AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: શું ઘરની અગાશી પર પક્ષીઓને ચણ નાંખવું જોઈએ? વાસ્તુ શાસ્ત્ર શું કહે છે તે જાણો

વાસ્તુ શાસ્ત્રમાં પક્ષીઓને ચણ અને પાણી આપવું શુભ માનવામાં આવે છે. પરંતુ છત પર ગંદગી જમા થવાથી પરેશાની પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ પક્ષીઓને અગાશી પર ચણ નાંખવું જોઈએ કે , નહી વાસ્તુ શાસ્ત્ર શું કહે છે.

Vastu Tips: શું ઘરની અગાશી પર પક્ષીઓને ચણ નાંખવું જોઈએ? વાસ્તુ શાસ્ત્ર શું કહે છે તે જાણો
Image Credit source: AI
| Updated on: Nov 25, 2026 | 10:51 AM
Share

ઘરની બાલકની કે અગાશી પર સવારે ચકલીઓને કલબરાટ સંભળાતો હોય છે. મોટાભાગના લોકો સવારે પક્ષીઓને ચણ અને પાણી આપે છે. મુંગા જીવો પ્રત્યે દયા અને સેવા ભાવ સાથે જોડાયેલ જોઈ શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પક્ષીઓને ચણ નાંખવા સાથે કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. માનવામાં આવે છે કે, આનાથી ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મકતાનું વાતાવરણ રહે છે. પરંતુ શું ઘરની અગાશી પર પક્ષીઓને ચણ નાંખવું યોગ્ય છે કે નહી. શું આવું કરવાથી વાસ્તુ દોષ પણ થઈ શકે છે. તો ચાલો આ વિશે વાસ્તુની માન્યતાઓ શું કહે છે. તેમજ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેના વિશે જાણીએ

પક્ષીઓને ચણ નાંખવાથી શું વાસ્તુ લાભ છે?

વાસ્તુની માન્યતાઓ અનુસાર પક્ષીઓને ચણ અને પાણી આપવું શુભ માનવામાં આવે છે.આનાથી દયા, સેવા અને સકારાત્મકતા સાથે જોડાયેલ જોવામાં આવે છે. કેટલીક માન્યતાઓમાં કહેવામાં આવે છે કે, નિયમિત રુપે પક્ષીઓને ભોજન આપવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તેમજ પરિવારના સભ્યો વચ્ચે આપસી તાલમેલ સારા રહે છે. કેટલીક ધાર્મિક માન્યતાઓમાં અગાશી પર પક્ષીઓને ચણ નાંખવાથી શનિ, રાહુ અને કેતુ સાથે જોડાયેલા કષ્ટોની શાંતિ વાળા ઉપાય બતાવવામાં આવે છે. આ ઉપાયોથી ગ્રહના દોષ દુર થવા તેમજ આર્થિક સ્થિતિ સુધારવાના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

અગાશી પર ચણ નાંખવાથી ક્યારે પરેશાની થઈ શકે

વાસ્તુની કેટલીક માન્યતાઓમાં ઘરની અગાશી પર રાહુ સાથે જોડાયેલ જોવામાં આવે છે. આ અનુસાર અગાશી પર પક્ષીઓ સતત ગંદકી જમા થાય છે. ખાસ કરીને કબૂતરના મળ અને છૂટાછવાયા અનાજ, જો લાંબા સમય સુધી ધ્યાન વગર રહી જાય. તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. પક્ષીઓના મળ અને સંચિત ગંદકી દુર્ગંધ, જંતુઓ અને સ્વચ્છતા સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, અગાશી પર અનાજ મૂક્યા પછી તે વિસ્તારને સ્વચ્છ રાખવો મહત્વપૂર્ણ છે. આને નાણાકીય નુકસાન અથવા ગ્રહોના પ્રભાવનો ચોક્કસ સંકેત ન માનવો જોઈએ.

પક્ષીઓને ચણ નાંખવા માટે યોગ્ય સ્થળ કયું છે?

જો તમે પક્ષીઓને ચણ ખવડાવવા માંગતા હો, તો તમે તમારા બાલ્કની, આંગણુ અથવા અન્ય કોઈપણ સુરક્ષિત ખુલ્લી જગ્યા પર સ્વચ્છ પાત્રમાં ખોરાક અને પાણી મૂકી શકો છો. એવી જગ્યા પસંદ કરો જ્યાં પક્ષીઓ સરળતાથી ખોરાક ખાય શકે અને જ્યાં આસપાસ કચરો ન હોય.

પક્ષીઓને ચણ નાંખતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

પક્ષીઓને તાજુ પાણી અને અનાજ આપો.બચેલા અનાજ અને મળમૂત્રને નિયમિતપણે સાફ કરો. જ્યાં લપસી પડવાનું, પડી જવાનું અથવા અન્ય અકસ્માતોનું જોખમ હોય ત્યાં ખોરાકનો સંગ્રહ કરશો નહીં. ધાર્મિક માન્યતાઓ પોતાને સ્થાન છે, પરંતુ પક્ષીઓને મદદ કરતી વખતે સ્વચ્છતા અને સલામતી જરુરી છે.

Vastu Tips: સૂર્યાસ્ત પછી શું ન કરવું જોઈએ? વાસ્તુમાં કહેવામાં આવ્યું છે અશુભ! અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">