અચાનક આ સચિનના બેસ્ટ ફ્રેન્ડને શું થયું ? બે ડગલાં ચાલવું મુશ્કેલ બન્યું, જુઓ વીડિયો
ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્ય છે. વિનોદ કાંબલી બે ડગલાં ચાલવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિનોદ કાંબલી જે એક સમયે પોતાના બેટથી છગ્ગા અને ચોગ્ગા ફટકારતો હતો તે આજે ખૂબ જ દયનીય હાલતમાં છે. અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકરના ખાસ મિત્ર વિનોદ કાંબલી આજે બરાબર ચાલી પણ શકતા નથી. વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાઇકના સહારે ઉભો છે. પરંતુ જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરે છે, ત્યારે નજીકમાં ઉભેલા લોકો તેમને ટેકો આપે છે.
વીડિયો જોઈ ચાહકો પરેશાન થયા
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીનું સ્વાસ્થ છેલ્લા થોડા દિવસોથી ખરાબ છે. કાંબલીને બે ડગલાં ચાલવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. તે કોઈના સપોર્ટ વગર ચાલી પણ શખતા નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કાંબલીને 2 થી 3 લોકો હાથ પકડીને લઈ જઈ રહ્યા છે. મહાન ક્રિકેટર કાંબલીની આવી હાલત જોઈ ક્રિકેટ ચાહકો પરેશાન થયા છે. કાંબલી મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો ફ્રેન્ડ છે. બંન્ને શાળામાં ક્રિેકટ સાથે રમતા હતા. કાંબલી અને સચિન ભારત માટે રમે છે.
View this post on Instagram
ચાહકોનું રિએક્શન સામે આવ્યું
વીડિયોમાં જોઈ શકાય છે કે, કાંબલી બાઈક લઈને ઉભો છે. તે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ ચાલી શકતો નથી. તે દરમિયાન એક વ્યક્તિ આવી કાંબલીનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ 3 લોકો સાથએ મળી કાંબલીને ચલાવવાનો પ્રયત્ન કરે છે. કાંબલીની આવી હાલત જોઈ ચાહકોનું અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યું છે.
Happy birthday Kamblya! The innumerable memories we have had both on & off the field are something I shall cherish forever.
Looking forward to hear from you on how 50 feels…
God bless you! pic.twitter.com/Tnx2rwJARa
— Sachin Tendulkar (@sachin_rt) January 18, 2022
સચિન તેનો આજીવન ગુલામ બનીને રહેશે
સચિન અને વિનોદ કાંબલી બંને મિત્રોએ સાથે મળી મુંબઈને તો અનેક યાદોની ભેટ આપી જ છે. કૂચ બિહાર ટ્રોફી દરમિયાન સચિન તેંડુલકરે વિનોદ કાંબલીને સ્કર્ટ પહેરવાની ચેલેન્જ આપી હતી.સચિને કાંબલીને આ ચેલેન્જ પૂર્ણ કરવા પર એ શરત રાખી હતી કે જો વિનોદ કાંબલી સ્કર્ટ પહેરશે તો સચિન તેનો આજીવન ગુલામ બનીને રહેશે. વિનોદ કાંબલીએ સચિને આપેલી આ ચેલેન્જ તો પૂરી કરી, સાથે જ કાંબલીએ અમદાવાદના રસ્તાઓ પર સ્કર્ટ પહેરીને ફર્યો પણ અને રાત્રે 11 વાગ્યે હોટલ પર આવ્યા બાદ કાંબલીએ કપડા બદલ્યા હતા.