AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pitru Paksha 2026: પિતૃ પક્ષ દરમિયાન જેમના મૃત્યુની તિથિ જાણીતા નથી, તેવા પૂર્વજોનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો

Pitru Paksha 2026 : પિતૃપક્ષને પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ જો પરિવારને પૂર્વજોના મૃત્યુની ચોક્કસ તારીખ ખબર ન હોય તો શું? ચાલો સરળ શબ્દોમાં જાણીએ.

Pitru Paksha 2026: પિતૃ પક્ષ દરમિયાન જેમના મૃત્યુની તિથિ જાણીતા નથી, તેવા પૂર્વજોનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો
| Updated on: Sep 30, 2026 | 8:56 AM
Share

સનાતન ધર્મમાં પિતૃપક્ષની વિધિનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવ્યું છે. વર્ષ 2026માં પિતૃપક્ષની શરુઆત 26 સપ્ટેમ્બર શનિવારથી શરુ થઈ છે. જે 10 ઓક્ટોમ્બરના સર્વપિતૃ અમાવસ્યા પર સમાપ્ત થશે. આ દરમિયાન જે લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે સંપૂર્ણ શ્રદ્ધાથી શ્રાદ્ધ અને તર્પણ કરે છે. પરંતુ કેટલીક વખત લોકો પોતાની પૂર્વજોની મૃત્યુની સાચી તિથિ જાણતા હોતા નથી. જેનાથી તેઓ અસમંજસમાં મુકાય જાય છે, કે, તેનું શ્રાદ્ધ કયાં દિવસ કરવું. શાસ્ત્રોમાં આ સમસ્યાને ખુબ સરળ અને ચોખ્ખું સમાધાન બતાવવામાં આવ્યું છે, જો તમે તમારા પૂર્વજોની તિથિને લઈ પરેશાન છો. તો ચાલો જાણીએ કે, જેની મૃત્યુની તિથિ ખબર ના હોય , તેનું શ્રાદ્ધ ક્યારે અને કઈ વિધિથી કરવું જોઈએ.

જે પૂર્વજોની તિથિ જાણતા નથી. તેનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ?

જે પૂર્વજોનું મૃત્યુંની તિથિ જાણતા નથી. તેનું શ્રાદ્ધ છેલ્લા દિવસે ટુંકમાં સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે. જો 15 દિવસના પિતૃપક્ષમાં કોઈ કારણોસર પિતૃની તિથિ પર શ્રાદ્ધ ન થઈ શક્યું હોય. તો એક દિવસે બધાનું તર્પણ કરવામાં આવી શકે છે. આ દિવસે જે લોકો ભૂખ્યા હોય છે. તેને જમાડવાથી જે પૂર્વજોની તિથિ જાણતા નથી તેના માટે ખુબ શુભ માનવામાં આવે છે. સર્વપિતૃ અમાવસના દિવસે તર્પણ કરવાથી એ તમામ પિતૃની આત્માને તૃપ્તિ મળે છે. જેના મૃત્યુની સાચી તિથિ પરિવારના લોકોને યાદ હોતી નથી. આ માટે આ પાવન છેલ્લી તિથિના શાસ્ત્રોમાં સર્વપિતૃ અમાવસ્યાનું નામ આપવામાં આવ્યું છે. જેનાથી કોઈ પણ પૂર્વજો શ્રાદ્ધ અને જળ તર્પણથી વંચિત ન રહે અને આખા પરિવાર પર તેની કૃપા અના આશીર્વાદ હંમેશા રહે.

સર્વપિતૃ અમાસ પર ભોજન અને દાનનો નિયમ

સર્વપિતૃ અમાસના દિવસે બ્રાહ્મણોનો આદર સહિત નિમંત્રણ આપી ભોજન કરાવવું જોઈએ. ભોજન કરાવ્યા પછી તેના વસ્ત્રો, ફળ અને દક્ષિણા જરુર આપવી જોઈએ. આ સાથે આ પાવન દિવસે જરુરિયાતમંદ લોકોને પણ ભોજન અને દાન કરાવવામાં આવે છે. આ પ્રકારના શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવાથી તેમજ દાન કરવાની આપણા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

પીપળાની પૂજા અને તર્પણનો વિશેષ ઉપાય

સર્વપિતૃ અમાસના દિવસે પિતૃને નિમિત પીપળના વૃક્ષની વિશેષ પુજા કરવામાં આવે છે. આ દિવસે, એક વાસણમાં કાચું દૂધ રેડો અને તેમાં થોડા કાળા તલ, થોડા ખાંડના દાણા અને થોડા ચોખા ઉમેરો. પીપળાના ઝાડને આ પવિત્ર મિશ્રણ અર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેઓ તેમના આશીર્વાદ આપે છે. આ નાનો અને સરળ શાસ્ત્રીય ઉપાય કરવાથી પૂર્વજો તરફથી આશીર્વાદ મળે છે અને ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે છે. જે લોકો તિથિ ન જાણતા હોવાથી ચિંતા કરે છે તેઓ આ દિવસે આ ઉપાય કરીને તેમના બધા પૂર્વજોને ખુશ કરી શકે છે. આમ, સર્વ પિતૃ અમાવસ્યા પર પાણી અર્પણ કરવાથી પૂર્વજો તરફથી આશીર્વાદ મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે.

પિતૃપક્ષ દરમિયાન કાગડાઓને શ્રાદ્ધ કેમ ખવડાવવામાં આવે છે? પૌરાણિકથા અને માન્યતા વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">