Breaking News : રાજકોટના ગોંડલમાં મગફળીની બમ્પર આવક, ભાવ ઓછા મળતા ખેડૂતો ચિંતિત, જુઓ Video
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની 1 લાખથી વધુ ગુણીની બમ્પર આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભારે આવકને કારણે મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે. યાર્ડમાં એક લાખથી વધુ ગુણી મગફળીની આવક નોંધાતા વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી કતારો લાગી હતી, જેમાં અંદાજે 1300 થી 1400 વાહનો સામેલ હતા. આ જંગી આવકને કારણે માર્કેટ યાર્ડ સત્તાવાળાઓએ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જોકે, આટલી મોટી આવક છતાં ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. હાલ હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ 1000 થી 1550 રૂપિયા સુધીના મળી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે ઓછા વરસાદને કારણે આ વર્ષે મગફળીનો ઉતારો પણ ઓછો આવ્યો છે. સીંગતેલના ઊંચા ભાવની સરખામણીમાં મગફળીના ઓછા ભાવ મળતા તેમને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો 20 કિલો મગફળીના 1600 થી 1800 રૂપિયા ભાવ મળવાની માંગ કરી રહ્યા છે.
અમદાવાદ ફાયર વિભાગમાં ‘ગરુડ’ની એન્ટ્રી, હવે આકાશમાંથી પણ આગ પર થશે પ્રહાર

