કર્ણાટકમાં ‘નંદિની VS અમૂલ’ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) કહ્યું કે, “મારા મતે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવું હોય તે કરો. જો અમૂલ કંઈક છીનવી રહ્યું છે, તો તે વિરોધની બાબત છે."

કર્ણાટકમાં 'નંદિની VS અમૂલ'ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 3:36 PM

કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણી પહેલા કર્ણાટકમાં નંદિની વર્સિસ અમૂલનો વિવાદ છેડાયો હતો. ત્યારે કર્ણાટકમાં ‘નંદિની વિરુદ્ધ અમૂલ’ની લડાઈ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે નિવેદન આપ્યુ હતુ કહ્યું કે કર્ણાટકમાં અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. બે ડેરી પ્રોડક્ટ કંપનીઓ નંદિની અને અમૂલ વચ્ચેનો વિવાદ તાજેતરમાં શરૂ થયો છે. જ્યારે અમૂલે જાહેરાત કરી કે તે બેંગલુરુમાં તેના દૂધના ઉત્પાદનો સપ્લાય કરશે.

આ પણ વાંચો-Mehsana : રાધનપુર સર્કલ પર ચારે બાજુ ટ્રાફિક જામ, ખાનગી વાહનોના અડિંગાથી રાહદારીની વધી હાલાકી, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “મારા મતે અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કરવું હોય તે કરો. જો અમૂલ કંઈક છીનવી રહ્યું છે, તો તે વિરોધની બાબત છે.” કર્ણાટકમાં વિપક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) એ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણના રાજ્યમાં અમૂલને મંજૂરી આપીને નંદિનીને મદદ કરી રહી છે અને તેને સમાપ્ત કરવા માંગે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કર્ણાટકમાં વિપક્ષ કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)એ આરોપ લગાવ્યો છે કે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) દક્ષિણના રાજ્યમાં અમૂલને મંજૂરી આપીને નંદિનીને ખતમ કરવા માગે છે. જો કે કર્ણાટકમાં બસવરાજ બોમાઈના નેતૃત્વવાળી ભાજપ સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અમૂલ તરફથી નંદિનીને કોઈ ખતરો નથી.

આ સાથે મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, ‘પાણી લોકો અને વ્યવસાયિક પ્રવૃતિઓ માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. આપણે જોવાનુ છે કે આપણે બીજુ શું કરી શકીએ.’ તેમણે એમ પણ કહ્યુ કે ગુજરાત કુદરતી ખેતી તરફ આગળ વધી રહ્યુ છે. કુદરતી ખેતીને આગળનો માર્ગ ગણાવતા તેમણે કહ્યુ કે વિરોધ પક્ષો ભલે ખેતીને લઈને સવાલો ઉઠાવી રહ્યા હોય પરંતુ કોઈ ખેડૂતને કોઈ ફરિયાદ નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">