લોલીપોપ લાગેલુ ગીતથી ફેમસ થયો પવન સિંહ, પરંતુ લગ્ન જીવનમાં રહ્યો અસફળ આવો છે પરિવાર
પવન સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ બિહારના અરાહ પાસેના જોકાહરી ગામમાં થયો હતો. તેમણે અજીત સિંહ (તેમના કાકા) પાસેથી ગીત ગાવાનું શીખ્યા હતા. તેમની નાનપણથી જ તેમણે ગાવાનું શરૂ કર્યું અને હવે તેમના ચાહકો તેમના ગીતને કારણે તેમને ભોજપુરી ઉદ્યોગનો પાવર સ્ટાર કહે છે.

ભાજપ દ્વારા આસનસોલથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપ્યાના 24 કલાકની અંદર જ ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર પવન સિંહના પરિવાર વિશે જાણીએ.

ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર કહેવાતા સિંગર અને એક્ટર પવન સિંહને તેમના ગીતોના કારણે તેને વધુ પસંદ કરવામાં આવે છે. આજે પવન સિંહ સુપરસ્ટાર છે, પરંતુ એક સમય હતો જ્યારે તે ખુબ ગરીબ હતો. તો ચાલો આજે પવન સિંહના પરિવાર વિશે જાણીએ.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીના ચર્ચિત અભિનેતા અને સિંગર પવન સિંહને આજે કોઈ ઓળખ કે નામની જરુર નથી. તેમની ગણતરી ભોજપુરીના ટોપ સ્ટારમાં થાય છે. 5 જાન્યુઆરી 1986ના રોજ બિહારના આરામાં જન્મેલા પવન સિંહને લોલીપોપ લાગેલુ, ઓઢનિયા વાલી જેવા આલ્બમ માટે જાણીતા છે.

આ સિવાય તેમણે ભોજપુરી સિનેમામાં શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી છે. સિંગરના પર્સનલ લાઈફની વાત કરીએ તો અભિનેતાની લાઈફ ખુબ વિવાદીત રહી છે. પવન સિંહે 2 લગ્ન કર્યા છે. તેમજ અનેક ટોપ ભોજપુરી અભિનેત્રીઓ સાથે અફેરની પણ ચર્ચા થઈ ચૂકી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં રિલીઝ થયેલ પવન સિંહનું આલ્બમ 'લોલીપોપ લાગેલુ' આખી દુનિયામાં જબરજસ્ત હિટ થયું હતું. આ આલ્બમે તેની લોકપ્રિયતામાં વધારો કર્યો.

પવન સિંહના ગીતો માત્ર દેશમાં નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે. તે ભોજપુરીનો સૌથી પોપ્યુલર સ્ટાર છે. પવન સિંહનું સૌથી વધુ બોન્ડિંગ તેમની માતા સાથે છે.પવન સિંહ ભોજપુરી સુપર સ્ટાર 2 મોટા ભાઈ અને એક બહેન છે.

પવન સિંહના લગ્નજીવન વિશે વાત કરીએ તો, તેમણે પહેલા લગ્ન નીલમ સિંહ સાથે કર્યા હતા. જેમણે 2015માં સુસાઈડ કર્યું હતુ. ત્યારબાદ 2018માં અભિનેતાએ જ્યોતિ સિંહ સાથે લગ્ન કર્યા. હાલમાં બંન્ને વચ્ચે અણબનાવને લઈને પણ સમાચાર આવતા રહે છે.

પવન સિંહે 2014 માં નીલમ સિંહ સાથે લગ્ન કર્યાં હતા. એક ખાનગી સમારંભમાં પરિવાર, મિત્રો, સંબંધીઓ અને ભોજપુરી ઉદ્યોગના કેટલાક મોટા સ્ટારની હાજરી રહી હતી. પરંતુ તેમના લગ્ન પછી નીલમે 8 માર્ચ 2015ના રોજ તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

2018માં, પવને બલિયામાં એક ખાનગી સમારંભમાં જ્યોતિ સિંહ સાથે લગ્ન કર્યા, જેમાં ફક્ત પરિવાર અને કેટલાક નજીકના સબંધીઓ હાજર રહ્યા હતા. તેણે 2022માં જ્યોતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી

2019માં, ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા અને તેના અભદ્ર ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ તેની વિરુદ્ધ FIR નોંધાવી હતી.આ ઝગડો ખુબ લાંબા સમય સુધી ચાલ્યો હતો.તેની બીજી પત્ની જ્યોતિ સિંહે આરોપ લગાવ્યો કે તેણે તેને બે ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું અને તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

પવન સિંહ યુપી અને બિહારના લોકોનો જાણીતો સ્ટાર છે. તેમણે બીજા ભોજપુરી ગાયકોને પાછળ છોડી દીધા છે. પવન સિંહના ગીત યુટ્યુબ પર આવતા જ મિનિટોમાં લાખો લાઈક મળી જાય છે. પવન સિંહ ગીત, ફિલ્મ તેમજ મોટી બ્રાન્ડના પ્રમોશનથી સારી એવી કમાણી કરી લે છે.

ભાજપના મહાસચિવ અરુણ સિંહે 2014માં બીજેપી બિહાર રાજ્ય એકમના વડા નિત્યાનંદ રાય અને મહાસચિવ અને બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં સિંહને કેસરી હાર પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા.

પવન સિંહને 2024ની લોકસભા ચૂંટણી માટે આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જોકે, તેમણે અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

































































