IPL રિટેન્શન પર BCCIની મોટી જાહેરાત, 5 ખેલાડીઓને રિટેન કરવા 75 કરોડ રૂપિયા ખર્ચવા પડશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે મેગા હરાજી પહેલા કરતા વધુ રોમાંચક બનવા જઈ રહી છે. મેગા ઓક્શનમાં ખેલાડીઓની કમાણી વધવાની છે. ઘણા ખેલાડીઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે. આવું એટલા માટે થવા જઈ રહ્યું છે કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL મેગા ઓક્શન માટે ખેલાડીઓને જાળવી રાખવાના નિયમો નક્કી કર્યા છે.
બેંગલુરુમાં યોજાયેલ IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં BCCI અધિકારીઓએ ફ્રેન્ચાઈઝીઓની અપેક્ષા અને માંગ મુજબ ટીમમાં ખેલાડીઓને રિટેન કરવાની સંખ્યા 4 થી વધારીને 6 કરવાની જાહેરાત કરી છે, જેમાં 5 ડાયરેક્ટ રીટેન્શન અને એક ‘રાઈટ ટુ મેચ’નો સમાવેશ થશે. ઓક્શન દરમિયાન RTM નિયમ હેઠળ 1 ખેલાડીને જાળવી શકાશે. પરંતુ 5 ડાયરેક્ટ રિટેન્શન માટે પણ ફ્રેન્ચાઈઝીએ 75 કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચવી પડશે.
રિટેન્શન પોલિસી પર નિર્ણય લેવામાં આવ્યો
IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શનિવારે બેંગલુરુમાં 28 સપ્ટેમ્બરે યોજાઈ હતી, જેમાં રિટેન્શન પોલિસી પર નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડે અગાઉ જુલાઈમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી માલિકો સાથે આ મુદ્દે બેઠક યોજી હતી, જ્યાં બોર્ડને ફ્રેન્ચાઈઝી માલિકો પાસેથી રિટેન્શન અંગે પ્રતિસાદ મળ્યો હતો. હવે લગભગ 2 મહિના પછી, બોર્ડે તેની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય લીધો છે અને ફ્રેન્ચાઈઝીઓને પણ ખુશ કરી દીધા છે.
5 ખેલાડીઓ માટે 75 કરોડ રૂપિયા ખર્ચવા પડશે
અહેવાલો અનુસાર, BCCIએ રિટેન્શનની સંખ્યા 6 કરી દીધી છે, જેમાં રાઈટ ટુ મેચનો અધિકાર પણ સામેલ છે. અગાઉ, BCCIએ 2018ની મેગા ઓક્શનમાં 3 અને રાઈટ ટુ મેચ દ્વારા 2 ખેલાડીઓને જાળવી રાખવાનો નિયમ શરૂ કર્યો હતો, પરંતુ 2022ની મેગા ઓક્શનમાં તેને હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીમોને સીધા જ 4 ખેલાડીઓને જાળવી રાખવાની સ્વતંત્રતા હતી. હવે RTM ફરી પાછું આવ્યું છે. PTIના અહેવાલ મુજબ 5 ખેલાડીઓને રિટેન કરવા માટે 75 કરોડ રૂપિયા ખર્ચવા પડી શકે છે.
IPL 2025 RETENTION POLICY pic.twitter.com/wb1e2ejA2V
— CricketGully (@thecricketgully) September 28, 2024
પ્રથમ રીટેન્શન માટે 18 કરોડ રૂપિયા
માત્ર એટલું જ નથી., BCCIએ ખેલાડીઓના પગારનો સ્લેબ પણ નક્કી કર્યો છે. નિયમો હેઠળ, પ્રથમ રીટેન્શન માટે 18 કરોડ રૂપિયા, બીજા રીટેન્શન માટે 14 કરોડ રૂપિયા અને ત્રીજા રીટેન્શન માટે 11 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. જો કોઈપણ ફ્રેન્ચાઈઝી ચોથા અને પાંચમા ખેલાડીઓને રિટેન કરવા ઈચ્છે છે તો તેણે વધુ પૈસા ખર્ચવા પડશે. એટલે કે ચોથા રીટેન્શન માટે પણ પહેલાની જેમ 18 કરોડ રૂપિયા અને પાંચમા રીટેન્શન માટે બીજાની જેમ 14 કરોડ રૂપિયા ઓક્શન પહેલા ખર્ચવા પડશે. સાથે જ પહેલીવાર ભારતીય કે વિદેશી ખેલાડીઓને રિટેન્શન પરની મર્યાદા પણ હટાવી દેવામાં આવી છે. તેનો અર્થ એ કે, જો ઈચ્છા હોય, તો તમામ પાંચ રિટેન ખેલાડીઓ ભારતીય અથવા વિદેશી હોઈ શકે છે.
ઓક્શન પર્સમાં રૂ.20 કરોડનો વધારો
એટલું જ નહીં આ વખતે ગવર્નિંગ કાઉન્સિલે ફ્રેન્ચાઈઝીના ઓક્શન પર્સ એટલે કે હરાજીમાં ખર્ચ કરવા માટે ઉપલબ્ધ રકમ 100 કરોડ રૂપિયાથી વધારીને 120 કરોડ રૂપિયા કરી દીધી છે. જો કે, આ ઓક્શન પર્સમાંથી રિટેન કરાયેલા ખેલાડીઓની રકમ પણ કાપવામાં આવશે. આ રીતે, જો કોઈ ફ્રેન્ચાઈઝી તમામ 5 ખેલાડીઓને જાળવી રાખે છે, તો તેના 120 કરોડ રૂપિયાના હરાજી પર્સમાંથી 75 કરોડ પહેલાથી જ કપાઈ જશે અને તે ટીમ બાકીના 20 ખેલાડીઓને ખરીદવા માટે માત્ર 45 કરોડ રૂપિયા લઈને હરાજીમાં જશે.
ભારતીય-વિદેશી ખેલાડીઓ વચ્ચે કોઈ મર્યાદા નથી
આ રૂ.120 કરોડ ઉપરાંત, BCCIએ ફ્રેન્ચાઈઝીઓને રૂ.12.60 કરોડ અલગ રાખવાનો આદેશ પણ આપ્યો છે કારણ કે IPLમાં પ્રથમ વખત ખેલાડીઓને 7.5 લાખ રૂપિયાની મેચ ફી મળશે. આ રીતે જો કોઈ ખેલાડી આખી સિઝનમાં તમામ 14 મેચ રમે છે તો તેને વધારાના 1.05 કરોડ રૂપિયા મળશે. સાથે જ પહેલીવાર ભારતીય કે વિદેશી ખેલાડીઓને રિટેન્શન પરની મર્યાદા પણ હટાવી દેવામાં આવી છે. તેનો અર્થ એ કે, જો ઈચ્છા હોય, તો તમામ પાંચ રિટેન ખેલાડીઓ ભારતીય અથવા વિદેશી હોઈ શકે છે. છેલ્લી મેગા ઓક્શનમાં 4માંથી વધુમાં વધુ 3 ભારતીય અને1 વિદેશી ખેલાડી રિટેન કરી શકાય તેવો નિયમ હતો.
આ પણ વાંચો: IND vs BAN: વરસાદના કારણે બન્યો અજીબ સંયોગ, ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પછી આ દિવસ જોવો પડ્યો