India Vs Afghanistan T20 Asia Cup LIVE Score Highlights: વિજય સાથે ભારતે એશિયા કપની સફર પુરી કરી, અફઘાનિસ્તાન સામે 101 રને જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 10:56 PM

India vs Afghanistan Asia Cup 2022 Live Score Highlights: ભારત અને અફઘાનિસ્તાન બંને સુપર 4ની રેસમાંથી બહાર છે

India Vs Afghanistan T20 Asia Cup LIVE Score Highlights: વિજય સાથે ભારતે એશિયા કપની સફર પુરી કરી, અફઘાનિસ્તાન સામે 101 રને જીત
ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટનો અંત જીત સાથે કરવા ઈચ્છશે

એશિયા કપ 2022માં આજે ભારતીય ટીમ અફઘાનિસ્તાન (India vs Afghanistan)સામે ટકરાશે. આ બંને ટીમો ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચ તેના માટે એક ઔપચારિકતા છે અને તે જીત સાથે તેની સફર સમાપ્ત કરવા માંગે છે. છેલ્લી બે મેચમાં ભારતનો પરાજય થયો છે. સુપર 4 ની પ્રથમ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં શ્રીલંકા સામે પરાજય થયો હતો. બીજી તરફ બુધવારે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાન (Afghanistan)ને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs AFG: આજની પ્લેઇંગ XI

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.

અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લા જાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉરરહમાન, ફરીદ અહેમદ, ફઝલહક ફારૂકી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Sep 2022 10:55 PM (IST)

    Ind vs Afg Match Update: ભારતની જીત સાથે વિદાય, કોહલીની ફોર્મમાં વાપસી

    ભારત માટે આમ તો એશિયા કપની સફર ગઈ કાલે જ પૂરી થઈ ગઈ. અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયાસ જીત સાથે ટૂર્નામેન્ટનો અંત લાવવાનો હતો. પરંતુ આ મેચમાં તે થયું જેની ત્રણ વર્ષથી રાહ જોવાઈ રહી હતી. ટીમને જીત મળી અને સાથે જ 71મી આંતરરાષ્ટ્રીય સદી કોહલીના બેટથી નીકળી. આ સદીની રાહ ત્રણ વર્ષથી હતી જે આજે પૂરી થઈ છે.

  • 08 Sep 2022 10:49 PM (IST)

    Ind vs Afg Match Update: ભારતની 101 રને જીત

    ભારતે અફઘાનિસ્તાનને 101 રને હરાવ્યું. ભારતે આપેલા 213 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન માત્ર 111 રન જ બનાવી શકી હતી. પૂરી 20 ઓવર રમ્યા બાદ અફઘાનિસ્તાને આઠ વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાન તરફથી આ મેચમાં ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે અણનમ 64 રનની ઇનિંગ રમી હતી.

  • 08 Sep 2022 10:37 PM (IST)

    Ind vs Afg Match Update: દિનેશ કાર્તિકની ઓવર, ઇબ્રાહિમની અડધી સદી

    છેલ્લી ઓવરના બીજા બોલ પર જદરાને દિનેશ કાર્તિકના બોલ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આગલા બોલ પર પણ તેણે સિક્સર ફટકારી.

  • 08 Sep 2022 10:33 PM (IST)

    Ind vs Afg Match Update: મુજીબ આઉટ

    આ વખતે રવિચંદ્રન અશ્વિનના ખાતામાં વિકેટ આવી છે. તેણે મુજીબની વિકેટ ઝડપી છે.

  • 08 Sep 2022 10:22 PM (IST)

    Ind vs Afg Match Update: અશ્વિન પર મુજીબની સિક્સર

    મુજીબ ઉર રહેમાને 16મી ઓવરના પાંચમા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. અશ્વિન બોલને ડિલિવર કરે છે અને મુજીબ આગળ વધે છે અને તેને લોંગ ઓન પર છ રન માટે મોકલે છે. અફઘાનિસ્તાનની ઇનિંગ્સની આ પ્રથમ છગ્ગા છે.

  • 08 Sep 2022 10:22 PM (IST)

    Ind vs Afg Match Update: ઝદરાનની બાઉન્ડરી

    ઈબ્રાહિમ ઝદરાને 13મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. અક્ષરનો બોલ શોર્ટ હતો અને ઓફ સ્ટમ્પની બહાર હતો, જેને ઝદરાને ચાર રન માટે મોકલ્યો હતો.

  • 08 Sep 2022 10:09 PM (IST)

    Ind vs Afg Match Update: રશીદની બાઉન્ડ્રી

    રાશિદ ખાને 11મી ઓવરના બીજા બોલ પર શાનદાર ફોર ફટકારી હતી. રાશિદે અક્ષર પટેલના બોલ પર પંચ કર્યો અને તેને સરળતાથી ચાર રન પર મોકલી દીધો. આ પછી, આ ઓવરના છેલ્લા બોલ પર રાશિદે સ્વીપ શોટ રમીને ચોગ્ગો લીધો.

  • 08 Sep 2022 09:52 PM (IST)

    Ind vs Afg Match Update: ભૂવીએ ઝડપ્યો 5 મો શિકાર

    ભુવનેશ્વર કુમારે અફઘાનિસ્તાનની છઠ્ઠી વિકેટ પાડી દીધી છે. તેણે અજમતુલ્લા ઓમરઝાઈને આઉટ કરીને આ સફળતા મેળવી હતી. આ સાથે ભુવનેશ્વરે આ મેચમાં પોતાની પાંચ વિકેટ પૂરી કરી લીધી છે. ભુવનેશ્વરે અજમતુલ્લા સામે ધીમો બોલ નાખ્યો, જેના પર તેણે ઝડપથી બેટિંગ કરી અને બોલ હવામાં ગયો. કાર્તિકે તેનો કેચ એક્સ્ટ્રા કવર પર લીધો હતો.

  • 08 Sep 2022 09:49 PM (IST)

    Ind vs Afg Match Update: અર્શદીપે નબીની વિકેટ ઝડપી

    અર્શદીપ સિંહે ભારતને પાંચમી સફળતા અપાવી છે. છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર અર્શદીપે નબીને આઉટ કર્યો. ડાબા હાથના બોલરે કરેલ બોલ નબીના પેડ પર વાગ્યો અને અપીલ કરી. થોડો સમય લઈને અમ્પાયરે આંગળી ઉંચી કરી.

  • 08 Sep 2022 09:48 PM (IST)

    Ind vs Afg Match Update: નબીએ ચોગ્ગો ફટકાર્યો

    મોહમ્મદ નબીએ ચોથી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. દીપક ચહરે ઑફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો અને નબીએ તેના પર ચાર રન માટે કવર ડ્રાઇવ ફટકારી.

  • 08 Sep 2022 09:36 PM (IST)

    Ind vs Afg Match Update: ભુવનેશ્વરને ચોથી સફળતા

    ભુવનેશ્વરે અફઘાનિસ્તાનની ચોથી વિકેટ પડી છે. તેણે ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર નજીબુલ્લાહ ઝદરાનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ઝદરાને આ અંગે રિવ્યુ લીધો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો.

  • 08 Sep 2022 09:34 PM (IST)

    Ind vs Afg Match Update: કરીમ આઉટ

    અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો લાગ્યો છે. કરીમ જનત આઉટ. ત્રીજી ઓવરના ચોથા બોલ પર ભુવનેશ્વરનો આઉટ સ્વિંગર કરીમના બેટની કિનારી સાથે સ્લિપમાં ગયો અને કોહલીએ તેનો કેચ પકડ્યો.

  • 08 Sep 2022 09:30 PM (IST)

    Ind vs Afg Match Update: ચાહર પર ઈબ્રાહિમની બાઉન્ડરી

    બીજી ઓવર લઈને દીપક ચહર આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર પોઈન્ટ નજીકથી ચોગ્ગો ઈબ્રાહિમ જદરાને ફટકાર્યો હતો. ઓવરમાં 6 રન ચહરે આપ્યા હતા.

  • 08 Sep 2022 09:25 PM (IST)

    Ind vs Afg Match Update: કમાલની ઓવર, ભૂવીએ બીજી વિકેટ ઝડપી

    આ વખતે રહેમાનુલ્લા ગુરબાઝ ભૂવનેશ્વર કુમારનો શિકાર થયો છે. ઓવરના અંકિમ બોલ પર ભૂવીએ કેને બોલ્ડ કરી દઈને પેવેલિયન પરત મોકલ્યો હતો. જે પણ શૂન્ય રને પરત ફર્યો હતો

  • 08 Sep 2022 09:23 PM (IST)

    Ind vs Afg Match Update: ભૂવીએ અપાવી પ્રથમ સફળતા

    હઝરતુલ્લા ઝાઝાઈ પ્રથમ વિકેટના રુપમાં ભારતને સફળતા મળી છે. ભવનેશ્વર કુમારે શરુઆતના ત્રણ બોલ ડોટ કર્યા બાદ ચોથા બોલ પર ઝાઝાઈને એલબીડબ્યુ આઉટ કરાવ્યો હતો. રિવ્યૂમાં પણ ફિલ્ડ અંપાયરનો આઉટનો નિર્ણય યોગ્ય રહ્યો હતો.

  • 08 Sep 2022 09:21 PM (IST)

    Ind vs Afg Match Update: અફઘાનિસ્તાનની બેટીંગ શરુ

    ભૂવનેશ્વર કુમાર ભારત તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે. જેની સામે હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા છે.

  • 08 Sep 2022 09:10 PM (IST)

    Ind vs Afg Match Update: ભારતે 212 રનનો સ્કોર નોંધાવ્યો

    અંતિમ ઓવરમાં ભારતના ખાતામાં 18 રન આવ્યા હતા. આ સાથે જ ભારતે 212 રન અફઘાનિસ્તાન સામે ખડકી દીધા હતા.

  • 08 Sep 2022 09:00 PM (IST)

    Ind vs Afg Match Update: ભારતનો સ્કોર 200 ને પાર

    ભારતીય ટીમે 200 નો આંકડો પાર કરી લીધો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર શરુઆત કરી હતી, જેના વડે જ અંદાજ હતો કે ભારત વિશાળ સ્કોર ખડકશે

  • 08 Sep 2022 08:53 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલી ની સદી

    કોહલીએ તેની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સદી પૂરી કરી છે. તેણે 19મી ઓવરના બીજા બોલ પર છગ્ગો ફટકારીને તેની 71મી આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી. કોહલીએ 1000 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે.

  • 08 Sep 2022 08:47 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલી ના 2 ચોગ્ગા

    17મી ઓવર લઈને આવ્યો હતો અને ઓવરના અંતિમ બંને બોલ પર શાનદાર બે સંળંગ ચોગ્ગા વિરાટ કોહલીએ જમાવી દીધા હતા., આ પહેલા ત્રીજા બોલ પર પંતે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 08 Sep 2022 08:46 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલી તરફથી શાનદાર શોટ

    કોહલીએ રાશિદ ખાન પર શાનદાર સિક્સર ફટકારી. 16મી ઓવરના પાંચમા બોલ પર, કોહલીએ રાશિદની બોલ પર શાનદાર શોટ રમ્યો અને બોલને લોંગ ઓન પર છ રન સુધી ખૂબ દૂર મોકલી દીધો.

  • 08 Sep 2022 08:40 PM (IST)

    Ind vs Afg Match Update: પંતે ચોગ્ગા વડે ખાતુ ખોલાવ્યુ

    ઋષભ પંતે ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું. 14મી ઓવરના બીજા બોલ પર તેણે રાશિદ ખાનને ચોગ્ગો ફટકાર્યો હતો. રાશિદનો બોલ શોર્ટ હતો, જેને પંતે લેગ સાઇડ પર ચાર રન માટે મોકલ્યો હતો.

  • 08 Sep 2022 08:30 PM (IST)

    Ind vs Afg Match Update: સૂર્યા બોલ્ડ થયો

    સૂર્યકુમાર યાદવ આઉટ. રાહુલ પછી આવેલા સૂર્યકુમારે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી પરંતુ તે પછીના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. તેણે પહેલા જ બોલ પર ફાઇન લેગ પર સ્કૂપ રમત સાથે છ રન લીધા. ફરીદે આગલો બોલ ઓફ-સ્ટમ્પ પર આપ્યો, જે સૂર્યકુમારના બેટની કિનારી લઈને સ્ટમ્પ પર ગયો.

  • 08 Sep 2022 08:30 PM (IST)

    Ind vs Afg Match Update: સૂર્યકુમારની સિક્સર

    આગળના બોલ પર જ ભારતે વિકેટ ગુમાવી છે. અને એ સાથે જ સૂર્યાએ ક્રિઝ પર આવતા જ છગ્ગો જમાવી દીધો છે. કંઈ ખાસ જોયા વિના જ સૂર્યાએ શોટને ફાઈન લેગ પર સ્કૂપ કરી દીધો હતો

  • 08 Sep 2022 08:27 PM (IST)

    Ind vs Afg Match Update: કેએલ રાહુલ આઉટ

    એક મોટો શોટ લગાવવાના ચક્કરમાં કેએલ રાહુલે વિકેટ ગુમાવી દીધી. લોંગ ઓન પર ઉભેલા નજીબે આસાનીથી કેચ ઝડપી લીધો હતો. ફ્રન્ટ ફુટ વડે બેટના ઉપરના હિસ્સા પર વાગેલા બોલથી શોટ લાગ્યો હતો. તેણે 41 બોલનો સામનો કરીને 62 રન નોંધાવ્યા હતા.

  • 08 Sep 2022 08:26 PM (IST)

    Ind vs Afg Match Update: રાહુલએે જમાવ્યો છગ્ગો

    13 મી ઓવરમાં ફરીદ પર કેએલ રાહુલે છગ્ગો જમાવ્યો હતો. બોલને શોર્ટ ફાઈન લેગ પર ઉઠાવી દઈ છ રન મેળવ્યા હતા. રાહુલે બોલરની ગતિનો પણ ઉપયોગ શોટ માટે કર્યો હતો.

  • 08 Sep 2022 08:25 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલીની બાઉન્ડરી

    કોહલીએ 12મી ઓવરનો અંત ચોગ્ગા સાથે કર્યો હતો. નબીએ ફરીથી શોર્ટ બોલ નાખવાની ભૂલ કરી અને કોહલીએ તેને નિષ્ફળ કર્યા વિના બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી દીધો.

  • 08 Sep 2022 08:24 PM (IST)

    Ind vs Afg Match Update: રાહુલે નોંધાવી અડધી સદી

    રાહુલે પોતાના 50 રન પૂરા કર્યા છે. તેણે 12મી ઓવરના ત્રીજા બોલમાં એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની એસ ટુર્નામેન્ટની પ્રથમ અડધી સદી છે. તેમજ આ વર્ષે ટી20 ઈન્ટરનેશનલમાં પ્રથમ અડધી સદી પણ છે.

  • 08 Sep 2022 08:23 PM (IST)

    Ind vs Afg Match Update: રાહુલે સિક્સર ફટકારી

    રાહુલે 12મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. નબીએ શોર્ટ બોલ નાખ્યો, જેને રાહુલે પુલ કર્યો અને અને મિડવિકેટ પર છ રન લીધા.

  • 08 Sep 2022 08:17 PM (IST)

    Ind vs Afg Match Update: વિરાટ કોહલીની અડધી સદી

    કોહલીએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. કોહલીએ 11મી ઓવરના છેલ્લા બોલ પર એક રન લઈને પોતાના 50 રન પૂરા કર્યા. આ એશિયા કપ-2022માં આ તેની ત્રીજી અડધી સદી છે.

  • 08 Sep 2022 08:12 PM (IST)

    Ind vs Afg Match Update: 10 ઓવરની રમત સમાપ્ત

    10 ઓવર રમાઈ છે. ભારતે અત્યાર સુધી એકપણ વિકેટ ગુમાવી નથી. કોહલી અને રાહુલની જોડીએ આ 10 ઓવરમાં 87 રન બનાવીને મોટા સ્કોરનો પાયો નાખ્યો છે.

    ભારતઃ 87-00

  • 08 Sep 2022 08:09 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલીનો શાનદાર શોટ, ચાર રન

    નવમી ઓવરના ચોથા બોલ પર કોહલીએ રાશિદ ખાન પર શ્રેષ્ઠ શોટ રમ્યો અને ચાર રન લીધા. કોહલીએ રાશિદની બોલ પર ઇનસાઇડ આઉટ શોટ રમ્યો અને કવર્સ બાઉન્ડ્રી પર ચાર રન બનાવ્યા. કોહલી દ્વારા શાનદાર શોટ

  • 08 Sep 2022 08:08 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલીની સિક્સર

    કોહલીએ આઠમી ઓવરના ત્રીજા બોલમાં શાનદાર સિક્સર ફટકારી હતી. નબીના બોલ પર કોહલીએ મિડવિકેટ પર શોટ રમ્યો અને બોલ ત્યાં ઉભેલા ફિલ્ડરના હાથમાં ગયો. પરંતુ તે કેચ પકડી શક્યો ન હતો અને બોલ છ રનમાં ગયો હતો.

  • 08 Sep 2022 07:58 PM (IST)

    Ind vs Afg Match Update: રાશીદ ખાન પર રાહુલે જમાવ્યો છગ્ગો

    સાતમી ઓવર ફેંકી રહેલા રાશિદ ખાને ચોથો બોલ ખૂબ જ શોર્ટ ફેંક્યો અને રાહુલે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને બોલને મિડવિકેટની ઉપર છ રનમાં મોકલી દીધો.

  • 08 Sep 2022 07:55 PM (IST)

    Ind vs Afg Match Update: કોહલીએ ખોલ્યુ બેટ, મુજીબ પર બે ચોગ્ગા બાદ સિક્સર

    મુજીબ ઉર રહેમાન સળંગ ત્રીજી ઓવર પોતાના સ્પેલની લઈને આવ્યો હતો, જ્યારે પાવર પ્લેની અંતિમ ઓવર હતી. ઓવરના બીજા બોલને ગુગલી કરતા વિરાટ કોહલીએ તેને સીધા જ સામેની તરફ ચાર રન માટે બોલને મોકલ્યો હતો. ચોથા બોલ પર ઘૂંટણ ટેકવીને કોહલીએ ડીપ સ્કેવર લેગ તરફ બાઉન્ડરી ફચકારી હતી. ઓવરના 5 બોલ પર તો કોહલી એ શાનદાર ઓફ ડ્રાઈવ વડે મીડ ઓફ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 15 રન આવ્યા હતા.

  • 08 Sep 2022 07:54 PM (IST)

    Ind vs Afg Match Update: રાહુલની વધુ 2 બાઉન્ડરી

    ફરીદ અહેમદનો વારો છે આ વખતે. રાહુલે પાંચમી ઓવરના ત્રીજા બોલ પર ગેપમાં શોટ ફટકારીને ચાર રન મેળવ્યા હતા. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલને પાવર ફુલ પુલ કરીને બાઉન્ડરી મેળવી હતી.

  • 08 Sep 2022 07:51 PM (IST)

    Ind vs Afg Match Update: રાહુલની બાઉન્ડરી

    મુજીબ ઉર રહેમાન ચોથી ઓવર લઈને આવ્યો હતો તેની ઓવરના અંતિમ બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટાકાર્યો હતો. સ્ટંપના બહાર શોર્ટ બોલ પર ડીપ બેકવર્ડ સ્કેવર લેગ પર ચોગ્ગો જમાવ્યો હતો.

  • 08 Sep 2022 07:49 PM (IST)

    Ind vs Afg Match Update: રાહુલ-કોહલીની બાઉન્ડરી

    ત્રીજી ઓવરના બીજા બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો. ફઝલના લેગ સાઇડ પર શોર્ટ સ્લેમ્ડ બોલ પર રાહુલે એક પગ ઉપાડ્યો અને ફાઇન લેગ પર ફોર ફટકારી. બાદમાં ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. કોહલીએ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકાર્યો. ફઝલના પગમાં વાગતા બોલ પર કોહલીએ શાનદાર ફોર ફટકારી હતી.

  • 08 Sep 2022 07:48 PM (IST)

    Ind vs Afg Match Update: મુજીબની કસીને બોલિંગ

    બીજી ઓવર નાખવા આવેલા મુજીબ ઉર રહેમાને ચુસ્ત બોલિંગ કરી હતી. તેણે આ ઓવરમાં ત્રણ રન આપ્યા. બે ઓવર પછી ભારતનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના 9 રન છે. અત્યાર સુધી એક પણ બાઉન્ડ્રી આવી નથી.

  • 08 Sep 2022 07:35 PM (IST)

    Ind vs Afg Match Update: મેચ શરુ, કોહલી-રાહુલે કરી શરુઆત

    કેએલ રાહુલ અને વિરાટ કોહલી ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર આવ્યા છે. રોહિત શર્મા આરામ પર મેદાનની બહાર રહેતા રાહુલની સાથે કોહલી આવ્યો હતો. બંનેએ ભારતીય બેટીંગ ઈનીંગની શરુઆત કરી છે. અફઘાનિસ્તાન સામે ફઝલહક ફારૂકી બોલીંગ કરી રહ્યો છે.

  • 08 Sep 2022 07:17 PM (IST)

    Ind vs Afg Match Update: અફઘાનિસ્તાન પ્લઈંગ ઈલેવન

    અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લા જાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉરરહમાન, ફરીદ અહેમદ, ફઝલહક ફારૂકી.

  • 08 Sep 2022 07:16 PM (IST)

    Ind vs Afg Match Update: ભારતીય પ્લઈંગ ઈલેવન

    ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.

  • 08 Sep 2022 07:05 PM (IST)

    Ind vs Afg Match Update: અફગાનિસ્તાને ટોસ જીત્યો

    અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો. કેએલ રાહુલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

  • 08 Sep 2022 06:44 PM (IST)

    Ind vs Afg Match Update: પિચ રિપોર્ટ

    સંજય માંજરેકરે પીચ રિપોર્ટમાં જણાવ્યું કે પીચ નવી છે અને તેના પર પહેલા કોઈ મેચ રમાઈ નથી. એક બાજુની સીમા ઘણી મોટી છે, પણ બીજી બાજુની બાઉન્ડરી નાની છે. અહીં ડાબા અને જમણા હાથનું કોમ્બિનેશન કરવું સારો વિકલ્પ રહેશે. 180ને પાર સ્કોર રહી શકશે.

  • 08 Sep 2022 06:11 PM (IST)

    Ind vs Afg Match Update: સ્ટેડિયમ આગ લાગી

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમની બહાર આગ ફાટી નીકળી હતી.

  • 08 Sep 2022 05:07 PM (IST)

    IND vs AFG, LIVE Score:ભારતને પરિવર્તનની જરૂર છે

    શ્રીલંકા સામેની મેચે એ પણ સાબિત કર્યું કે ભારત પાંચમા સફળ બોલર તરીકે હાર્દિક પંડ્યા પર નિર્ભર નથી રહી શકતું જે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવા માટે ખૂબ દબાણ હેઠળ છે.

  • 08 Sep 2022 05:06 PM (IST)

    IND vs AFG, LIVE Score: અફઘાનિસ્તાનની ટીમમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી

    અફઘાનિસ્તાનની વાત કરીએ તો મોહમ્મદ નબીની ટીમે પાકિસ્તાન સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. જો કે આ મેચમાં ટીમની બેટિંગ કોઈ અસર કરી શકી ન હતી, પરંતુ તેમ છતાં પાકિસ્તાનને ટાર્ગેટ સુધી પહોંચવા માટે ભારે પરસેવો પાડવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ટીમમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી.

  • 08 Sep 2022 05:01 PM (IST)

    IND vs AFG, LIVE Score:સંભવિત પ્લેઇંગ XI

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટમાં), અક્ષર પટેલ/યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.

  • 08 Sep 2022 04:58 PM (IST)

    IND vs AFG, LIVE Score:ભારત-અફઘાનિસ્તાન બહાર

    આ રીતે 2016 અને 2018માં સતત બે વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર ભારતીય ટીમની ફાઇનલમાં પહોંચવાની આશાનો અંત આવી ગયો છે. માત્ર ભારત જ નહીં, અફઘાનિસ્તાનની યાત્રા પણ અહીં પૂરી થઈ. અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી, શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવીને સુપર ફોરમાં જગ્યા બનાવી, પરંતુ આ રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું નહીં. હવે ભારત અને અફઘાનિસ્તાન પોતાની છેલ્લી મેચમાં એકબીજા સાથે ટકરાશે.

  • 08 Sep 2022 04:55 PM (IST)

    IND vs AFG, LIVE Score: ફાઇનલમાં પાકિસ્તાન-શ્રીલંકા

    બુધવાર, 7 સપ્ટેમ્બરના રોજ શારજાહમાં રમાયેલી મેચમાં, પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં શ્રીલંકા સાથે પોતાનું નામ નોંધાવ્યું હતું. રવિવારે 11 સપ્ટેમ્બરે બંને વચ્ચે ફાઇનલ રમાશે. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો ખૂબ જ નિરાશ થયા હતા અને ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 129 રન જ બનાવી શકી હતી. જોકે અફઘાનિસ્તાને બોલિંગ અને ફિલ્ડિંગમાં ચોક્કસપણે તાકાત દેખાડી અને પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો, પરંતુ આખરે નાનો સ્કોર તેમની સામે ગયો.

  • 08 Sep 2022 04:45 PM (IST)

    IND vs AFG, LIVE Score: મેચ જીતવા માટે ભારત ઘણા ફેરફારો કરશે

    આ પણ વાંચો               IND Vs AFG Predicted Playing XI: જીતવા માટે ભારત ઘણા ફેરફારો કરશે, આમના પત્તાં કપાશે

  • 08 Sep 2022 04:31 PM (IST)

    IND vs AFG, LIVE Score: કોણ જીતશે આ જંગ

  • 08 Sep 2022 04:20 PM (IST)

    IND vs AFG, LIVE Score: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો એશિયા કપની મેચ

    આ પણ વાંચો : India vs Afghanistan T20 Live Streaming: જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

  • 08 Sep 2022 04:18 PM (IST)

    IND vs AFG, LIVE Score:અફઘાનિસ્તાન રોમાંચક મેચ હારી ગયું

    અફઘાનિસ્તાનની ટીમે બુધવારે પોતાનો પુરો જીવ લગાવી દીધો પરંતુ પાકિસ્તાન સામેની મેચ એક વિકેટથી હારી ગઈ. પાકિસ્તાનના નસીમ શાહે સતત બે છગ્ગા ફટકારીને ટીમની જીત નક્કી કરી હતી.

  • 08 Sep 2022 04:12 PM (IST)

    IND vs AFG, LIVE Score: બંને ટીમો ફાઈનલની રેસમાંથી બહાર

    ભારતીય ટીમને સુપર 4માં પહેલા પાકિસ્તાન અને પછી શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન પણ આ બંને ટીમો સામે હારી ગયું છે.

  • 08 Sep 2022 03:56 PM (IST)

    IND vs AFG, LIVE Score:અફઘાનિસ્તાનની ભારત સામે ટક્કર

    એશિયા કપમાં આજે ભારતીય ટીમનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. બંને ટીમ એશિયા કપમાંથી બહાર થઈ ગઈ છે

Published On - Sep 08,2022 3:55 PM

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">