IND vs BAN 2nd T20 Live Updates: દિલ્હીમાં બાંગ્લાદેશે જીત્યો ટોસ, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જૂનમાં આયોજિત વર્લ્ડ કપમાં છેલ્લી T20 મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી ગઈ હતી. જો કે, તે મેચના મોટાભાગના ખેલાડીઓ આ T20 શ્રેણીનો ભાગ નથી અને ઘણા યુવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને બાંગ્લાદેશની ટીમો ફરી એકવાર આમને-સામને છે. આ વખતે મેચ T20 ફોર્મેટની છે. ગ્વાલિયરના માધવરાવ સિંધિયા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે 14 વર્ષ બાદ ગ્વાલિયરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત ફરી છે. આ સંપૂર્ણપણે નવું સ્ટેડિયમ છે. આ મેચમાં મોટાભાગની નજર તેના પર છે કે શું IPLના હિટ ફાસ્ટ બોલર મયંક યાદવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળશે? જ્યારે બાંગ્લાદેશી ટીમ ટી20 શ્રેણી જીતીને ટેસ્ટ શ્રેણીનો બદલો લેવા માંગશે.
LIVE NEWS & UPDATES
-
ભારતે મેચ જીતી
બોલરો બાદ સુકાની સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 19.5 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 11.5 ઓવરમાં ત્રણ વિકેટે 132 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
-
સંજુ સેમસન આઉટ
મેહદી હસન મિરાજે સંજુ સેમસનને આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. સારી શરૂઆત બાદ બાંગ્લાદેશે ભારતીય રન રેટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતરેલા સેમસન 19 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે આઠ ઓવરના અંતે ત્રણ વિકેટે 84 રન બનાવી લીધા છે.
-
-
ભારતને બીજો ઝટકો
મુસ્તફિઝુર રહેમાને કેપ્ટન સૂર્યકુમાર યાદવને આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો.
-
બીજી ઓવરના બે બોલમાં અભિષેકે ફટકાર્યા 10 રન
બીજી ઓવરના પહેલાજ બોલે અભિષેક શર્માએ સિક્સ ફટકારી હતી. આ સાથે ભારતનો સ્કોર 16 રન પર પહોચ્યો હતો. બીજી ઓવરના બીજા બોલે અભિષેક શર્માએ ફોર ફટકરી ને સ્કોર 20 રન પર પહોચાડ્યો હતો.
-
પહેલી ઓવરમાં ભારતના વિને વિકેટે 10 રન
સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારત તરફથી ઈનિગ્સની શરૂઆત કરી હતી. 128 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે પહેલી ઓવરમાં વિના વિકેટે 10 રન કર્યા હતા. જેમાં સંજુ સેમસનના 9 અને અભિષેક શર્માને એક રન હતા.
-
-
ભારતને જીત માટે બાંગ્લાદેશે આપ્યો 128 રનનો લક્ષ્યાંક
બાંગ્લાદેશની ટીમ 19.4 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, મયંક યાદવ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
-
બાંગ્લાદેશની નવમી વિકેટ પડી
બાંગ્લાદેશની નવમી વિકેટ 117 રનના સ્કોર પર પડી હતી. હાર્દિક પંડ્યાએ ઈનિગ્સની 18મી ઓવરમાં વિકેટ ઝડપી હતી.
-
બાંગ્લાદેશને આઠમો ઝટકો
બાંગ્લાદેશની આઠમી વિકેટ 117 રનના સ્કોર પર પડી. તસ્કીન અહેમદ રન આઉટ થયો હતો
-
વરુણ ચક્રવર્તીને મળી બીજી વિકેટ
બાંગ્લાદેશની સાતમી વિકેટ 93 રનના સ્કોર પર પડી હતી. વરુણ ચક્રવર્તીને બીજી વિકેટ મળી છે.
-
બાંગ્લાદેશનો કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો આઉટ
બાંગ્લાદેશને મોટો ફટકો પડ્યો છે. ટીમનો કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 25 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. તેને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો છે.
-
બાંગ્લાદેશને તેનો પાંચમો ફટકો
સ્પિનર વરુણ ચક્રવર્તીએ ઝાકિર અલીને આઉટ કરીને બાંગ્લાદેશને પાંચમો ઝટકો આપ્યો હતો. વરુણે ઝાકીરને બોલ્ડ કર્યો જેના કારણે બાંગ્લાદેશે તેની પાંચમી વિકેટ 57 રનના સ્કોર પર ગુમાવી દીધી. આ મેચમાં વરુણની આ બીજી વિકેટ છે.
-
મયંક યાદવને મળી પ્રથમ વિકેટ
મયંક યાદવે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી છે. મયંક યાદવે માત્ર 1 રન બનાવનાર મહમુદુલ્લાહને આઉટ કર્યો હતો.
-
તૌહીદ હૃદોય આઉટ
સ્પિનર વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરીને તૌહીદ હૃદોયને પોતાનો શિકાર બનાવ્યો અને ભારતને ત્રીજી સફળતા અપાવી. વરુણના બોલ પર હાર્દિકે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાર્દિક પંડ્યાના હાથે કેચ થઈ ગયો હતો. હૃદય 18 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.
-
અર્શદીપ સિંહે બીજી વિકેટ લીધી
અર્શદીપ સિંહે પણ 14 રનના સ્કોર પર બાંગ્લાદેશને બીજો ઝટકો આપ્યો છે. પરવેઝ હુસૈન ઈમોન 9 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો.
-
ટીમ ઈન્ડિયામાં 2 ખેલાડીઓનું ડેબ્યુ
ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આવી ગયા. આઈપીએલનો સ્ટાર ફાસ્ટ બોલર મયંક યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. કેપ્ટન સૂર્યાએ મયંકને એક્સ ફેક્ટર ગણાવ્યો હતો. માત્ર મયંક જ નહીં પરંતુ IPLમાં હિટ રહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ ડેબ્યૂ કરી રહ્યો છે.
-
ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા મળી
અર્શદીપ સિંહે બાંગ્લાદેશને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો આપ્યો છે. લિટન દાસ 4 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશે પ્રથમ ઓવર બાદ 6 રન બનાવી લીધા છે.
-
ભારતે ટોસ જીત્યો
બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મયંક અને નીતિશ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરી રહ્યા છે.
Published On - Oct 06,2024 7:16 PM