Besan Kachori Recipe : વરસાદી માહોલમાં ગરમા ગરમ બેસનની કચોરી ઘરે બનાવો, જાણો સંપૂર્ણ રેસિપી
ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે બેસન કચોરી કેવી રીતે બનાવી શકાય છે.

ચોમાસાની ઋતુમાં મસાલેદાર ખાવાનું ખાવાનો શોખ મોટાભાગના દરેક લોકોને હોય છે. ત્યારે આજે આપણે બેસન કચોરી બનાવવાની સરળ રેસિપી જોઈશું.

બેસન કચોરી બનાવવા માટે મેંદાનો લોટ, ચણાનો લોટ, વાટેલું લાલ મરચું, ધાણા પાવડર, ઘી, વરિયાળી, અથાણાનો મસાલો,જીરું, તેલ અને મીઠાંની જરુર પડશે.

બેસન કચોરી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદાનો લોટ લો. તેમાં અજમો, સ્વાદ અનુસાર મીઠું અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં હિંગ, જીરું અને વરિયાળી ઉમેરો. આ પછી તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખી થોડી વાર સાંતળી લો.

ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર સાંતળી લો. પછી તેમાં અથાણાનો મસાલો, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગેસ બંધ કરી લો.

હવે બાંધેલા લોટમાંથી નાની પુરી બનાવી તેમાં ચણાના લોટનું સ્ટફિંગ ઉમેરી સારી રીતે કચોરી વાળી લો. જેથી સ્ટફિંગ બહાર ન આવે. ત્યારબાદ તેલ બરાબર ગરમ થયા પછી તેને ધીમી આંચ પર રાખો.

કચોરી બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાર સુધી ફ્રાય કરી લો. તૈયાર કરેલી કચોરીને ચટણી સાથે ગરમાગરમ પીરસી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
