Rohit Sharma Birthday: રોહિત શર્મા ગરીબીમાં ઉછર્યો હતો, આ માણસે તેની જીંદગી બદલી નાંખી, હિટમેનના ‘મસીહા’ ની કહાની

આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 35 વર્ષનો થઈ ગયો છે. રોહિતને આ સ્થાન સુધી લઈ જવામાં એક એવી વ્યક્તિની મહત્વની ભૂમિકા છે જેણે ક્રિકેટ કારકિર્દી સુધી તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:46 AM
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે. તેના નામે ઘણા બેટિંગ રેકોર્ડ છે જે તેને એક મહાન બેટ્સમેન બનાવે છે. તે ચાહકોના દિલ પર રાજ કરે છે. આજે આ સ્ટાર બેટ્સમેન 35 વર્ષનો થઈ ગયો છે. રોહિતને આ સ્થાન સુધી લઈ જવામાં એક એવી વ્યક્તિની મહત્વની ભૂમિકા છે જેણે ક્રિકેટ કારકિર્દી સુધી તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવ્યો.

1 / 5
રોહિત શર્માનો જન્મ નાગપુરના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમનો ઉછેર મુંબઈમાં થયો હતો જ્યાં તેઓ તેમના દાદા-દાદી અને કાકા સાથે રહેતા હતા. અહીંથી તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તે દિનેશ લાડની એકેડમીમાં રમતો હતો. કોચે તેને વધુ સારી તાલીમ માટે સ્વામી વિવેકાનંદ કોલેજમાં એડમિશન લેવાની સલાહ આપી. રોહિત પાસે પૈસા ન હોવા છતાં, લાડે તેને શિષ્યવૃત્તિ અપાવી જેથી રોહિતે એક પણ પૈસો ચૂકવ્યા વિના ચાર વર્ષ સુધી ત્યાં ભણવાનું શરૂ કર્યું.

2 / 5
રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દીને પણ અહીં જ ઉડાન મળી હતી. જોકે તે સમયે તે ઓફ સ્પિનર ​​હતો. લાડે રોહિતમાં એક બેટ્સમેનની ઝલક જોઈ અને તેણે સીધું જ રોહિતને ઓપનિંગ કરવાનું કહ્યું. રોહિતની કારકિર્દીએ અહીંથી સાચો રસ્તો પકડ્યો અને પછી તેણે પાછળ વળીને જોયું નથી. 17 વર્ષની ઉંમરે તેણે મુંબઈ માટે રમવાનું શરૂ કર્યું.

3 / 5
રોહિત શર્માની રમત સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ કોચ દિનેશ લાડે જોઈ હતી અને તેમણે રોહિતને મદદ કરી હતી. કોચ દિનેશ લાડે રોહિત માટે 4 વર્ષની સ્કોલરશિપની પણ વ્યવસ્થા કરી હતી. અહીંથી શરૂ થયેલી રોહિતની સફર આજે પણ સફળતાપૂર્વક ચાલી રહી છે.

4 / 5
ધોનીએ તેને ઓપનિંગ કરવાની તક આપી ત્યારે ભારતીય ટીમમાં રોહિતનું નસીબ પણ ફરી વળ્યું. તેણે અત્યાર સુધીમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. તે જ સમયે, તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો કેપ્ટન છે અને ચાહકોને આશા છે કે રોહિત ICC ટ્રોફી માટે તેની રાહનો અંત લાવશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">