IND vs ENG: રાંચી ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઈંગ્લેન્ડનો સ્કોર 300ને પાર, જો રૂટની સદી
ઈંગ્લેન્ડે રાંચી ટેસ્ટના પ્રથમ દિવસે જોરદાર રમત બતાવી છે. દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 302/7 હતો. ઈંગ્લેન્ડ માટે જો રૂટે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.
રાંચી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નામે રહ્યો, જેનું મુખ્ય કારણ જો રૂટની શાનદાર સદી હતી. ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં અત્યાર સુધી 2-1થી આગળ છે, હવે તેની નજર સીરીઝ જીતવા પર રહેશે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે તેણે માત્ર 112ના સ્કોર પર ઈંગ્લેન્ડની પાંચ વિકેટ ઝડપી હતી. પરંતુ બાદમાં ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી, દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 302/7 હતો.
આકાશ દીપે 3 વિકેટ ઝડપી
શ્રેણીમાં 2-1ની લીડ સાથે આવેલી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પણ જોરદાર શરૂઆત કરી હતી અને પહેલા સેશનમાં જ ઈંગ્લેન્ડની 5 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર આકાશ દીપે પ્રથમ 3 વિકેટ લઈને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી.
Stumps on the opening day in Ranchi!
2⃣ wickets in the final session for #TeamIndia as England move to 302/7
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zno8LN6XAI
— BCCI (@BCCI) February 23, 2024
જો રૂટની 31મી ટેસ્ટ સદી
જોકે, બીજા સેશનમાં અનુભવી બેટ્સમેન જો રૂટે ઈંગ્લેન્ડ માટે જોરદાર વાપસી કરી અને બેન ફોક્સ સાથે મળીને ટીમની કમાન સંભાળી. બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી, જેમાં રૂટે આ શ્રેણીની પ્રથમ સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંતે જો રૂટ 106 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે ઓલી રોબિન્સન 31 રન બનાવીને અણનમ રહ્યો હતો.
Hundred No. 3️⃣1️⃣ for Joe Root in Tests #WTC25 #INDvENG : https://t.co/cueW7LDtCz pic.twitter.com/1GzH7imsGS
— ICC (@ICC) February 23, 2024
બંને ટીમની પ્લેઈંગ 11:
ટીમ ઈન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
A look at #TeamIndia‘s Playing XI
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/HxEpkWhcwh
— BCCI (@BCCI) February 23, 2024
ઈંગ્લેન્ડ:
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ, ઓલી રોબિન્સન, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.
આ પણ વાંચો : શાહરુખાનનો પોઝ આપી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટને જીત્યું દિલ, અભિનેતાએ કહ્યું વાહ.., જુઓ વીડિયો