ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂઆતના 2 દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડીને બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ ફેન્સને એક નિવેદન દ્વારા ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત જણાવી હતી. ધોનીના સ્થાને રવિન્દ્ર જાડેજાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આઈપીએલની પ્રથમ સિઝનથી જ એમએસ ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી હતી. ધોનીએ આ ટીમને 6 વખત ચેમ્પિયન બનાવી હતી. આવો તમને જણાવીએ કે એક કેપ્ટન તરીકે ધોની (MS Dhoni) એ શું મેળવ્યું છે.
1 / 5
એમએસ ધોનીએ આઈપીએલમાં 204 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી તેણે 121 મેચ જીતી હતી. તેને 82 મેચમાં હાર મળી હતી. ધોનીની જીતની ટકાવારી 59.60 રહી.
2 / 5
ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 9 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે ટીમ 11 વખત પ્લેઓફમાં પહોંચી છે.
3 / 5
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ધોની ચેન્નાઈ માટે 2 વખત ચેમ્પિયન્સ લીગ જીતવામાં સફળ રહ્યો.
4 / 5
ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની વર્ષ 2007 બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ વગર રમતા જોવા મળશે. તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં તેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.