AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs HK: વિરાટ કોહલીએ બતાવ્યો જૂનો અંદાજ, એશિયા કપ 2022ની પ્રથમ અડધી સદી નોંધાવી

આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલી (Virat Kohli) ની આ માત્ર બીજી ફિફ્ટી છે. કોહલી ક્રિઝ પર ઉતરતી વેળા જ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો અને એ જ પ્રમાણે રમત રમી હતી

IND vs HK: વિરાટ કોહલીએ બતાવ્યો જૂનો અંદાજ, એશિયા કપ 2022ની પ્રથમ અડધી સદી નોંધાવી
Virat Kohli એ અણનમ અડધી સદી નોંધાવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 10:49 PM
Share

એશિયા કપ 2022 માં આખરે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાની જૂની શૈલીનું બેટ ચલાવવાનુ શરૂ કર્યું. કોહલીએ હોંગકોંગ સામે અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમયથી ફોર્મની શોધમાં રહેલા કોહલીએ એશિયા કપની પોતાની બીજી મેચમાં 59 રનની અણનમ ઈનિંગ રમી હતી અને સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતને 20 ઓવરમાં 192 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોહલીની આ અડધી સદી આ ટૂર્નામેન્ટમાં કોઈપણ બેટ્સમેનની પ્રથમ અડધી સદી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે 31 ઓગસ્ટે બધાની નજર કોહલી પર હતી. પાકિસ્તાન સામે 35 રન બનાવીને કોહલીએ લયમાં પરત ફરવાની કેટલીક આશાઓ જગાવી હતી અને એવું માનવામાં આવતું હતું કે તે હોંગકોંગ જેવી પ્રમાણમાં નબળી ટીમ સામે મજબૂત ઇનિંગ રમશે. કોહલીએ આ અપેક્ષાઓ અમુક હદ સુધી સાચી સાબિત કરી અને કેટલાક સારા શોટ્સના આધારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ટી20માં પોતાની બીજી અડધી સદી ફટકારી.

સૂર્યા સાથે 98 રનની ભાગીદારી રમત

વિરાટ કોહલીના બેટે લાંબા સમય બાદ પાવર બતાવ્યો હતો. કોહલી આજે તાકાત વાળા શોટ લગાવીને દર્શકોની વાહ વાહી વારંવાર મેળવી રહ્યો હતો. તેણે છગ્ગા પણ જમાવ્યા હતા. કોહલીએ તેના ટી20 કરિયરની 31મી અડધી સદી નોંધાવી હતી. આ સાથે જ તેનામાં આત્મવિશ્વાસનો વધારો જોવા મળી રહ્યો હતો. કોહલી માટે આ ઈનીંગ ખૂબ જ મહત્વની લાગી રહી છે. તે ક્રિઝ પર આવવા સાથે જ અલગ જ મૂડમાં દેખાઈ રહ્યો હતો અને એ મૂડ તેણે બેટ ચલાવીને બતાવ્યો હતો. વિરાટ કોહલીએ અણનમ 59 રનની ઈનીંગ રમી હતી. 44 બોલનો સામનો કરીને 1 ચોગ્ગો અને 3 છગ્ગો કોહલીએ ફટકાર્યો હતો. સૂર્યા સાથે મળીને 98 રનની ભાગીદારી નોંધાવી હતી.

વિરાટ કોહલી અને સૂર્યા વચ્ચે શાનદાર ભાગીદારી રમત રમી હતી. સૂર્યાકુમારે 26 બોલમાં 68 રનની તોફાની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે અંતિમ ઓવરમાં 4 છગ્ગા જમાવી દીધા હતા. જેમાં ત્રણ સળંગ છગ્ગાનો સમાવેશ થાય છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">