દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં હવે જોઈ શકાશે સફેદ વાઘના બચ્ચા, જુઓ Video

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે સવારે દિલ્હીના ઝૂઓલોજિકલ પાર્કમાં બે સફેદ વાઘના બચ્ચાને લોકો માટે છોડ્યા

દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં હવે જોઈ શકાશે સફેદ વાઘના બચ્ચા, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 2:35 PM

કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ગુરુવારે સવારે દિલ્હીના ઝૂઓલોજિકલ પાર્કમાં બે સફેદ વાઘના બચ્ચાને પિંજરામાં છોડવામાં આવ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આ વાઘના બચ્ચાઓનો જન્મ થયો હતો. ત્યારે હવે ખૂલી જગ્યામાં એક બીજા સાથે રમતા બચ્ચાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. મહત્વનુ છે કે, દિલ્હીના ઝૂઓલોજિકલ પાર્કમાં આવનારા પ્રવાસીઓ માટે આ એક મનમોહક નજારો ચોક્કસ હશે.

દિલ્હી ઝૂના ડિરેક્ટર આકાંક્ષા મહાજને જણાવ્યુ કે, આ વાઘના બચ્ચાઓને એરેનામાં છોડવામાં આવશે, ત્યારે પ્રાણી સંગ્રહાલય શુક્રવારે બંધ રહેશે,કારણ કે તેનાથી તેમને વાતાવરણમાં ટેવાવાનો સમય મળી રહે. અચાનક જો તેમણે છૂટા મૂક્યા બાદ જો લોકો ભેગા થાય તો આ વાઘના બચ્ચા ગભરાય જાય તેવુ પણ બને જેથી આ બચ્ચાઓને સુરક્ષિત રાખવા તેમણે છૂટા મૂકવા સમયે પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે.  સપ્તાહના અંતે પ્રાણી સંગ્રહાલયમાં ભીડને ધ્યાનમાં રાખીને, બે બચ્ચા લોકોને જોવા માટે મેદાનમાં છોડવામાં પણ આવશે.

ડિરેક્ટર દ્વારા જણાવ્યા અનુસાર સોમવારથી બચ્ચાને ફરીથી છોડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો માટે વાઘના બચ્ચાઓને જોવા માટે તેઓને રિલીઝ કરવામાં આવે તે પહેલાં તેમની સ્થિતિ અને પ્રતિક્રિયાઓ પર નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો : કર્ણાટકમાં ‘નંદિની VS અમૂલ’ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી

ગયા વર્ષે 24 ઓગસ્ટના રોજ, સફેદ વાઘણ સીતાને ત્રણ સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો હતો, જે દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં સાત વર્ષમાં સફેદ વાઘનું પ્રથમ સફળ ઉછેર હતું. નેશનલ ઝૂલોજિકલ પાર્ક (NZP), નવી દિલ્હીએ ટ્વિટર પર એક પોસ્ટ મૂકી અને લખ્યું, “અમે અમારા નવા મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ સફેદ વાઘના બચ્ચા આવ્યા છે.” આ ફોટો જોઈ માતાનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે.

જોકે, ડિસેમ્બરમાં એક બચ્ચું બીમાર પડતાં મૃત્યુ પામ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, બચ્ચાનું મૃત્યુ ઇનબ્રીડિંગ સાથે સંકળાયેલ આનુવંશિક સમસ્યાઓથી થયું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં, 17 વર્ષની સફેદ વાઘણ, વીના રાની, પણ વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓના કારણે પ્રાણી સંગ્રહાલયમાં મૃત્યુ પામી હતી.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">