દિશા વાકાણી કરતા વધુ બોલ્ડ છે નવા દયાબેન, ટૂંક સમયમાં TMKOC માં આ એક્ટ્રેસ કરશે એન્ટ્રી?
નવા દયાબેન (Daya Ben) દિશા વાકાણી કરતા વધુ બોલ્ડ છે. દિશા વાકાણીની (Disha Vakani) જગ્યાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તરફથી એક્ટ્રેસ કાજલ પિસાલની 'દયા બેન'ના રોલ માટે પસંદગી થઈ શકે છે.

સોની સબ ટીવીની કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટૂંક સમયમાં જ નવી દયાબેનની એન્ટ્રી થવાની છે. દયા બેનનું પાત્ર ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણીએ આ સીરિયલમાંથી બ્રેક લીધો છે, ઘણા વર્ષો વીતી ગયા છે. પરંતુ તેના પરત ફરવાના કોઈ સમાચાર આવી રહ્યા નથી.

થોડા દિવસો પહેલા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે દયાબેનની એન્ટ્રી ચોક્કસ થશે. જો દિશા નહી આવે તો તેની જગ્યા અન્ય કોઈ એક્ટ્રેસ તેને રિપ્લેસ કરી શકે છે.

અસિત મોદીની આ વાત પછી દયા બેનના પાત્ર માટે ઓડિશન શરૂ થઈ ગયા. સમાચાર મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને તેની દયા મળી ગઈ છે.

'બોમ્બે ટાઈમ્સ'ના રિપોર્ટ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તરફથી એક્ટ્રેસ કાજલ પિસાલની 'દયા બેન'ના રોલ માટે પસંદગી થઈ શકે છે. હાલમાં જ આ એક્ટ્રેસે કલર્સ ટીવીની સીરિયલ 'સિર્ફ તુમ'ને અલવિદા કહ્યું હતું.

જો બધું બરાબર રહ્યું તો કાજલ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરી શકે છે. પરંતુ જેઠાલાલથી લાંબી નવી દયા બેન દર્શકોને ગમશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.