માત્ર ભારત જ નહીં પરંતુ અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે?
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. ટીમ ઈન્ડિયા તેમની મેચો UAE અથવા શ્રીલંકામાં રમી શકે છે. આ દરમિયાન અફઘાનિસ્તાનની મેચોને પણ પાકિસ્તાનની બહાર ખસેડવાની માંગ કરવામાં આવી રહી છે.
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે પરંતુ અહેવાલો અનુસાર BCCIએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા પોતાની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં રમી શકે છે, પરંતુ આ દરમિયાન અફઘાનિસ્તાનની મેચોને પાકિસ્તાનની બહાર ખસેડવાની માંગ થઈ રહી છે. અફઘાનિસ્તાનની મોટી સેલિબ્રિટી વજમા અય્યુબીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી અને અફઘાન ટીમે તેમની મેચો પાકિસ્તાનની બહાર અન્ય કોઈ દેશમાં રમવી જોઈએ.
પાકિસ્તાન સુરક્ષિત નથી
વઝમા અયુબીએ અફઘાન ટીમની મેચ પાકિસ્તાનની બહાર ખસેડવાની માંગ કરી છે, કારણ કે ઈસ્લામાબાદમાં એક પ્રખ્યાત પશ્તો કવિ ગિલમાન વઝીરની હત્યા કરવામાં આવી હતી. 7 જુલાઈના રોજ, તેઓ ઈસ્લામાબાદમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમને છરો મારવામાં આવ્યો હતો અને પરિણામે તેઓ ગુરુવારે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. વજમા અય્યુબીએ આ જ હત્યાકાંડ અંગે લખ્યું કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી. તેમણે ICCને પત્ર લખીને માંગણી કરી હતી કે અફઘાનિસ્તાનની મેચો બીજે ક્યાંક યોજવામાં આવે.
Pakistan is an unsafe country and it’s outrageous to even consider playing any Champions Trophy matches there. The safety of our heroes should not be compromised in such a treacherous place. Just look at what happened to #GilamanWazir in Islamabad, the nerve center of that… pic.twitter.com/tn3khtODMj
— Wazhma Ayoubi (@WazhmaAyoubi) July 11, 2024
ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાન જવું અશક્ય
એક તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સપનું જોઈ રહ્યું છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા તેમના દેશમાં જશે, તો બીજી તરફ સ્પષ્ટ છે કે BCCI રોહિત શર્માની ટીમને પાકિસ્તાન ક્યારેય નહીં મોકલે. એવા પણ અહેવાલ છે કે ઘણા ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. જોકે, આ નિર્ણય BCCIના હાથમાં પણ નથી. પાકિસ્તાન જતા પહેલા BCCIએ ભારત સરકારની પરવાનગી લેવી પડશે. અને પાકિસ્તાન જવાની પરવાનગી મેળવવી લગભગ અશક્ય છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ફટકારી હતી સતત 5 બાઉન્ડ્રી, હવે છલકાયું મિચેલ સ્ટાર્કનું દર્દ