AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV કે પેટ્રોલ/ડીઝલ? દર મહિને 1000 કિલોમીટર વપરાશ હોય તો ‘ઇલેક્ટ્રિક વ્હીકલ’ લેવાય કે નહીં?

આજના સમયમાં નવું વાહન ખરીદતી વખતે મોટાભાગના લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, પેટ્રોલ/ડીઝલ કાર લેવી કે પછી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)? ઇંધણના વધતા ભાવ અને પ્રદૂષણની ચિંતા વચ્ચે EV એક આકર્ષક વિકલ્પ ચોક્કસ દેખાય છે પરંતુ શું દર મહિને માત્ર 1000 કિલોમીટરના રનિંગ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવી નાણાકીય રીતે સમજદારીભર્યો નિર્ણય ગણાય?

| Updated on: Aug 12, 2026 | 8:28 PM
Share
જો દર મહિને તમારું વાહન 1000 કિલોમીટર ચાલે છે, તો તેનો અર્થ એ થયો કે તમે દરરોજ સરેરાશ 30 થી 35 કિલોમીટર ડ્રાઇવિંગ કરો છો. પેટ્રોલ કારની વાત કરીએ તો, ધારી લો કે તમારી કાર લિટર દીઠ 15 કિલોમીટરની એવરેજ આપે છે અને પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹100 ની આસપાસ છે. આ સ્થિતિમાં દર મહિને 1000 કિમી ગાડી ચલાવવા માટે તમારે અંદાજે ₹6,500 થી ₹7,000 નું પેટ્રોલ પુરાવવું પડશે. સરળ રીતે સમજીએ તો, વાર્ષિક ઇંધણ ખર્ચ લગભગ ₹80,000 થી ₹85,000 ની આસપાસ થશે. આ સિવાય દર વર્ષે સર્વિસ અને મેઇન્ટેનન્સનો ખર્ચ અલગથી થાય છે.

1 / 5
હવે જો તમે EV પસંદ કરો છો, તો ઘરે ચાર્જિંગ કરવાનો ખર્ચ પ્રતિ યુનિટ વીજળીના દર મુજબ પ્રતિ કિલોમીટર માત્ર ₹1 થી ₹1.50 જેટલો આવે છે. આ હિસાબે 1000 કિલોમીટર માટે તમારો માસિક વીજળીનો ખર્ચ માત્ર ₹1,000 થી ₹1,500 થશે. આમાં પેટ્રોલ કારની સરખામણીએ તમે દર મહિને અંદાજે ₹5,000 થી ₹5,500 અને વાર્ષિક આશરે ₹60,000 થી ₹65,000 જેટલી સીધી બચત કરી શકો છો. આ ઉપરાંત, EV માં એન્જિન ઓઇલ કે ખાસ મિકેનિકલ પાર્ટ્સ ન હોવાથી તેનો સર્વિસ ખર્ચ પણ પેટ્રોલ/ડીઝલ કાર કરતા ઘણો ઓછો હોય છે.

2 / 5
અહીં બીજું પાસું એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, પેટ્રોલ-ડીઝલ કારની સરખામણીમાં સમાન મોડેલની EV ની શરૂઆતી ખરીદ કિંમત (Upfront Cost) ₹3 થી ₹4 લાખ જેટલી વધુ હોય છે. જો તમે દર મહિને 1000 કિમી ગાડી ચલાવો છો, તો આ વધારાની મોંઘી કિંમત વસૂલવામાં (Payback Period) તમને અંદાજે 4 થી 5 વર્ષનો સમય લાગી શકે છે. જો તમારા વાહનનું રનિંગ દર મહિને 1500 કે 2000 કિમી કરતાં વધુ હોય તો EV ખરીદવાનો નાણાકીય ફાયદો ખૂબ ઝડપથી દેખાવા લાગે છે પરંતુ 1000 કિમીના વપરાશમાં બચત થવામાં થોડો સમય લાગે છે.

3 / 5
આ સાથે જ વ્યવહારુ સુવિધાઓનો વિચાર કરવો પણ એટલો જ મહત્ત્વનો છે. જો તમારી પાસે ઘરે પોતાનું પર્સનલ પાર્કિંગ, હોમ ચાર્જિંગ સેટઅપ કરવાની સગવડ હોય અને તમારો મોટાભાગનો વપરાશ શહેરની અંદર જ હોય, તો 1000 કિમીના માસિક રનિંગ માટે પણ EV એક ઉત્તમ તેમજ આરામદાયક અનુભવ આપે છે. જો તમારે વારંવાર લાંબા અંતરની હાઇવે મુસાફરી કરવી પડતી હોય અને ચાર્જિંગ સ્ટેશન શોધવાની કે ચાર્જિંગમાં સમય બગાડવાની ઝંઝટ ન જોઈતી હોય, તો પેટ્રોલ કે હાઇબ્રિડ કાર હજુ પણ વધુ અનુકૂળ રહે છે.

4 / 5
આમ જોવા જઈએ તો, દર મહિને 1000 કિમી રનિંગ માટે EV લેવી સંપૂર્ણપણે ખોટો નિર્ણય નથી પરંતુ તે તમારી પ્રાથમિકતા પર નિર્ભર કરે છે. જો તમારું લક્ષ્ય ભવિષ્યમાં ઇંધણના વધતા ભાવથી રાહત મેળવવાનું, સ્મૂધ અને સાઇલન્ટ ડ્રાઇવિંગ અનુભવ માણવાનું તેમજ પર્યાવરણને અનુકૂળ રહેવાનું હોય, તો તમે ચોક્કસપણે EV તરફ જઈ શકો છો. જો તમારું બજેટ સીમિત હોય અને તમે કાર ખરીદતી વખતે જ આર્થિક બોજ લેવા ન માંગતા હોવ, તો પેટ્રોલ કાર હજુ પણ આ રનિંગ માટે એક વ્યવહારુ અને સસ્તો વિકલ્પ બની રહે છે.

5 / 5
ડિસ્ક્લેમર (Disclaimer): આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી, બજારના અંદાજ અને અહેવાલો (Reports) પર આધારિત છે. અલગ-અલગ વાહનોના મોડેલ, ઇંધણના ભાવ અને ચાર્જિંગ દરોના આધારે વાસ્તવિક ખર્ચમાં તફાવત હોઈ શકે છે. આથી, કોઈપણ નવું વાહન ખરીદતા પહેલાં ઓટોમોબાઇલ નિષ્ણાત (Auto Expert) ની સલાહ ચોક્કસથી લો.

₹5 લાખના બજેટમાં કઈ ‘Car’ ખરીદવી? જાણો કઈ ગાડી આપશે ‘સૌથી વધુ માઇલેજ’ અને ‘ઓછો મેન્ટેનન્સ’

Follow Us
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ

VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો

સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ

વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું

તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો

અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે

સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

g clip-path="url(#clip0_868_265)">