PM Modi Birthday: વિવેક ઓબેરોયથી લઈને રજત કપૂર સુધી, આ બોલિવૂડ સેલેબ્સે સ્ક્રીન પર ભજવી છે પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા
PM Modi 73rd birthday : આજે 17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. PM આજે 73 વર્ષના થયા. આજે આ ખાસ અવસર પર ચાલો જાણીએ કે કયા ફિલ્મ કલાકારોએ પડદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે.


PM Modi Birthday Special : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે 2014થી દેશ પર શાસન કરી રહ્યા છે. દેશભરમાં તેની ચર્ચા છે. વડાપ્રધાન મોદીએ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી દેશને લઈને ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આમાંના ઘણા નિર્ણયોની જનતા દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, જ્યારે ઘણા નિર્ણયોનો જનતા દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

'પીએમ મોદી' 'PM મોદી'ના નામ પર બનેલી આ ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોયે વડાપ્રધાનની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી. જેમાં નરેન્દ્ર મોદીની બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર બતાવવામાં આવી હતી. આ ફિલ્મ ડાયરેક્ટર ઉમંગ કુમારે બનાવી હતી.

'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' અભિનેતા રજત કપૂરે ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં પીએમ મોદીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મની વાર્તાએ પડદા પર ધૂમ મચાવી હતી.

'નમો સૌને ગમો' 'નમો સૌને ગમો' ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર અભિનેતા લાલજી દેવરિયાએ ભજવ્યું હતું. આ એક ગુજરાતી ફિલ્મ છે, જેમાં નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી સફર બતાવવામાં આવી છે. આ ફિલ્મ નરેન્દ્ર મોદીની દેશના વડાપ્રધાન બનવાથી લઈને ગુજરાતના સીએમ બનવા સુધીની સફરને આવરી લે છે.

'બટાલિયન 609' આ ફિલ્મ 'બટાલિયન 609'માં કેકે શુક્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા નરેન્દ્ર મોદીની નિર્ણયશક્તિ અને તેમના જીવન સાથે જોડાયેલા પાસાઓને દર્શાવે છે. આ ફિલ્મ ડાયરેક્ટર બ્રિજેશ બટુકનાથ ત્રિપાઠીએ બનાવી છે.






































































