અભિનેતા રામ ચરણે ‘RRR’ યુનિટના લોકોને સોનાનો સિક્કો ભેટમાં આપ્યો, જાણો શું છે કારણ ?
જ્યારથી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે, ત્યારથી દેશમાં સર્વત્ર આ ફિલ્મની જ ચર્ચા થઈ રહી છે.

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધમાલ માચવી રહી છે.આ ફિલ્મે માત્ર નવ દિવસમાં 850 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જેમાં પ્રતિદિન ક્લેકશનની વાત કરીએ તો તે 100 કરોડની આસપાસ છે.

આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હોવાથી, ફિલ્મમાં 'અલ્લુરી સીતારામ રાજુ'ની ભૂમિકા ભજવનાર એક્ટર રામ ચરણે 'RRR' યુનિટના તમામ ક્રૂ અને અન્ય સહાયકોને 10 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે.

માર્ચ 2018 માં 'RRR' નું સત્તાવાર લોન્ચિંગ થયુ હતુ. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના કેટલાક વિસ્તારમાં વિશેષ રૂપે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા.

ફિલ્મે 800 કરોડની કમાણી કરી હોવાથી રામ ચરણે તેના ક્રૂને નાસ્તા માટે બોલાવ્યા અને બાદમાં એક સરપ્રાઈઝ ભેટ આપી હતી.

તમને જણાવી દઈએ કે,રામચરણે તેને 1 તોલા સોનાના સિક્કા સાથે એક મિઠાઈનુ બોક્સ પણ આપ્યું. આ સિક્કામાં એક તરફ 'RRR' અને બીજી બાજુ રામચરણનું નામ છે.