ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ઓસ્ટ્રેલિયાનો સુપરસ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ રનિંગ કરી 8408 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?
ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથની. સ્ટીવ સ્મિથ વર્તમાન ક્રિકેટનો સૌથી ક્લાસિક અને સફળ બેટ્સમેન છે. જાણો તેના આ ખાસ રેકોર્ડ અને આંકડા વિશે.

વિશ્વ ક્રિકેટમાં છેલ્લા દશકના ફેબ 4 બેસ્ટમેનોમાં એક સ્ટીવ સ્મિથ સફળ બેસ્ટમેન અને કેપ્ટન છે. સ્મિથે ઓસ્ટ્રેલિયા તરફથી રમતા લાંબા સમય ત્રણેય ફોર્મેટમાં ટીમની કપ્તાની કરી છે અને સાથે જ સૌથી વધુ રન બનાવ્યા છે.

ટેસ્ટ અને વનડેમાં બેટ્સમેનોની વર્લ્ડ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ લાંબો સમય વર્લ્ડ નંબર 1ના સ્થાન પર રહ્યો છે. સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાને અનેક મેચોમાં યાદગાર જીત અપાવી છે.

સ્ટીવ સ્મિથે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 310 મેચો રમી છે અને 15382 રન બનાવ્યા છે. જેમાં કુલ 44 સદી અને 73 ફિફ્ટી સામેલ છે.

સ્ટીવ સ્મિથે ત્રણેય ફોર્મેટમાં 1557 ફોર અને 125 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી સ્મિથે 6978 રન બનાવ્યા છે.

સ્ટીવ સ્મિથે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 8408 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 170 KM દોડ્યો છે.