ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, ઓઈલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ, જુઓ PHOTO

દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું (Indian Coast Guard) દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:27 AM
એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું (Indian Coast Guard) દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે.

1 / 6
ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા. બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

2 / 6
જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાંતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 શેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. દ્વારકામાં આજે બપોર બાદ અન્ય વિસ્તારમાં સ્થળાંતર શરૂ કરાશે.

3 / 6
બસની વ્યવસ્થા કરીને તમામ સંભવિત અસરગ્રસ્તોને તંત્ર સલામત સ્થળે લઈ જશે. કચ્છમાં 15 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવાનો અંદાજ છે. તમામ સેન્ટર પર ફૂડ પેકેટ, મેડિકલ કીટ સહિતની વ્યવસ્થા છે. 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

4 / 6
મહત્વનું છે કે દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાને પગલે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સુસવાટા મારતા પવન સાથે સવારથી ભારે વરસાદ ખાબક્યો છે. દ્વારકાને જોડતી દેશની 16 ટ્રેન રદ કરવામાં આવી છે. દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને જોડતા 26 એસટી રૂટ સ્થગિત છે. તમામ શાળાઓમાં 16 તારીખ સુધી રજા આપવામાં આવી છે. બચાવકાર્ય માટે 3 ટીમો તહેનાત કરવામાં આવી છે.

5 / 6
ગુજ્યમાં બિપોરજોય વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  સૌરાષ્ટ્રના દેવભૂમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કચ્છ, રાજકોટ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની શક્યતાઓને જોતા તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા ભરવામાં આવ્યા છે. જ્યારે રાહત અને બચાવ ટુકડીઓને પણ એલર્ટ રાખવામાં આવી છે.

6 / 6
Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

g clip-path="url(#clip0_868_265)">