Gir Somnath: સોમનાથમાં ચોપાટી પર ગટરનું ગંદુ પાણી છોડાતા યાત્રિકો પરેશાન, ટ્રસ્ટ દ્વારા PM મોદી અને અમિત શાહને કરાઈ રજૂઆત-Photos

Gir Somnath: ગીરસોમનાથ નજીક આવેલ ચોપાટી પર પગ બોળતા પહેલા 100 વાર વિચારજો. પ્રભાસ પાટણ શહેરની ગંદી ગટરનું પાણી સીધુ ચોપાટીમાં છોડવામાં આવી રહ્યુ છે. જેનાથી યાત્રિકો પણ પરેશાન છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ નરેન્દ્ર મોદી, ટ્રસ્ટી અમિત શાહ અને પાલિકાને ગંદુ પાણી ન છોડવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 11:52 PM
Gir Somnath: ગુજરાત રાજ્ય  દ્વારા રાજ્યના તીર્થ સ્થળો અને ટુરિસ્ટર્સ સ્થળો વિકસાવવા માટે અથાગ પ્રયાસો કરાઈ રહ્યા છે જેમાં પણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થને વિકસાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને વિકાસ ભારે માત્રામાં થઈ રહ્યો પણ છે.

1 / 7
સોમનાથ મંદિર નજીક વિશાળ ચોપાટી આવેલી છે જેમાં તાજેતરમાં જ વિશાળ વોકવે તૈયાર કરાયો છે. રૂપિયા 20 કરોડથી વધુના ખર્ચે સાગર દર્શનથી છેક ત્રિવેણી સંગમ સુધી બનાવાયો છે પરંતુ ચોપાટીમાં પ્રભાસ પાટણ આખા શહેરનું ગટર નું ગંદૂપાણી ઠલવાય રહ્યું છે જાણે નાની સુની નદી સમૂ વહેણ ભારે ગંદકી અને દુર્ગંધ સાથે ચોપાટીમાં મળી રહ્યું છે.

2 / 7
સોમનાથ તીર્થ પ્રવાસનની સર્કિટ બન્યુ છે જેમાં દ્વારકા, સોમનાથ, સાસણગીર, દીવ, સહિતના સ્થળોનું મુખ્ય મથક સોમનાથ મનાય છે. અહીં બારેમાસ દેશ-વિદેશના ભારે ભાવિકો સોમનાથ જરૂર આવે છે તો સમુદ્રથી દૂર રહેનારા લોકો સોમનાથની ચોપાટી પર દરિયાનો ઘૂઘવાટ અને મોજા જોઈ અને ભાવવિભોર બને છે.

3 / 7
જોકે અહીં અનેક દુર્ઘટનામાં અનેક યાત્રિકોએ દરિયામાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. ચોપાટી પર દરિયામાં ન જવા કલેકટરનું જાહેરનામું પણ બહાર પડેલું હોય આમ છતાં ભારે માત્રામાં યાત્રિકો પરિવાર સાથે દરિયાના મોજા માણવાનું ચૂકતા નથી. ત્યારે બિચારા અજાણ્યા યાત્રિકોને ક્યાં ખબર હોય છે કે જે પાણીમાં તે મોજ માણી રહ્યા છે તે તો પ્રભાસ પાટણ શહેરની ગટરના પાણી સાથે જોડાયેલું પાણી છે.

4 / 7
 અરબી સમુદ્રના ઉછળતા મોજા સાથે શહેરની ગટરનું પાણી ભળી રહ્યાનું યાત્રિકોને ધ્યાને આવે છે ત્યારે યાત્રિકોમાં ભારે કચવાટ ફેલાઈ રહ્યો છે. યાત્રિકો વિનમ્રભાવે જણાવી રહ્યા છે કે જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આપણા વડાપ્રધાન મોદી છે અને ટ્રસ્ટી અમિત શાહ છે ત્યારે આ ચૂક કેમ??તાકીદે આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય કરાય તે જરૂરી છે.

5 / 7
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુંડિયાએ જણાવ્યુ કે વેરાવળ પાટણ જોડીયા શહેર પૌરાણિક છે અને આ શહેરોનું પાણી અનાદિકાળથી દરિયામાં જ જાય છે પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના મળતા વેરાવળ પાટણ શહેરની ત્રણ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે.

6 / 7
હવે તમામ ઘર ધરાવતા લોકોના ગટર કનેક્શન ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર સાથે જોડાશે. અને દરિયામાં આજ  સુધી જતું ગટરનું પાણી અટકાવી શકાશે. પરંતુ આ સમય ક્યારે આવશે ?? તે બાબતે યાત્રિકોમાં પણ આશંકા છે. Input Credit- Yogesh Joshi- Gir Somnath

7 / 7
Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

g clip-path="url(#clip0_868_265)">