જમીનદોસ્ત થયા મકાનો, ટ્રકો પલટી ગઈ, અમેરિકાનું મિસિસિપી તોફાન બાદ ખંડેર બન્યું, જુઓ Photos

TV9 GUJARATI

|

Updated on: Mar 27, 2023 | 5:17 PM

અમેરિકાના મિસિસિપીમાં તોફાને ભારે તબાહી સર્જી હતી, તોફાન બાદની તારાજીની કેટલીક તસ્વીરો સામે આવી છે. મિસિસિપીમાં તોફાન બાદ ગવર્નર ટેટ રીવસે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને પણ મદદનું વચન આપ્યું છે.

અમેરિકાના મિસિસિપીમાં આવેલા ભીષણ વાવાઝોડાએ રાષ્ટ્રપતિ જો બાયડેનની ઊંઘ હરામ કરી દીધી છે. આ તોફાન પછી, એક હરિયાળું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું. વાવાઝોડાએ 26 લોકોના જીવ લીધા. તે જ સમયે, ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

1 / 6
આ તસવીરો ભયાનક છે. ક્યાંક ટ્રકો પલટી ગઈ તો ક્યાંક તોફાનમાં આખું ઘર ઉડી ગયું. મિસિસિપીએ અમેરિકાના સૌથી ગરીબ વિસ્તારોમાંનું એક છે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

2 / 6
વાવાઝોડાને કારણે થયેલા વિનાશ બાદ સેંકડો મકાનો અને ઓફિસોને નુકસાન થયું હતું. વીજ પુરવઠો સદંતર બંધ થઈ ગયો છે. સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

3 / 6
તોફાનના કારણે 26 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો હજુ પણ લાપતા છે. તોફાન કેટલું ભયંકર હતું, તે કારની આ તસવીર જોઈને જ અંદાજી શકાય છે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

4 / 6
રાષ્ટ્રપતિ જો બાયડેને શુક્રવારે રાત્રે આવેલા વિનાશક તોફાન બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. રાહત અને બચાવ કામગીરી માટે મિસિસિપીને નાણાકીય સહાય આપવામાં આવશે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

5 / 6
વાવાઝોડાએ મિસિસિપીમાં જેક્સનથી લગભગ 96 કિલોમીટર ઉત્તરપૂર્વમાં તબાહી મચાવી હતી. હવામાન વિભાગે વધુ વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. (ફોટો ક્રેડિટ- રોઇટર્સ)

6 / 6

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati