આ તીર્થસ્થાનો શ્રાદ્ધ અને પિંડદાન માટે સૌથી પવિત્ર છે, તેમનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ વાંચો
બોધગયા ઉપરાંત ગુજરાતના આ સ્થળો પૂર્વજો માટે પિંડ દાન અને શ્રાદ્ધ વિધિઓ કરવા માટે પણ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. તો, અહીં તમે તમારા પૂર્વજો માટે પિંડ દાન ક્યાં ક્યાં કરવું તેના વિશે જાણી શકો છો.

પિતૃપક્ષ પિતૃઓને સમર્પિત હોય છે. આ દરમિયાન દાન -પૂર્ણ કરવાની સાથે પિતૃ, તર્પણ અને શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પૂર્વજોને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે ભારત સહિત ગુજરાતમાં આવેલા કેટલાક મુખ્ય તીર્થ સ્થળો વિશે જાણીશું. જ્યાં શ્રાદ્ધ કર્મ અથવા પિંડદાન કરવાથી વ્યક્તિને વશિષે સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે.

ચાણોદ કરનાળી આ સ્થળ દક્ષિણ ગુજરાતના નર્મદા નદીના કિનારે આવેલું છે. અહી નર્મદા, ઓરસંગ અને મુક્તા નદીનો ત્રિવેણી સંગમ આવેલો છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની આત્મશાંતિ માટે નર્મદા તટે પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.

પિંડારા દ્વારકા પાસે આવેલું છે. અહી પાંડવોએ પોતાના પિતૃઓના મોક્ષ માટે તર્પણ અને શ્રાદ્ધ કર્યું હોવાની માન્યતા છે.

સિદ્ધપુર બિંદુ સરોવર પાટણ, આ સ્થળ માતૃગયા તરીકે ઓળખાય છે. ભારતભરમાં પિતૃઓ માટે ગયાજી ફેમસ છે. જ્યારે માતાના શ્રાદ્ધ અને માતૃપક્ષના પિંડદાન માટે સિદ્ધપુરનું બિંદુ સરોવર સર્વોતમ માનવામાં આવે છે. અહી કપિલ મુનીએ પોતાની માતા દેવહૂતિનું શ્રાદ્ધ કર્યું હોવાનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે.

બિહાર રાજ્યમાં ફાલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં સ્થિત બોધગયા, સૌથી પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે, જ્યાં ઘણા લોકો તેમના પૂર્વજો માટે પિંડદાન (પૂજા) કરવા માટે જાય છે.

આ તે સ્થળ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે બોધિ નામના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ તેને મુક્તિની ભૂમિ તરીકે વર્ણવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પોતે અહીં પૂર્વજોના દેવતા તરીકે હાજર છે. અહીં કરવામાં આવતી પિંડદાન (પૂજા) 108 કુળો અને સાત પેઢીઓને મુક્તિ અપાવે છે. (All photo : PTI)
Pitru Paksha 2026: પિતૃ પક્ષ દરમિયાન જેમના મૃત્યુની તિથિ જાણીતા નથી, તેવા પૂર્વજોનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો અહી ક્લિક કરો
