AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિરાટ-રોહિત પછી હવે 29 વર્ષની ઉંમરે આ ક્રિકેટરે ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લીધો

ભારતના 2 દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. આ બંન્ને ક્રિકેટર હવે માત્ર વનડે ઈન્ટરનેશનલ મેચ રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ 29 વર્ષના ક્રિકેટરે ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. જાણો કોણ છે આ ક્રિકેટર

| Updated on: Jun 10, 2025 | 10:17 AM
 વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સ્ટાર ક્રિકેટર નિકોલસ પુરને ચાહકોને એક ઝટકો આપ્યો છે. તેમણે માત્ર 29 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. આ સમાચાર ક્રિકેટ જગતમાં એક મોટો ઝટકો છે. કારણ કે, મોર્ડન ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. જોકે, તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ કરશે.

1 / 6
નિકોલસ પુરનનો જન્મ 2 ઓક્ટમ્બર 1995ના રોજ ત્રિનિદાદ અને ટોબૈગોમાં થયો હતો. તેમણે પોતાના કરિયરની શરુઆત 2016માં વેસ્ટઈન્ડિઝ માટે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટથી કરી હતી. થોડા સમયમાં તે ટીમનો મહત્વનો ખેલાડી બની ગયો. પુરને વનડે અને ટી20 ફોર્મેટમાં પણ યાદગાર ઈનિગ્સ રમી છે.

2 / 6
પુરને વેસ્ટઈન્ડિઝ માટે 61 વનડે મેચમાં 1983 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે.ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમણે 106 મેચમાં 2275 રન બનાવ્યા છે. આ સિવાય તેની વિકેટકીપગ શાનદાર રહી છે.

3 / 6
તમને જણાવી દઈએ કે,પુરનના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. સોશિયલ મીડિયા પર રિએક્શન પણ આપી રહ્યા છે. કેટલાક ચાહકોનું કહેવું છે કે, પુરનનો આ નિર્ણય પૈસાના કારણે લીધો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટના મુકાબલે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં તેને વધારે પૈસા મળે છે.

4 / 6
નિકોલસ પુરને સંન્યાસની જાહેરાત કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું મે ખુબ સમજી વિચારીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. આ રમતને આપણે પ્રેમ કરીએ છીએ. આને મને ઘણું બધુ આપ્યું છે.ખુશી ,ઉદ્દેશ્ય, અનેક યાદો અને વેસ્ટઈન્ડિઝ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી. આ બધું શબ્દોમાં કહેવું મુશ્કેલ છે.

5 / 6
 ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં તેની કમાણી અનેક ગણી વધારે છે. ઉદાહરણ તરીકે, IPL 2025 માં, લખનૌ સુપર જાયન્ટ્સે તેને 21 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કર્યો હતો. આ રકમ એક સીઝન માટે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, આટલી કમાણી કરવા માટે તેને ઘણા વર્ષો સુધી રમવું પડ્યું હોત.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">