એટલું જ નહીં એરપોર્ટ પર પણ ડ્રગ્સ માફિયાના સમર્થકોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. અંધાધૂંધ ગોળીબારને પગલે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઇ. તો પ્લેનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
-
નેપાળમાં પેસેન્જર બસ નદીમાં પડી, 18 લોકોના મોત
નેપાળના ધાડિંગમાં એક પેસેન્જર બસ નદીમાં પડી જતાં 18 લોકોના મોત થયા. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
-
અમરેલી : દારૂના દૂષણથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ
અમરેલીના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે દારૂના દૂષણથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો. દેતડ ગામે દારૂના બેફામ વેચાણને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો અને તેમણે મોટી સંખ્યામાં એકત્ર થઇ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. ગામના સરપંચ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ દારૂ બંધ કરાવી બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી. ગ્રામજનોએ કહ્યું કે બુટલેગરોના ત્રાસને કારણે ગામમાં બહેનો-દીકરીઓએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોએ 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા અલ્ટીમેટમ આપ્યું. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.
-
જૂનાગઢ : કીર્તિ પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર
જૂનાગઢમાં 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાયેલી કીર્તિ પટેલને અદાલતે એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ અદાલતે એક દિવસનો જ રિમાન્ડ મંજૂર કર્યો છે. આ કેસમાં કીર્તિ પટેલ ક્યાં છુપાઈ હતી અને તેને કોણે આશરો આપ્યો હતો તે મુદ્દે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ કીર્તિ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ હાલ ક્યાં છુપાયા છે તેની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગે ગુનો નોંધાયો છે. પોલીસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આરોપસર કીર્તિ પટેલની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં કુલ ત્રણ ગુના નોંધાયેલા છે. અન્ય બે ગુનાઓમાં પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
-
આજે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
આજે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાશે. જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાશે. જંગલેશ્વરના કુલ 1498 મકાનો પરતંત્રનું બુલડોઝર ફરશે. કુલ 1498 પૈકી 700થી વધુ અસરગ્રસ્તોએ મકાન ખાલી કર્યા. દબાણ હટાવ કામગીરી પહેલા તમામ ઘરના વીજ કનેક્શન કાપી નંખાયા. PGVCL, RMC અને પોલીસની ટીમ તૈનાત છે.
Published On - Feb 23,2026 7:28 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?