AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચિરાગ પાસવાન સાથે લગ્નની અફવા પર આરુષિ નિશંકે તોડ્યું મૌન, કહ્યું- ‘તે મારો ખૂબ જ સારો મિત્ર છે’

વર્ષ 2024માં આરુષિ નિશંક અને ચિરાગ પાસવાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ તસવીરમાં બંને સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ ફોટો ચિરાગ પાસવાનના ઘરે લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આરુષિ ચિરાગને મળવા માટે ગઈ હતી અને તેની સાથે ભેટ તરીકે એક પુસ્તક પણ લઈ ગઈ હતી.

Breaking News: ચિરાગ પાસવાન સાથે લગ્નની અફવા પર આરુષિ નિશંકે તોડ્યું મૌન, કહ્યું- 'તે મારો ખૂબ જ સારો મિત્ર છે'
| Updated on: Nov 25, 2026 | 9:26 AM
Share

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી અને અભિનેત્રી આરુષિ નિશંક ફરી એકવાર ચર્ચામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથે તેના લગ્નની અફવાઓ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. જોકે, હવે આરુષિએ આ તમામ અહેવાલો પર મૌન તોડ્યું છે અને લગ્નની વાતોને પાયાવિહોણી ગણાવી છે. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં આરુષિએ સ્પષ્ટ કર્યું કે ચિરાગ પાસવાન તેનો ખૂબ જ સારો મિત્ર છે અને બંને વચ્ચે લગ્ન જેવો કોઈ સંબંધ નથી.

વાયરલ ફોટોને કારણે શરૂ થઈ હતી લગ્નની ચર્ચા

વર્ષ 2024માં આરુષિ નિશંક અને ચિરાગ પાસવાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ તસવીરમાં બંને સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ ફોટો ચિરાગ પાસવાનના ઘરે લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આરુષિ ચિરાગને મળવા માટે ગઈ હતી અને તેની સાથે ભેટ તરીકે એક પુસ્તક પણ લઈ ગઈ હતી. જોકે, સોશિયલ મીડિયા પર લોકોએ આ પુસ્તકને લગ્નનું કાર્ડ સમજી લીધું હતું. ત્યારબાદ બંનેના લગ્નને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. સમય જતાં આ અફવાઓએ જોર પકડ્યું હતું.

‘ચિરાગ મારો ખૂબ જ સારો મિત્ર છે’

લગ્નની અફવાઓ અંગે આરુષિએ હળવા અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, ‘હું ટ્રોલ મટિરિયલ છું, મને ગમે ત્યારે ટ્રોલ કરવામાં આવી શકે છે.’ આ સાથે તેણે ચિરાગ પાસવાનને પોતાનો ખૂબ જ સારો મિત્ર ગણાવ્યો હતો. આરુષિએ કહ્યું કે ચિરાગ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરી રહ્યો છે. તેણે વધુમાં સ્પષ્ટતા કરી કે તે ચિરાગને અભિનંદન આપવા અને પુસ્તક ભેટ આપવા ગઈ હતી, પરંતુ લોકોએ તેનો અલગ જ અર્થ કાઢી લીધો હતો.

જાહેર જીવનમાં આવી ગેરસમજ થતી રહે છેઃ આરુષિ

આરુષિએ જણાવ્યું કે જાહેર જીવનમાં હોવાને કારણે આવી નાની-મોટી ગેરસમજો અને ટીકાઓનો સામનો કરવો પડે છે. જોકે, લોકો તરફથી મળતા અપાર પ્રેમને ધ્યાનમાં રાખીને તે આવી બાબતોને ગંભીરતાથી લેતી નથી. તેણે સ્પષ્ટ કર્યું કે વાયરલ તસવીર પાછળ કોઈ લગ્નની વાત નહોતી, પરંતુ માત્ર મિત્રતા અને પુસ્તક ભેટ આપવાનો પ્રસંગ હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેની મુલાકાત પર પણ આપી પ્રતિક્રિયા

આ વાતચીત દરમિયાન આરુષિએ સપ્ટેમ્બર મહિનામાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે થયેલી મુલાકાત અંગે પણ વાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી, ત્યારબાદ તેને કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે આરુષિએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી એક સંત છે અને તેમના વિશે આ પ્રકારની નકારાત્મક વાતો કરવી યોગ્ય નથી. તેણે કહ્યું કે બાગેશ્વર ધામજી આપણા મહારાજજી છે અને તેમના વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓથી તેને દુઃખ થયું હતું.

કોણ છે આરુષિ નિશંક?

આરુષિ નિશંક એક અભિનેત્રી હોવાની સાથે નિર્માતા, કથક નૃત્યાંગના અને TEDx વક્તા પણ છે. તેણે અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. ખાસ કરીને ગાયક જુબિન નૌટિયાલના લોકપ્રિય ગીત ‘વફા ના રાસ આયી’માં તેના અભિનયને કારણે તેને ઓળખ મળી હતી. આ ઉપરાંત તેણે ‘લાઇફ હિલ ગઈ’ અને ‘મેજર નિરાલા’ જેવા પ્રોજેક્ટ્સ સાથે પણ કામ કર્યું છે. પોતાની પ્રતિભા અને અભિનયના કારણે આરુષિએ મનોરંજન જગતમાં અલગ ઓળખ ઊભી કરી છે. હવે ચિરાગ પાસવાન સાથેના સંબંધોની અફવાઓને ફગાવીને તેણે સ્પષ્ટ કરી દીધું છે કે બંને વચ્ચે માત્ર મિત્રતાનો સંબંધ છે.

આ પણ વાંચો- 7 વર્ષ ડેટિંગ કરી લગ્ન કર્યા, 6000થી વધુ ગીત ગાનાર સિંગરનો આવે છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">