Fridge Distance: ચોમાસામાં ભેજ આવતા ફ્રિજને દિવાલથી કેટલું દૂર રાખવું? શોટ સર્કિટથી બચાવશે આ ટ્રિક
મોટાભાગના લોકો જગ્યા બચાવવા માટે ફ્રિજને દિવાલની છેક અડાવીને રાખે છે, જે ખૂબ જ ખતરનાક બની શકે છે. તેમા પણ ચોમાસા દરમિયાન દિવાલ પર ભેજ ઉતરતો હોય છે અને જો તમારું ફ્રિજ દિવાલને અડીને હશે તો તેમાં કરંટ ઉત્પન્ન થઈ શકે છે

આજકાલ, દરેક ઘરમાં ફ્રિજ હોય છે. હવામાન થોડું ઠંડુ હોય કે વરસાદ આવે ત્યારે ખાદ્યપદાર્થોને તાજા અને સુરક્ષિત રાખવા માટે ફ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે 99% લોકો ફ્રિજને દિવાલ સાથે અડાવીને લગાવે છે, ત્યારે આમ કરવું ચોમાસામાં ખતરનાક સાબિત થઈ શકે છે તો ફ્રિજને દિવાલથી કેટલું દૂર રાખવું જોઈએ ચાલો જાણીએ

મોટાભાગના લોકો જગ્યા બચાવવા માટે ફ્રિજને દિવાલની છેક અડાવીને રાખે છે, જે ખૂબ જ ખતરનાક બની શકે છે. તેમા પણ ચોમાસા દરમિયાન દિવાલ પર ભેજ ઉતરતો હોય છે અને જો તમારું ફ્રિજ દિવાલને અડીને હશે તો તેમાં કરંટ ઉત્પન્ન થઈ શકે છે અને ફ્રિજમાં શોટ સર્કિટ થઈ બ્લાસ્ટ પણ થઈ શકે છે.

મોટાભાગે આપણે ઉનાળામાં શોટ સર્કિટના કિસ્સાઓ જોયા છે પણ ચોમાસા દરમિયાન આ ભૂલના કારણે પણ તમારા ફ્રિજમાં શોટ સર્કિટ થઈને બ્લાસ્ટ થઈ શકે છે. આથી ફ્રિજને દિવાલથી કેટલું દૂર રાખવું જોઈએ ચાલો અહીં જાણીએ.

નિષ્ણાતો કહે છે કે ફ્રિજ અને દિવાલ વચ્ચે થોડી જગ્યા પણ ન રાખવી એ એક મોટી ભૂલ હોઈ શકે છે. માત્ર ચોમાસામાં જ નહીં ગમે તે સિઝન હોય ફ્રિજ અને દિવાલ વચ્ચે થોડુ અંતર તો રાખવું જ જોઈએ. આમ ન કરવામાં આવે તો ફ્રિજનું વેન્ટિલેશન બગડે છે, જે ઠંડકને અસર કરે છે અને ફ્રીજ વધુ ગરમ થઈ શકે છે. ઓવરહિટીંગને કારણે, ફ્રીજમાં આગ પણ લાગી શકે છે અથવા બ્લાસ્ટ પણ થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, ફ્રિજને પાછળની દિવાલથી ઓછામાં ઓછું 2 ઇંચ (લગભગ 5 સેમી), ટોચના કેબિનેટથી 1 ઇંચ (લગભગ 2.5 સેમી) અને બંને બાજુથી ઓછામાં ઓછું 1/4 ઇંચ (લગભગ 0.6 સેમી) દૂર રાખવું જોઈએ.

આ સાથે સેમસંગ જેવી મોટી કંપનીએ પણ તેની રેફ્રિજરેટર માર્ગદર્શિકામાં કહ્યું છે કે ફ્રિજની બાજુઓ અને પાછળ 50 મીમી (લગભગ 2 ઇંચ) અને ઉપરથી 100 મીમી (લગભગ 4 ઇંચ) ની જગ્યા હોવી જોઈએ. આ ફ્રિજનું પ્રદર્શન સુધારે છે અને વીજળીનો વપરાશ પણ ઘટાડે છે.

જો તમે અત્યાર સુધી તમારા રેફ્રિજરેટરને દિવાલની નજીક રાખ્યું છે, તો આજથી જ તેને યોગ્ય અંતરે રાખો. આ માત્ર સલામતીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે રેફ્રિજરેટરની કાર્યક્ષમતા પણ જાળવી રાખે છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
